Thursday, April 26, 2012

પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયો

પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયો લગ્ન- લાગણી= લાકડી (લગ્ન માઈનસ લાગણી બરોબર લાકડી!) એવું સમીકરણ બેસે છે. અહીં લાકડીએ ઝઘડાનું પ્રતિકછે. આથી લગ્નજીવનમાં લાગણી બાજુ પર રહી જાય અને વાત લાકડી પર આવી જાય એ પહેલાં માણસે ચેતી જવું જોઈએ. પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના ઉપાયોની ૧૦૮ એમ્બ્યુલન્સ! તો ચડાવો બાટલા... 1. એ કારણ વગર 'ક્યુટ' બનવાની કોશિશ કરતીહોય ત્યારે સાવચેત રહેવું! 2. તમારી પત્ની બન્ને હાથ કેડ પર મૂકીને અનિમેષ નયને તમારી સામે જોઈ રહી હોય...... ત્યારે બધુંજ સાચેસાચું કહી દેજો! એ સમય રોમાન્ટિક થવાનો નથી! 3. એ જો આંખો નચાવતા નચાવતા 'તુઝે ઝમીંપે બુલાયા ગયા હૈ મેરે લીયે...' ગાતી હોય તો એણે સોંપેલું કામ બમણા ઉત્સાહ અને સ્ફૂર્તિથી કરવા માંડજો! 4. 'ઘરકામમાં મદદ'નો અર્થ સ્કૂલ અને લગ્નજીવનમાં જુદો જ થાય છે એ બને તેટલું ઝડપથી સમજીલો એટલું સારું! સ્કૂલમાં મદદ મળતી હતી, લગ્નજીવનમાં કરવાની હોય છે! 5. 'ચુપચાપ બેસો' આ વાક્ય તમને કે.જી.-નર્સરી બાદ છેક લગ્ન પછી સાંભળવા મળશે! આવું જ્યારે કહેવામાં આવે ત્યારે કોઈપણ દલીલ કર્યા વગર એ પ્રમાણે કરો! 6. એ તમારી પૂછપરછ કરે અથવા તમારી પાસબુક કે ડાયરી તપાસે તો બોચિયા સ્ટુડન્ટની જેમ 'લેસન' બતાવી દેજો! 7. 'જ્યાં ન પહોચે કવિ ત્યાં પહોચે પત્ની' - આ નવી કહેવત યાદ રાખો! કોઈની પણ કલ્પના બહારનું તમારું બહાનું એ આસાની થી પકડી પાડશે, માટે સાચું જ બોલવાનો નિયમ રાખો! 8. 'એમને શક કરવાનો હક છે, એ મારા દિલની ધકધક છે' આ સુત્ર ગોખી નાખો. એના દરેક પ્રશ્નોનો વિગતવાર જવાબ આપો. એમાં પણ કાપલીબાજ વિદ્યાર્થીની જેમ પ્રશ્નના જવાબની શરૂઆતના બે વાક્યોસવાલ સંબંધિત રાખીને પછી ફિલ્મીગીતના શબ્દો ઠપકારશો તો પણ ચાલશે. 9. તમારા કાંસકામાંથી એના વાળનું ગૂંચળું નીકળે ત્યારે ગુસ્સે થવાને બદલે યાદ કરો કે તમે એક જમાનામાં એની ઝુલ્ફોના આશિક હતા અને એની ઝુલ્ફોની છાંવમાં સુવાના તમને અભરખા હતા! 10. પત્ની સાથે શોપિંગ કરવા જાવ ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન શોપિંગમાં હોવું જોઈએ, સેલ્સ ગર્લ તરફ નહિ! 11. 'ઘેર ઝઘડો ન થાય એવા અઢીસો ભીંડા અને પાચસો ગ્રામ ફ્લાવર આપ' - આવી રીતે ઓર્ડર આપવાથી શાક સસ્તું અને સારું મળશે, ઉપરાંત વીણવાની માથાકૂટમાંથી બચી જશો! શાકવાળો પરણેલો હશે તો થોડું શાક વધારે આપશે એ નફામાં! 12. એના ડાયેટીંગ પ્લાનની કદી મજાક ઉડાવશો નહિ. પછી ભલેએ પાંચમાંથી એક રોટલી ઘી વગરની ખાવી એને જ ડાયેટીંગ ગણતી હોય. 13. પત્ની કામમાં અતિશય વ્યસ્ત હોય અને તમે તદ્દન નવરા હોવ તો પણ નવરા દેખાતા નહિ. આમાં વધુ ચોખવટની અમને જરૂર લગતી નથી! 14. એ જ્યારે તમે રખડતા મુકેલા મોબાઇલના ચાર્જર- કેબલ, છાપા, રીમોટ, કપડા, ગંદામોજા, હેંડ-કી, ટુવાલ વગેરેને ઠેકાણે મુકતી હોય ત્યારે એને તમારી કોઈ ખોવાયેલી વસ્તુ શોધી આપવાનું કહેશો નહિ! 15. થાળી પીરસવા માટે સીરીયલની વચ્ચે આવતા બ્રેકમાં જ વિનંતી કરો! દરમ્યાનમાં ટાઈમ પાસ કરવા સીરીયલોમાં રસ લેવાનું રાખો તો કંઈ ખોટું નથી. એકતા કપૂર એમાં ને એમાં જ બે પાંદડે થઇ છે! 16. ટી.વી. પર આવતા રસોઈ શોમાં જોયેલી કોઈપણ વાનગી બનાવવાની એને ફરજ પાડશો નહિ. અને ધારો કે એ કોઈ નવા જ પ્રકારની થાઈ, મેક્સિકન કે કોન્ટીનેન્ટલ વાનગી બનાવે તો એના શું વખાણ કરવાએ અગાઉથી વિચારી રાખો, કારણ કે વાનગી ખાધા પછી કંઈ સુઝશે નહિ! 17. પડોશીને ત્યાંથી આવેલી વાનગીને ભૂલે ચુકે વખાણશો નહિ! 18. કચરો વાળ્યા પછી સાવરણી કદી ઉભી મુકશો નહિ, એમ કરવાથી ઝઘડો થાય છે એવું કહેવાય છે. છેવટે 'સાવરણી ઉભી કેમ મૂકી' એ બાબતે પણ ઝઘડો થઇ શકે છે. 19. લગ્નજીવનમાં ત્યાગનું મહત્વ છે અને જે ગૃહત્યાગ કરી શકે એ સૌથી સુખી હોય છે. વિખવાદ ટાણે આ સુત્રનો ઉપયોગ કરીને સુખી થાવ. યુદ્ધમાં આને વ્યૂહાત્મક પીછેહઠ કહે છે! 20. વાદ-વિવાદના કિસ્સામાં જીતીને દુઃખી થવાને બદલે હારીને સુખી રહો એવું અનુભવીઓ કહે છે! 21. ઝઘડામાં અવાજની માત્રા મહત્વની છે, શબ્દો નહિ; તમારો અવાજ હંમેશા ધીમો રાખો. 22. ઝઘડાનું એક કારણ તમારી જાતને નિર્દોષ સાબિત કરવાની તમારી વૃત્તિ હોય છે, જ્યારે સ્ત્રીઓ કુદરતી રીતેજ નિર્દોષ હોય છે! અને આ વાત તમારા ભેજામાં ન ઉતરતી હોય તો તમે સુખી થઇ રહ્યા બોસ! 23. એમની અદાઓને વખાણતા રહેવી! આ વિષયે માથું ખંજવાળવાની ક્રિયાને પણ અદા જ ગણવી! 24. એમને ઈશ્કના સમંદરમાં ડૂબાડી રાખો! સહેજવાર પણ એમની મુંડી બહાર નીકળશે તો આખું અઠવાડિયું ઢેબરાં થાય એટલી મેથી મારશે! 25. છેવટે અમારી જેમ 'બધિર' થઇ શકો તો ઉત્તમ! તમે કહેશો કે બધિરભાઈ, આ બધું કરવા છતાં પણ અમારે ઘરમાં ઝઘડા થાય છે અને પત્ની વાસણો પછાડે છે તો અમારે શું કરવું? એનો પણ ઉપાય પણ અમે શોધ્યો છે અને જાતે અજમાવી પણ જોયો છે! ઉપાય સાદો છે. પત્ની જ્યારે ગુસ્સામાં વાસણો પછાડતી હોય ત્યારે તમે તમને આવડતા હોય એ શ્લોકો

Wednesday, April 25, 2012

એકલા રહેવું આપણાં સ્વભાવમાં જ નથી

એકલા રહેવું આપણાં સ્વભાવમાં જ નથી ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ , એમ કહીએ કે હશે, આપણે ભીના ના થયા - રમેશ પારેખ દરેક માણસને પોતાની રીતે જીવવું હોય છે. કેવી રીતે જિવાય એ વિશે દરેકની પોતાની ફિલોસોફી હોય છે. દરેકના ગમા, અણગમા, પ્રકૃતિ, સ્વભાવ, માનસિકતા, આદતો, ઇચ્છાઓ અને દાનતો અલગ અલગ હોય છે. બે વ્યક્તિ સો એ સો ટકા એકસરખી ન હોઈ શકે. હા,થોડીક આદત અને થોડીક વિચારસરણી ચોક્કસ મળતી હોય પણ સંપૂર્ણ સરખાપણું શક્ય નથી. માણસના જીવનની એક અને સતત યાત્રા પોતાના ‘લાઈક માઈન્ડેડ’લોકોને શોધવાની હોય છે. દરેક વ્યક્તિ પોતાને ગમતાં અને પોતાના વિચારોને મળતા આવતા વિચારોવાળી વ્યક્તિને શોધતી રહે છે. દુનિયામાં લોકોની કમી નથી પણ આપણને ફાવે એવા લોકોની કાયમ કમી જ હોય છે. નાના હોઈએ ત્યારે આપણા ઘણા મિત્રો હોય છે, મોટા થતાં જઈએ એમ મિત્રો ઘટતાં જાય છે. તેનું કારણ એ હોય છે કે આપણે ‘ચૂઝી’ થતા જઈએ છીએ. આપણે લોકોને ટેસ્ટ કરીએ છીએ કે આપણને એની સાથે ફાવશે? માણસ પોતાનો મહોલ્લો કે પોતાનું શહેર છોડી શકતો નથી, તેનું એક અને સૌથી મોટું કારણ એ જ હોય છે કે ત્યાં પોતાનું સર્કલ,પોતાની કંપની અને પરિચિત લોકો હોય છે. એક માણસ પરિવાર સાથે બીજા શહેરમાં રહેવા ગયો. ત્યાં તેને ફાવતું ન હતું. વાત નીકળે ત્યારે એમ જ કહે કે મજા નથી આવતી. હજુ સારી કંપની નથી મળી. મોટા શહેરમાં લોકો પાસે સમય નથી. આપણો પડોશી જ ઘણી વખત આપણને જુદા ગ્રહનો માણસ લાગે છે. આપણે પરિવાર અને લોકો વચ્ચે રહીએ છીએ. આપણે સંબંધો વચ્ચે જીવીએ છીએ. ક્યારેક હસીએ છીએ, ક્યારેક રડીએ છીએ, ક્યારેક ઝઘડીએ છીએ, ક્યારેક એકબીજાને પ્રેમ કરીએ છીએ અને ક્યારેક નફરત કરીએ છીએ. બધા સાથે કાયમ માટે એકસરખું ફાવતું નથી. પતિ કે પત્ની સાથે પણ નહીં. ગમે એટલી નજીકની વ્યક્તિ હોય આપણને ક્યારેક તો તેની સામે ફરિયાદ હોય જ છે. તું કંઈ સમજતી જ નથી કે તું કંઈ સમજતો જ નથી. તું માને એ જ સાચું? બાકી બધા શું મૂરખ છે? તારે તારું જ ધાર્યું કરવું છે? ઝઘડા કે વિવાદ થાય ત્યારે આવા પ્રશ્નો અને સંવાદો થતાં રહે છે. દરેક વ્યક્તિ ક્યારેક તો પોતાના લોકોથી કંટાળે જ છે. દરેક વ્યક્તિને ક્યારેક બધા જ સંબંધો જંજાળ જેવા લાગે છે. દરેક વ્યક્તિને જિંદગીમાં એક વખત તો એવો વિચાર આવ્યો જ હોય છે કે બધું જ છોડીને એકલા રહેવું છે. જો કે માણસ એકલો રહી શકતો નથી,કારણ કે એકલા રહેવું એ માણસની પ્રકૃતિમાં જ નથી. આપણને કોઈ ને કોઈ વ્યક્તિની જરૂર રહે છે. માણસ સજોડે રહેવા ટેવાયેલો છે. દરેક માણસને એક ઓળખ જોઈતી હોય છે. દરેકને આધિપત્ય અને એપ્રિસિએશન જોઈતું હોય છે. દરેકને વ્યક્ત થવું હોય છે. દરેકને સલાહ આપવી હોય છે અને સલાહ લેવી હોય છે. કોઈ આપણને પૂછે, કોઈ આપણને સાંભળે, કોઈ આપણને સ્વીકારે, કોઈ આપણું માને એવી ઇચ્છા દરેક વ્યક્તિની હોય છે. આપણે કોઈ ને કોઈ રીતે લોકોથી જોડાયેલા જ હોઈએ છીએ. કંઈ નહી તો છેલ્લે માણસ નફરતથી જોડાયેલો હોય છે. નારાજગી અને દુશ્મની પણ આપણને કોઈની સાથે જોડેલા રાખે છે. નફરત કરવા માટે પણ કોઈ માણસ તો જોઈએને ? ‘ખાલીપો’ માણસથી સહન નથી થતો. એકાંત અને એકલતા જુદી વસ્તુ છે. સૌથી શ્રેષ્ઠ એકાંત માણસને પોતાના લોકોની વચ્ચે જ મળે છે. એકાંતમાં આનંદ છે અને એકલતામાં પીડા છે. એકલતામાં માણસ વેદના સિવાય કંઈજ ન જીવી શકે. એકલતા થોડો જ સમય સારી લાગે છે. એકલા પડીએ એટલે તરત જ આપણને કોઈ યાદ આવવા માંડે છે. માણસ પોતાના માટે જીવે છે કે કોઈના માટે? આમ જુઓ તો દરેક માણસ પોતાના માટે જ જીવતો હોય છે. અને તેને કોઈના માટે પણ જીવવું હોય છે. કોઈના માટે એને એ રીતે જીવવું હોય છે કે તેને પોતાના માટે જીવતો હોય એવું લાગે. તમે વિચાર કરો કે તમે જેની સાથે જીવો છો એ કોઈ જ લોકો ન હોય તો તમારી જિંદગીનો મતલબ શું રહે? આપણે સૌથી વધુ ગુસ્સો એના ઉપર જ કરતા હોઈએ છીએ જેને આપણે સૌથી વધુ પ્રેમ કરતા હોઈએ છીએ. એક પતિ-પત્ની હતાં. દરરોજ ઝઘડે. એક દિવસ પતિએ કહ્યું કે આપણે રોજ ઝઘડીએ છીએ તેના કરતાં ચાલ છૂટા પડી જઈએ. પત્નીએ કહ્યું ના. હું એટલા માટે ના કહું છું કે હું ચાલી જઈશ તો પછી તારું શું થશે? તું કોની સાથે ઝઘડીશ? કોના પર ગુસ્સો ઠાલવીશ? કોની ઉપર રાડો પાડીશ? કમસે કમ એટલા પૂરતો પણ હું તારો આધાર છું. પહેલાં તું ઝઘડવા માટે કોઈ વ્યક્તિ શોધી લે પછી હું તારાથી દૂર થઈ જઈશ. મને નથી લાગતું કે તું કોઈના વગર રહી શકે. પતિએ કહ્યું કે તારાથી છૂટા પડીને હું કોઈ એવી વ્યક્તિ સાથે રહીશ જેને હું પ્રેમ કરી શકું? પત્નીએ કહ્યું કે તો પછી મને જ પ્રેમ કરને? પતિએ કહ્યું કે તું પ્રેમ કરવાને લાયક જ નથી. પત્નીએ કહ્યું કે નફરત કરવાને તો લાયક છું ને? જ્યાં સુધી તું પ્રેમ ન કરી શકે ત્યાં સુધી નફરત કર. પણ એક વખત પ્રેમ કરવાની શરૂઆત તો કરી જો. અને હા, થોડુંક એ પણ વિચાર કે નફરત છે એટલે જુદા પડવું છે કે પ્રેમ નથી એટલે જુદા પડવું છે? પતિએ કહ્યું કે પ્રેમ છે કે નહીં એ ખબર નથી, નફરત છે એટલી મને ખબર છે. પત્નીએ કહ્યું કે હું એ જ કહું છું, નફરત કાઢી નાખ પછી પ્રેમ તો છે જ. માણસને દરેક પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવો હોય છે. પણ એ છૂટી શકતો નથી. એક પરિસ્થિતિમાંથી છૂટીને બીજી પરિસ્થિતિમાં સંડોવાય છે. પરિસ્થિતિ અનુકૂળ હોય તો માણસને ઘણી વખત વાંધો નથી આવતો. છતાં માણસ વધુ સારી પરિસ્થિતિ માટે તો પ્રયત્નશીલ રહે છે અને મોટાભાગે એ વધુ સારી પરિસ્થિતિમાં ગયા પછી તેને સમજાય છે કે આના કરતાં જૂની પરિસ્થિતિ સારી હતી. અગાઉ જે હતું એ શું ખોટું હતું, એવો સવાલ માણસને થાય છે. સંબંધમાં પણ આવું થતું રહે છે. ઘણા લોકો પોતાના લોકોથી થાકીને એકલા રહેવાનું પસંદ કરી લે છે. આવા લોકોને પણ સરવાળે એકલા રહેવું તો ગમતું જ હોતું નથી. આપણને સતત કોઈની જરૂર રહે છે. આપણે કોઇની સાથે વાત કરવી હોય છે. ખુશી વહેંચવી હોય છે. અને વ્યથા વ્યક્ત કરવી હોય છે. સોશ્યલ નેટર્વિંકગ સાઈટ્સની સફળતાનું એક કારણ એ પણ છે કે માણસ એકલો રહી શકતો નથી. આપણે સતત કોઈના સંપર્કમાં રહેવું છે. મેં આમ કર્યું કે મારી સાથે આમ થયું એવું આપણે કહેવું હોય છે અને આપણે સતત એવું પણ ઇચ્છતા રહીએ છીએ કે આપણા સ્ટેટસને કોઈ લાઈક કરતું રહે. એક સોશ્યલ નેટર્વિંકગ સાઈટ્સ પર બે મિત્રો હતા. એક મિત્ર બીજા મિત્રના સ્ટેટસને ઓલવેઝ લાઈક કરે. બીજો મિત્ર ક્યારેય એવું ન કરે. આખરે પેલા મિત્રએ લાઈક કરવાનું બંધ કરી દીધું. એ મારા સ્ટેટસને લાઈક ન કરે તો મારે એના સ્ટેટસને શા માટે લાઈક કરવું જોઈએ? સંબંધોનું પણ આવું જ છે. તમારે તમારી વ્યક્તિને સ્વીકારવાની હોય છે. બે પ્રેમીઓ હતાં. બંનેને બહુ સારું બનતું. એક વ્યક્તિએ પૂછયું કે તમે બંને એકબીજાને એટલા માટે વધુ પ્રેમ કરો છો, કારણ કે તમારા બંનેના ‘ગમા’ સરખા છે? બંનેએ કહ્યું કે ના એવું નથી, અમારા બંનેના ‘ગમા’ નહી પણ ‘અણગમા’ સરખા છે. એને જે નથી ગમતું એ મને નથી ગમતું. અને મને જે નથી ગમતું એ એને નથી ગમતું. આપણે એકલા નથી રહી શકતા એટલે જ આપણે સાથે રહેવાની કળા કેળવવી પડે છે. આપણા લોકો સાથે ફરિયાદ તો રહેવાની જ પણ એ ફરિયાદનું નિરાકરણ પણ તેની સાથે જ રહીને લાવવાનું હોય છે. તેનાથી ભાગીને નહી. કોઈ વ્યક્તિને એકલું રહેવું હોતું નથી. કોઇ વ્યક્તિને પોતાની વ્યક્તિને એકલી રાખવી પણ હોતી નથી. એકલો રહેતો માણસ ઘણી વખત પોતાનાથી ભાગીને જ એકલો પડી ગયો હોય છે. માણસ કોઈને નફરત કર્યા વગર રહી શકે પણ કોઈને પ્રેમ કર્યા વગર તો ક્યારેય રહી જ શકતો નથી. તમને ક્યારેય તમારી વ્યક્તિથી ભાગી જવાનું મન થયું છે? જો એવું મન થયું હોય તો ભાગવાનો નહીં પણ તેને સમજવાનો પ્રયત્ન કરી જુઓ અને તેને સમજવાના પ્રયત્ન પહેલાં થોડોક પોતાને સમજવાનો પણ પ્રયત્ન કરી જો જો. છેલ્લો સીન : મને શી ખબર કે પ્રેમ એટલે આંખોથી એકમેકને પુછાયેલા ખારા પ્રશ્નો... - પન્ના નાયક kkantu@gmail.com

Monday, April 23, 2012

પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવો

પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવોમૈં અપની રાહ મેં દીવાર બનકે બૈઠા હૂં,
અગર વો આયા તો, કિસ રાસ્તે સે આયેગા?
-બશીર બદ્ર

સંબંધો નિયમ મુજબ ચાલતા નથી. સંબંધો સાર્થક કરવાનું કોઇ ચોક્ક્સ સૂત્ર નથી. સંબંધોનું ગણિત જુદું છે. આમ કરીએ તો સંબંધો સાર્થક થઈ જાય એવું કોઇ છાતી ઠોકીને કહી ન શકે. સંબંધો માત્ર ને માત્ર સમજણથી જ ટકી શકે. સંબંધ ટકાવવા માટે માણસે બદલાતા રહેવું પડે છે, કારણ કે સંબંધ બદલાતો રહે છે. કોઈ વ્યક્તિ કાયમ એકસરખો ન રહી શકે. માણસની ઈચ્છાઓ બદલાતી રહે છે, અપેક્ષાઓ બદલાતી રહે છે, સ્ટેટસ બદલાતું રહે છે. બધું બદલાય છતાં સંબંધ ન બદલાય તો જ સંબંધ ટકે છે.

આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી. આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે એ ગમે એ જ ખરો સંબંધ છે. આપણો વાંધો એ જ હોય છે કે આપણે એવી જ ઈચ્છા રાખીએ છીએ કે આપણી વ્યક્તિ આપણને ગમે એવું જ વર્તન કરે. આપણે ન ગમે એવું થાય ત્યારે આપણે એને ગેરવાજબી સમજી લઈએ છીએ, તકરાર કે ઝઘડાની શરૂઆત ત્યાંથી જ થાય છે.

એક પ્રેમી-પ્રેમિકા હતાં. બંને એક-બીજાને ખૂબ જ પ્રેમ કરે. એકબીજા માટે ગમે તે કરવા તૈયાર થઇ જાય. આખી દુનિયા સામે લડવાની બંનેની તૈયારી હતી. માણસ આખી દુનિયા સામે લડી શકે છે પણ પોતાની સાથે જ લડી નથી શક્તો. એક વખત પ્રેમીએ કહ્યું કે ચાલ આપણે ફિલ્મ જોવા જઈએ. પ્રેમિકાનો મૂડ ફિલ્મ જોવાનો ન હતો. તેની ઈચ્છા એવી હતી કે બગીચામાં બેસીને વાતો કરીએ. સાથે મળીને સપનાં જોઈએ. બંનેની ઇચ્છા એક-બીજાને ખુશ કરવાની જ હતી, પણ બંનેના વિચારો થોડાક જુદી રીતે ખુશ થવાના હતા.

પ્રેમિકાએ ફિલ્મ જોવા જવાની ના પાડી અને કહ્યું કે ચાલ ગાર્ડનમાં જઈએ. પ્રેમીએ કહ્યું કે હું સવારથી તારી સાથે ફિલ્મ જોવા જવાના વિચારોમાં ખોવાયેલો છું. તું મારા માટે ગાર્ડનમાં જવાનું માંડી વાળી ન શકે? પ્રેમિકાએ કહ્યું, હું સવારથી તારી સાથે ગાર્ડનમાં બેસીને વાતો કરવાના વિચાર કરું છું. તું મારા માટે ફિલ્મ જતી ન કરી શકે? બંનેને એક તબક્કે એમ થયું કે તને મારી પડી જ નથી. તારે તેં ધાર્યું હોય એમ જ કરવું છે. મારા માટે કંઈ જ જતું કરવાની તારી તૈયારી નથી. બંને એક બીજા સાથે ખુશ રહેવાનું જ નક્કી કરીને આવ્યાં હતાં અને બંને ઝઘડી બેઠાં. પ્રેમ હોય કે દામ્પત્ય જીવન, મોટે ભાગે ઝઘડા, નારાજગી કે અબોલા આવી નાની - નાની ઘટનાઓથી જ શરૂ થતાં હોય છે.

પોતાની વ્યક્તિને નારાજ કરવાનું કોઈને ગમતું નથી. પોતાની વ્યક્તિ ખુશ રહે એવું જ કરવું હોય છે, પોતે એ માટે વિચારો અને પ્લાનિંગ પણ કરે છે, એ વિચારોમાં જ્યારે પરિવર્તન કરવાની વાત આવે છે ત્યારે એ આપણાથી સહન નથી થતું. મારે તો તને મજામાં રાખવી હતી, એ પછી ફિલ્મ હોય કે ગાર્ડન, ચાલ તને ગમે એ કરીએ. બંને આવું વિચારે તો? પ્રેમમાં હોઈએ ત્યારે આપણે આવું ઘણું બધું કરતાં પણ હોઇએ છીએ. ધીમે ઘીમે તેમાં પરિવર્તન આવતાં જાય છે.

એક પ્રેમી- પ્રેમિકાનો કિસ્સો જરાક જુદો છે. પ્રેમિકા તેના પ્રેમીને રાજી રાખવા બધું જ કરતી. પોતાના વિચારો અને ઈચ્છાઓ પણ ખંખેરી નાખતી. પ્રેમીને ગમે એવું કરવામાં જ તેને મજા આવતી હતી. પ્રેમીને જરાયે નારાજ ન થવા દે. એનો કોઈ બોલ ન ઉથાપે. ધીમે ધીમે એવું થઇ ગયું કે પ્રેમી એવું જ ઈચ્છવા લાગ્યો કે પ્રેમિકા એ જેમ કહે એમ જ કરે. એ જે કહે એ માની જ લે. ક્યારેય એવું ન પૂછે કે તારી કંઈ ઈચ્છા નથી? આપણે એવું કરતાં નથી અને આધિપત્ય જમાવી દઇએ છીએ. વિચારોનું આધિપત્ય સૌથી ખતરનાક છે. તમે કોઈના દિલ ઉપર પ્રેમ કરીને કબજો કરી શકો પણ તમે કોઈના દિમાગ પર કબજો ન કરી શકો. દિમાગ પર કબજો કરવા જઈએ તો દિલ પણ ગુમાવવું પડે છે.

માણસ પોતાના માટે નિયમો બનાવી શકે. પોતાના નિર્ણયો લઈ શકે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈના માટે નિયમો બનાવી લઈએ છીએ. આપણે શું કરવું જોઇએ એ વિચારતા નથી અને કોઇએ આપણા માટે શું કરવું જોઈએ એ નક્કી કરી લઇએ છીએ. આપણા ખાતર કોઇ એક - બે વખત કે પાંચ - દસ વાર જતું કરી શકે પણ દરેક વખતે જતું કરી શક્તી નથી. તેની પણ ઇચ્છા હોય છે કે તેના માટે આપણે કઈ જતું કરીએ.

પ્રેમ કે સંબંધ શરૂ થાય ત્યારે અપેક્ષા વગર શરૂ થતા હોય છે પણ પ્રેમ જેમ આગળ વધે તેમ અપેક્ષાઓ બંધાતી જાય છે અને અપેક્ષાઓ વધતી જાય છે. અપેક્ષાઓનો ભાર અને અપેક્ષા પૂરી કરવાની ચિંતા ક્યારેક એટલી બધી વધી જાય છે કે આપણે પ્રેમ કરવાનું જ ભૂલી જઇએ છીએ. હળવાશ ગાયબ થઇ જાય છે. ભાર વધતો જાય છે અને પછી એક બીજાને દોષ દેવાનું શરૂ થઇ જાય છે. તું આવો ન હતો કે તું આવી ન હતી. હવે તું બદલાઈ ગયો છે. હું તને મળી ગઇ કે તું મને મળી ગયો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પ્રેમમાં બધા પ્રયત્નો ભેગા થઇ જવા માટે જ થતાં હોય છે પણ ભેગા થઈ ગયા પછી પ્રેમ ગુમ થઇ જાય છે. પ્રેમ સાથે જીવવા માટે થવો જોઇએ. ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવાનું શરૂ થાય ત્યારથી જ ગુમાવવાનું શરૂ થતું હોય છે.

માત્ર પ્રેમમાં જ નહીં દરેક સંબંધમાં સત્ત્વ અને સાતત્ય જ્ળવાવું જોઈએ. એ પણ યાદ રાખવું જોઈએ કે માણસ સતત બદલાતો રહે છે અને આપણે પણ તેની સાથે થોડું બદલાતું રહેવું પડે છે. જો બદલાવાની તૈયારી ન હોય તો સંબંધ અટકી જાય છે. સંબંધ એ એવું તાળું છે જે સતત બદલતું રહે છે. તાળું બદલાય એમ ચાવી પણ બદલાતી રહેવી જોઈએ. એક જ ચાવીથી બધાં તાળાં ન ખૂલી શકે. આપણે એક જ ચાવી રાખીએ છીએ અને તેનાથી જ આપણે બઘાં તાળાં ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ. તાળું ન ખૂલે ત્યારે આપણે આપણી ચાવીને નહીં પણ તાળાને દોષ દઈએ છીએ. હા, એવી માસ્ટર કી પણ હોય છે જે ઘણાં બઘાં તાળાંને લાગી શકે. આ માસ્ટર કી એ છે કે સતત પ્રેમ કરવો સતત પ્રેમ કરવો સહેલો નથી, કારણ કે આપણે સતત પ્રેમ કરવો જ નથી હોતો, પ્રેમ મેળવવો પણ હોય છે. પ્રેમ કરવાના ઇરાદા પાછળ પ્રેમ મેળવવાની દાનત તો હોવાની જ. જેમ આપણી દાનત હોય એમ આપણને પ્રેમ કરનારની પણ એવી જ દાનત હોય. બે વ્યક્તિના ઈરાદા ભેગા થાય ત્યારે જ પ્રેમનું સર્જન થાય છે. પ્રેમ કરવા સાથે પ્રેમ મેળવવાની અને પ્રેમ મેળવવા સાથે પ્રેમ કરવાની તૈયારી હોવી જોઈએ. પ્રેમનું ત્રાજ્વું તો જ ટકી શકે જો આ બંને છાબડાં એકસરખાં રહે. કોઈ વ્યક્તિ સતત પ્રેમ ન કરી શકે કે કોઈ વ્યકિત સતત પ્રેમ ન મેળવી શકે, આ બંને એક સાથે જ ચાલવા જોઈએ. એક વ્યક્તિ પૂરેપૂરો સમજુ હોય તે પૂરતું નથી, બે વ્યક્તિ અડધા - અડધા સમજુ હોય તો ઘણી વખત પ્રેમની તીવ્રતા વધુ ઉત્કૃષ્ય હોય છે.

લાગણીઓ બહુ ઋજુ હોય છે. તેની સાથે જરાકેય ચેડાં થાય તો લાગણીઓ છંછેડાઈ જાય છે. ઋજુતાનો ઈલાજ ઋજુતાથી જ થઈ શકે. કઠોર બનીને તમે ઋજુતાને તમારી તરફેણમાં ન કરી શકો. બે વ્યક્તિ સાથે ચાલતી હોય ત્યારે બેમાંથી એકને ક્યારેક થાક લાગે છે.એવા વખતે બીજી વ્યક્તિએ તેની સાથે બેસી ન જાય અને એ ચાલવાની જ ઈચ્છા રાખે તો લાંબું ચાલી શકાતું નથી. તમે ચાલતાં જ રહો અને તમારી વ્યક્તિ પણ થાકી જવા છતાં તમારી સાથે ચાલતી જ રહેશે તો ધીરેધીરે એનું ચાલવાનું બંધ થઈ જશે, પછી એ ચાલતી નહીં હોય પણ ઢસડાતી હશે. એ ઢસડાતી વ્યક્તિ પડી જાય એ પહેલાં તેની સાથે બેસવું પડે. કોઈ હાથ એકઝાટકે છૂટતો નથી પણ ધીમે ધીમે સરકે છે. હાથ સરકવા લાગે ત્યારે જ સતર્ક થઈ જવાનું હોય છે અને હાથ પાછો જક્ડી લેવાયો હોય છે. છૂટી ગયલો હાથ ઘણી વખત એટલા દૂર થઇ જાય છે કે પછી તેના પડછાયા સાથે પણ આપણે હાથ મિલાવી નથી શક્તા. હાથ સાથે રહે તો જ ઉષ્મા જળવાતી હોય છે. તમારા હાથમાં જે હાથ છે એ સરકી તો નથી રહયો ને ?

છેલ્લો સીન :
આપણે જો એક - બીજાનાં જીવનને ઓછું મુશ્કેલ ન બનાવવું હોય તો પછી આપણે કોના માટે જીવીએ છીએ ?
-જ્યોર્જ એલિયટ

Sunday, April 22, 2012

મોરારિબાપુ: પરમ ધર્મ શ્રુતિ બિદિત અહિંસા

મોરારિબાપુ: પરમ ધર્મ શ્રુતિ બિદિત અહિંસા


Source: Manas Darshan, Moraribapu

આપણાથી અજાણતા પણ કોઇની હિંસા ન થવી જોઇએ. મન, કર્મ અને વચનથી પણ આપણે બીજાને પીડા ન આપીએ એનું નામ ધર્મ છે. વેદોમાં પણ જે ધર્મની વાત છે એમાં પણ અહિંસાને
જ ધર્મ ગણાવ્યો છે.

રામચરિતમાનસમાં જ્યારે જ્યારે ધર્મની વાત આવી છે ત્યારે તુલસીદાસજીએ બહુ જ વિશાળ દ્રષ્ટિથી જોયું છે. આજે સમાજમાં લોકોએ ધર્મનો અર્થ બિલકુલ સંકુચિત કરી નાખ્યો છે. આજે લોકો ધર્મનું નામ જ્યાં આવે ત્યાં એવું માને છે કે ધર્મ એટલે એક સંપ્રદાય છે. ધર્મ એટલે કોઇ એક પ્રકારનાં કપડાં છે. ધર્મ એટલે તિલક-ચાંદલો છે. હજારો લોકોને ભેગા કરીને ભગવાનનું ભજન કરવું, કીર્તન કરવું એટલે ધર્મ. કોઇની કંઠી પહેરવી એટલે ધર્મ છે. કોઇએ આપેલા મંત્રનું ભજન કરવું એટલે ધર્મ. આ બધું જ સંસ્કૃતિ પ્રમાણે બરાબર છે, પરંતુ આપણા ઋષિઓએ અને શાસ્ત્ર-પુરાણોમાં ધર્મની જે વ્યાખ્યા આપી છે એ આ પ્રમાણે છે: ‘અહિંસા પરમો ધર્મ:’ આજ વાત રામચરિતમાનસમાં તુલસીદાસજીએ કરી છે.

‘પરમ ધર્મ શ્રુતિ બિદિત અહિંસા’આનો સીધો સાદો અર્થ એ થાય છે કે ધર્મ એને જ કહેવાય કે જેમાં આપણાથી અજાણતા પણ કોઇની હિંસા ન થવી જોઇએ. મન, કર્મ અને વચનથી પણ આપણે બીજાને પીડા ન આપીએ એનું નામ ધર્મ છે. વેદોમાં પણ જે ધર્મની વાત છે એમાં પણ અહિંસાને જ ધર્મ ગણાવ્યો છે, પરંતુ આ બધું જ જાણ્યા પછી ધર્મ વિશે વિચાર કરવામાં આવે તો મને એમ લાગે છે કે આજે આપણે ત્યાં ધર્મની જગ્યાએ સંપ્રદાય અને પરંપરાઓ છે. હા, ધર્મને આધારે જ સંપ્રદાય કે પરંપરાઓ હશે પણ ધર્મને સમજયા વગર લોકો અન્ય તરફ દોડવા લાગ્યા છે. મારે આજે આપને ધર્મની મૂળભૂત ચાર વિભાવનાની વાત કરવી છે.

કાલધર્મ પ્રત્યેક કાળને પોતાનો ધર્મ હોય છે. પ્રત્યેક યુગને પોતાની આગવી વિશિષ્ટતા, રીત, પ્રથા હોય છે. આપણે જ્યારે જ્યારે રામચરિતમાનસ અને શ્રીમદ્ ભાગવતની કથા શ્રવણ કરીએ ત્યારે વીતેલા કાળની વિશિષ્ટતા અને પ્રથાનો ખ્યાલ આવે છે. આજના કાળ કરતાં વીતેલા કાળનું દર્શન કંઇક અલગ જ થાય છે. આનો અર્થ એ થાય છે કે પ્રત્યેક કાળમાં કંઇક નવું જ દર્શન થતું હોય છે. આપણે ત્યાં ઘણી ઘટનાઓ કાળધર્મ અનુસાર ઘટી છે અને કાળધર્મ અનુસાર ઘટે છે. સત્યુગ અને ત્રેતાયુગમાં સમય એવો હતો કે એ સમયમાં, કાળમાં કેવળ સ્ત્રીઓની જ અગ્નિ કસોટી, પ્રેમ કસોટી થતી હતી.

ભગવાન રામ જેવા પણ સીતાજીની અગ્નિ કસોટી કરે છે. આ વાત આપણને થોડી અજૂગતી લાગે, પરંતુ એ કાળધર્મનો પ્રભાવ હતો, જેના કારણે ભગવાનને પણ સીતાજીની અગ્નિ કસોટી કરવી પડી. ભગવાન રામનો જળ પ્રવેશ પણ કાળધર્મ જ છે. ભગવાન શંકરે પણ પ્રેમની પરીક્ષા કરી એ પણ કાળધર્મ છે. કાળધર્મમાં સ્ત્રીઓની પરીક્ષા વધારે થઇ છે. પુરુષોની પરીક્ષા થઇ નથી. તો કાળધર્મ સમય અને યુગ પ્રમાણે હોય છે. દરેક કાળમાં અલગ દર્શન થાય છે. દરેક કાળનો ધર્મ અલગ જોવા મળે છે. આજે કળિયુગ છે તો કળિયુગનો કાળધર્મ કંઇક અલગ જ જોવા મળે છે. જે સત્યુગ અને ત્રેતામાં જે અગ્નિ કસોટી થતી હતી એને આજે સ્થાન નથી કારણ કે કાળધર્મમાં પરિવર્તન આવ્યું છે.

દેશધર્મ બીજો દેશધર્મ છે. દરેક દેશનો ધર્મ અલગ હોય છે. દરેક સ્થળનો ધર્મ અલગ હોય છે. આપણે ભારત છોડી બીજા દેશમાં જઇએ તો ત્યાં દેશધર્મ જુદો જ હોય છે. જેને આપણે સ્વીકારતા હોઇએ છીએ. આપણે કોઇ ઠંડા પ્રદેશમાં જઇએ એટલે આપણે ગરમ કપડાને પહેરીએ છીએ. ફરી પાછા ગરમ પ્રદેશમાં જઇએ એટલે એ ગરમ કપડાંને બદલે શરીરને અનુકૂળ કપડાં પહેરીએ છીએ. આ આપણો દેશધર્મ થયો. ઋતુ પ્રમાણે સ્થળ પ્રમાણે, વસ્ત્રો પહેરવાં આ દેશધર્મ છે.

દરેક દેશની સંસ્કૃતિ અલગ છે, ભાષા અલગ છે. જેના કારણે માણસે દેશધર્મ અનુસાર ચાલવું પડે છે. ભારતદેશની સંસ્કૃતિ તો ઋષિઓની, શાસ્ત્રોની સંસ્કૃતિ છે. માટે આપણે દેશધર્મ અનુસાર સંસ્કૃતિનો સ્વીકાર કરીએ છીએ. હરિદ્વાર કે ગંગા કિનારે જઇએ એટલે માણસ ભાવથી ગંગાજીમાં સ્નાન કરે એ આપણો દેશધર્મ છે. જ્યારે બીજા દેશોમાં આવું નથી કારણ કે એમનો દેશધર્મ અલગ જ છે. તો દરેક માણસે દેશધર્મ અનુસાર ચાલવું જોઇએ અને જે માણસ દેશધર્મ અનુસાર પ્રસ્થાન કરશે તેના જીવનમાં ક્યારેય નિરાશા પ્રાપ્ત થશે નહીં.

ગુણધર્મ ત્રીજો ગુણધર્મ છે. અગ્નિનો ગુણધર્મ છે કે જ્યારે આપણે અગ્નિને અડકીએ તો આપણને ગરમી લાગે જ્યારે પાણીનો ગુણધર્મ છે કે પાણીને કોઇ સ્પર્શ કરે તો શીતળતા મળે એવી જ રીતે સૂર્યનારાયણ તપે એ એમનો ગુણધર્મ છે. જ્યારે ચંદ્રમા શીતળતા આપે એ ચંદ્રમાનો ગુણધર્મ છે. ચોમાસામાં વરસાદ વરસે એ પછી જમીનમાંથી સુગંધ આવે એ પૃથ્વીનો ગુણધર્મ છે. આવી જ રીતે દરેક માણસને પોતપોતાનો ગુણધર્મ હોય છે. તમોગુણી વ્યક્તિનો ગુણધર્મ છે તામસી ગુણમાં જીવન જીવવું. જ્યારે રજોગુણો વ્યક્તિનો ગુણધર્મ છે. રાજસીગુણમાં રહેવું અને સત્વગુણી વ્યક્તિનો ગુણધર્મ છે સત્વગુણમાં જ જીવનને પ્રસ્થાપિત કરવું માટે ગુણધર્મને આપણે સૌ બરાબર સમજી લઇશું તો જીવનમાં આપણે ક્યારેય કોઇના ઉપર ગુસ્સો નહીં કરીએ. બધાની સાથે પ્રેમથી જીવન જીવી શકીશું.

સ્વભાવધર્મ ચોથો સ્વભાવધર્મ છે. સ્વભાવધર્મની ઊંચાઇ અદ્ભુત છે. સ્વભાવધર્મને સહજધર્મ પણ કહેવાય છે. સંસારમાં કોઇપણ જીવ સહજધર્મમાં જીવન જીવવાનું શરૂ કરશે તો તેને પાપ ક્યારેય લાગશે નહીં. પાપ શબ્દ માણસના શબ્દકોશમાંથી નીકળી જશે. સહજધર્મમાં જીવનાર માણસને પાપ પરેશાન કરી શકે નહીં. જંગલમાં સિંહ ગાયને મારી નાખે તો સિંહને પાપ લાગતું નથી, કારણ કે શિકાર કરવો એ સિંહનો સહજધર્મ છે. જ્યારે માણસ ગાયને મારી શકતો નથી કેમ કે ગાયને મારવી એ માણસનો સહજધર્મ નથી. છતાંય ગાયને મારે તો એને બહુ મોટું પાપ લાગે છે. એક સાપ દેડકાને મારીને ગળી જાય એમાં સાપને પાપ લાગતું નથી, કારણ કે એ એનો સહજધર્મ છે. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવત ગીતામાં કહ્યું છે.

‘સહજં કર્મ કૌન્તેય’તું કર્મ સહજ રીતે કરતો થઇ જા. માટે દરેક માણસે સ્વભાવધર્મમાં રહેવું જોઇએ. માણસ સમાજમાં સહજધર્મમાં જીવવા લાગશે એટલે બધાં જ કાર્યો પણ સહજતાથી થવા લાગશે. સહજધર્મ નિભાવવો શરૂ શરૂમાં થોડો કિઠન છે પણ પ્રયાસ થશે તો સહજતા અવશ્ય આવશે, જેનાથી માણસ પાપમુકત બની શકશે. આપણે ત્યાં એક બોધકથા છે. કેટલાક પ્રવાસીઓ બસમાં જઇ રહ્યા હતા અને રસ્તામાંથી બે વ્યક્તિ બસમાં બેઠી, જેમાં એક દુ:ખ અને બીજું સુખ હતું. આ બંને વ્યક્તિ પોતાની વાતચીતમાં પોતપોતાના સ્વભાવનો ગર્વ કરતા હતા. સુખ કહે કે આખી દુનિયા મને પામવા ઇચ્છે છે ત્યારે દુ:ખ કહે કે તું વળી કોણ છે? આખી દુનિયા મારાથી ડરે છે. મારું નામ સાંભળીને બધા ધ્રૂજવા લાગે છે.

આ બંનેની વાત સાંભળી બસના મુસાફરો ડરવા લાગ્યા પણ બસમાં બે સંતો બેઠા હતા. એ ચૂપચાપ બેઠા રહ્યા, કારણ કે એ બંને સંતો સહજધર્મમાં સ્થિત હતા. બીજા મુસાફરો સંતોને કહેવા લાગ્યા કે આપ કહો તો હવે આ બંનેને બસમાંથી ઉતારી દઇએ ત્યારે સંતોએ મુસાફરોને ના કહી અને કહ્યું કે તમે એ બંનેની સહજતાને ઓળખો. દુ:ખનો ઉપરનો ભાગ કરુણાનો છે. જ્યારે સુખનો ઉપરનો ભાગ આનંદ છે. આજે આપણી સાથે કરુણા અને આનંદ બંને પ્રવાસ કરી રહ્યાં છે. સંતોની વાત સાંભળી બધા જ મુસાફરોની દ્રષ્ટિ બદલાઇ ગઇ અને પૂછવા લાગ્યા કે આ બસનું નામ શું છે? ત્યારે સંતો પાસેથી જવાબ મળ્યો કે આ બસનું નામ મોક્ષબસ છે. નિવૉણની બસ છે. નિવૉણની આપણી યાત્રા છે.

આમ, ધર્મના ચાર પ્રકાર છે. જેમાં કાલધર્મ જેને યુગધર્મ પણ કહી શકાય છે. બીજો દેશધર્મ, ત્રીજો ગુણધર્મ અને ચોથો સ્વભાવધર્મ જેને સહજધર્મ પણ કહી શકાય છે. આજે માણસ ચાર ધર્મને બરાબર સમજી લે તો કુસંગથી અવશ્ય બચી શકે છે. પાપથી દૂર રહી શકે છે. શુદ્ધ જીવન જીવી શકે છે અને અંતે શરણાગતિ તરફ પ્રસ્થાન કરે છે.

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

માનસદર્શન, મોરારિબાપુ

__._,_.___

તાવ (ફીવર) એટલે શું ? પ્રકાર કેટલા ? સારવાર શું ?

તાવ (ફીવર) એટલે શું ? પ્રકાર કેટલા ? સારવાર શું ?---ફિટનેસ - મુકુંદ મહેતા
Posted by Nilesh Naik on April 22, 2012 at 9:51am
Send Message View Blog
તાવ (ફીવર) એટલે શું ? પ્રકાર કેટલા ? સારવાર શું ?
ફિટનેસ - મુકુંદ મહેતા
- શરીરમાં તાવ ઉત્પન્ન કરનારા તત્વો (પાયરોજન્સ) દાખલ થાય ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિનો તેની સામેનો પ્રતિભાવ (ઇમ્યુન રીસ્પોન્સ) એટલે શરીરના ઉષ્ણતામાનમાં વધારો થાય તેને ‘તાવ’ કહેવાય
નાના હતા ત્યારે તાવ આવે એટલે નિશાળે નહી જવાનું. ઘેર રહેવાનું. ભણવામાંથી છુટ્ટી. એટલે તાવ ક્યારે આવે તેની રાહ જોતા હતા. વડીલોએ કાંઈ કામ સોંપ્યું હોય અને ના કર્યું હોય ત્યારે વડીલો ઠપકો આપતા ને કહેતા ‘મારું કામ કરવામાં ‘તાવ’ આવે છે ?’ આ તાવ (ફીવર)ની વ્યાખ્યા આપવી હોય તો માનવીના શરીરનું ઉષ્ણતામાન જે ૯૮.૪ ડીગ્રી ફેરનહિટ અથવા ૩૭ અંશ સેન્ટીગ્રેડ રહેવું જોઈએ તેને બદલે વધારે હોય ત્યારે ‘તાવ આવ્યો’ એમ કહેવાય. તાવ આવવાના મુખ્ય કારણો શરીરમાં કોઈ ચેપ (ઇન્ફેક્શન) લાગ્યો હોય કે કોઈ ઠેકાણે સોજો આવ્યો હોય આ સિવાય દવાની આડઅસર, શરીરમાં ગયેલા દુષીત (ટોક્સીક) પદાર્થો, કેન્સર, ઉનાળામાં ખુબ ગરમી હોય ત્યારે, અકસ્માતમાં ઇજા થઈ હોય ત્યારે, મગજમાં અને શરીરમાં રહેલી એન્ડોક્રાઈન ગ્લેન્ડઝ અથવા હોર્મોન ઉત્પન્ન કરનારી ગ્રંથીઓમાં થયેલા વિકારને કારણે તાવ આવે. એક વાત યાદ રાખવી જોઈએ કે તાવ કોઈપણ કારણસર હોય તેના લક્ષણો હોય જેથી ડોક્ટરને નિદાન કરવું સહેલું પડે. દરેક વ્યક્તિના શરીરનું નોર્મલ ઉષ્ણતામાન થોડુંક વધતું ઓછું હોઈ શકે. દિવસના જુદા જુદા સમયે માપો ત્યારે પણ અલગ હોય. જુદી જુદી ૠતુમાં પણ થોડો ફેર પડે. તમારા શરીરનું ઉષ્ણતામાન ૯૮.૪ જેટલું રાખવાનું એટલે કે કન્ટ્રોલ કરવાનું કામ તમારા મગજનો ભાગ ‘હાઈપોથેલેમસ’ કરે છે. જે ‘થર્મોસ્ટેટ’ જેવું કામ કરે છે. જ્યારે ઠંડી પડે ત્યારે તમારું શરીર ઘુ્રજે છે અને મેટાબોલીઝમ વધે છે. જ્યારે ગરમી વધે ત્યારે પરસેવો થાય અને લોહીની નળીઓ પહોળી થાય. આ રીતે શરીરનું ઉષ્ણતામાન યોગ્ય રીતે જળવાઈ રહે છે.

તાવ શા કારણથી આવે ?


જ્યારે તમારા શરીરમાં તાવ ઉત્પન્ન કરનારા તત્વો (પાયરોજન્સ) દાખલ થાય ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિનો તેની સામેનો પ્રતિભાવ (ઇમ્યુન રીસ્પોન્સ) એટલે શરીરના ઉષ્ણતામાનમાં વધારો થાય તેને ‘તાવ’ કહેવાય. પાઈરોજન મુખ્યત્વે શરીરમાં બહારથી દાખલ થાય અને વધે. જેમ જેમ પાયરોજનનું પ્રમાણ વધે તેમ શરીરનું તાપમાન વધે. પાયરોજનની પ્રકાર મુખ્યત્વે ચાર છે.

૧. વાયરસ,

૨. બેક્ટેરીયા,

૩. ફન્ગસ (ફૂગ),

૪. ટોક્સીન્સ (ઝેરી પદાર્થો). હવા-પાણી-ખોરાક મારફતે તે શરીરમાં દાખલ થાય.

શરીરનું તાપમાન કેવી રીતે માપવામાં આવે ?


જુની અને જાણીતી રીત પારાના (મરક્યુરી) થર્મોમીટરથી તાવ માપવામાં આવે છે તે ગણાય. હવે નવા નવા સાધનો નીકળ્યા છે જેવા કે રેક્ટલ પ્રોબ, બેરીંગોસ્કોપ, બ્રોન્કોસ્કોપ અને ચામડી ઉપર લગાડવાના બેલ્ટ. થર્મોમીટર મોઢામાં જીભ નીચે, બગલમાં અથવા તો ગુદામાં રાખીને માપવામાં આવે. નવા મશીનથી પણ રીડીંગ જોવાથી ખબર પડે. ગુદામાં થર્મોમીટરથી લીધેલા માપને મોંમાંથી લીધેલા માપ વચ્ચે ૧.૮ ડીગ્રી ફે. (૦.૬ સે.) જેટલો ફરક આવે. જો ટેમ્પરેચર ૧૦૦.૪ ફે. (૩૮ સે.) થી વધારે હોય તો ‘તાવ’ આવ્યો કહેવાય. ૧૦૦ ફે.થી ૧૦૧ ફે. જેટલું ટેમ્પરેચર ‘લો ગ્રેડ ફીવર’ કહેવાય. જ્યારે ૧૦૪ ફે. થી ૧૦૭ ફે. જેટલું ટેમ્પરેચર ‘હાઈગ્રેડ ફીવર’ ગણાય. આ સિવાય ‘ ‘પ્રોલોન્ગ્ડ ફીવર’’ જે ૧૦૦ ફે થી ૧૦૧ ફે રહે. ૩. ક્રોનીક ફીવર એટલે કે સતત ચાલુ જ રહે જે ચાર દિવસથી ૪૦ દિવસ રહે. ઓછો ના થાય. ૪. ઇન્ટરમીટન્ટ ફીવર જે એક દિવસ હોય બીજે દિવસે ના હોય અને છેલ્લે ૫. રેમીટન્ટ ફીવર તે ચોક્કસ દિવસે આવે અને પાછો જતો રહે. આ સિવાય ૪૦ જેટલા રોગ છે જેને કારણે તમને તાવ આવે. જેમના નામ પ્રમાણે તાવનું નામ કહેવાય. દા.ત. વા ને કારણે તાવ આવે તેનો રૂમેટીક ફીવર

તાવના પ્રકારો


૧. વાઈરલ ફીવર (જે વાયરસથી થાય) જેની ઇમ્યુનીટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા સૌના શરીરમાં હવામાં રહેલા વાયરસ શ્વાસ વાટે જાય ત્યારે આ પ્રકારનો તાવ આવે. આવા તાવની વાયરસનો એન્ટીબાયોટીકથી નાશ થાય નહીં. કેટલાક વાયરસથી થતા તાવના વેક્સીન નીકળ્યા છે. જે સારવારમાં વપરાય છે.

૨. બેક્ટેરીયન ફીવર ઃ શરીરમાં દાખલ થયેલા ચેપના જંતુ જે બેક્ટેરીયા તરીકે ઓળખાય છે તે શરીરના કોઈપણ ભાગમં ચેપ લગાડી અને માનવીને અસ્વસ્થ બનાવી દે. દા.ત. તમારી નર્વસ સીસ્ટમ (મગજ-સ્પાઈનલ કોર્ડ)માં બેક્ટેરીયાનો ચેપ લાગે તો માથું દુઃખે, ડોક સખત (સ્ટીફ) થાય, તાવ આવે અને દર્દીને કાંઈ સુઝ ન પડે. તેને સુસ્તી લાગે, થાક લાગે, ચક્કર આવે. વારે વારે ગુસ્સે થાય. મેનીન્જાઈટીસ (મગજના પડનો સોજો) અથવા તો મગજમાં ચેપ લાગ્યો હોય ત્યારે આવા લક્ષણો થાય. આ જ રીતે તમારા શ્વસનતંત્રમાં બેક્ટેરીયાનો ચેપ લાગ્યો હોય ત્યારે ન્યુમોનીયા અને બ્રોન્કાઈટીસ કહેવાય. આ વખતે ઉધરસ આવે, છીંક આવે, દરદીને શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીમાં કોઈ વાર દુઃખે, તાવ તો હોય જ, ગળામાં હોય તો ઉધરસ આવે, નાકમાંથી પાણી પડે,સાયનસમાં સોજો આવે, તમારી કિડની યુરેટર બ્લેડર અને યુરેથ્રામાં બેક્ટેરીયાનો ચેપ લાગ્યો હોય તો તાવ સાથે પેશાબમાં બળતરા, પેઢુમાં દુખાવો, વારેવારે પેશાબ જવાની ઇચ્છા થાય. તમારા જનનાંગોમાં બેક્ટેરીયાનો ચેપ લાગ્યો હોય તો શિશ્ન અને યોનિ માર્ગમાંથી પરૂવાળો સ્રાવ (ડીસ્ચાર્જ) નીકળે. પાચનતંત્રમાં બેક્ટેરીયલ ઇન્ફેક્શન હોય તો ઝાડા થાય જેમાં પરૂ અને લોહી આવે (મરડો), ઉલટી થાય, પેટમાં દુઃખે, ગોલ બ્લેડર પર લીવર ઉપર સોજો હોય અને એપેન્ડીક્સ પર સોજો આવે. તમારા હૃદયમાં બેક્ટેરીયલ ચેપ લાગે તો ઠંડી લાગે, તાવ આવે, નબળાઈ લાગે, ખૂબ થાક લાગે, ગભરામણ થાય, છેલ્લે ચામડી પર પણ બેક્ટેરીયલ ચેપ લાગે ત્યારે ચામડી લાલ થાય, સોજો આવે, ગુમડા થાય, પરૂ નીકળે, વાગ્યું હોય ત્યાં ચેપ લાગે.

૩. ફન્ગલ ફીવર થ ફન્ગસ એટલે કે ફૂગ તમારા શરીરમાં બેક્ટેરીઆ અને વાયરસની માફક ગમે તે સિસ્ટમને ચેપ લગાડી શકે. આ માટે નિષ્ણાત ડોક્ટરની સલાહ લો અને ખાસ પ્રકારની તપાસ કરાવો. જાણીતા ફન્ગસના નામ કેન્ડીકા, મોનેલીઆસીસ વગેરે છે.

૪. પ્રાણીઓ સાથે કામ કરનારાને પ્રાણીઓથી લાગતા ચેપને લીધે તાવ આવે
ખેડૂત રબારી વગેરે લોકોને તેમના ઢોર, ગાય, ભેંસ, બકરી, ઘેટા વગેરે સાથે ચોવીસ કલાક કામ કરવાનું હોય તેથી તેમને ઢોરમાંથી થતા રોગ ‘બોવાઈન ટી.બી.’ ‘બુ્રસેલોસીસ’ વગેરે ચેપી રોગો થઈ શકે.

૫. મુસાફરી વધારે કરનારાને થતા ચેપી રોગોને લીધે તાવ આવે
કામધંધાને કારણે વતન છોડી વારેવારે બહારગામ દેશમાં કે પરદેશમાં જનારા લોકોને બહારના ખોરાક, હવા અને પાણીમાંથી ચેપ લાગી શકે, જીવજંતુ કરડવાથી પણ ચેપ લાગે.

૬. દવાને લીધે આવતો તાવ (ડ્રગ ફીવર)
કોઈ વાર એન્ટીબાયોટીક, ક્વીનીડીન, આલ્ફા મીથાઈલ ડોપા, આઈસોનીઆઝીક જેવી દવાઓ આપવાથી પણ તાવ આવે.

૭. બ્લડ ક્લોટ ફીવર
કોઈવાર પગની નસમાં લોહી ગંઠાઈ ત્યાં સોજો આવે ત્યારે તાવ આવે. આ ક્લોટ તુટી જાય અને લોહીની નળીઓ ફૂટે અને ત્યાં પણ ચેપ ફેલાય.

૮. વાતાવરણને લીધે આવતો તાવ
બહાર ગરમી હોય ત્યારે હીટ સ્ટ્રોક (લૂ લાગવી) લાગે ત્યારે તાવ આવે. વધારે પડતી કસરત કરી હોય ને પાણી ના પીઘું હોય ત્યારે પણ આવો તાવ આવે.

૯. ઇમ્યુનીટી (રોગપ્રતિકારક શક્તિ) ઓછી થાય ત્યારે આવતો તાવ
કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, સ્ટરોઈડ દવાઓ લાંબો વખત આપે ત્યારે ઓટો ઇમ્યુન ડીસીઝ (ફરતો વા જેવા રોગો), સારકોઈડોસીસ, લ્યુપસ ડાયાબીટીસ, એચઆઈવી

૧૦. અજાણ્યા રોગો (ફીવર ઓફ અનનોન ઓરીજીન અથવા એફએઓ)
રોગનું નામ ખબર ના પડે પણ ડોક્ટરે આપેલી સારવારથી તાવ ઉતરી જાય.
ઉપરના બધા પ્રકારના તાવમાં મુળ કારણ બેક્ટેરીયા, વાયરસ, ફન્ગસ અને બહારના ટોક્સીન શરીરમાં જાય તે જ છે.

તાવનું કારણ કેવી રીતે ખબર પડે

૧. તાવ ક્યારે શરૂ થયો.

૨. તેની સાથે બીજા લક્ષણો છે.

૩. વ્યક્તિની ઇમ્યુનીટી કેવી છે.

૪. હમણાં કાંઈ બહારગામ ગયેલા.

૫. કોઈ દર્દી પાસે વધારે રહેલા.

૬. કોઈ દવા લીધેલી છે.

૭. ઢોરની પાસે વધારે રહેલા ખરા.

૮. કોઈ ઓપરેશન કરાવેલ છે.

૯. કોઈ જુનું દરદ (ક્રોનીક ઇલનેસ)

૧૦. એલર્જી - નિષ્ણાત ડોક્ટર ઉપરની વિગતો લીધા પછી

૧. લોહીની તપાસ માટે બ્લડ કાઉન્ટ, મેલેરીઅલ પેરેસાઈટસની તપાસ. સફેદ કણની સંખ્યાથી ઇન્ફેક્શન વધારે છે કે નહીં

૨. ગળાની તપાસ (સ્ટેપથ્રોટ કલ્ચર)

૩. ગળફાની તપાસ

૪. બ્લડ કલ્ચર

૫. યુરીનની તપાસ.

૬. ઝાડાની તપાસ.

૭. સી.એસ.એફ (સેરીબ્રો સ્પાઈનલ ફ્‌લુઈડ)ની તપાસ

૮. એક્સ-રે.

૯. સીટી સ્કેન

૧૦. એમ.આર.આઈ.

૧૧. લીવરના ટેસ્ટ સીરમ બિલીરૂબીન, એસ.જી.પી.ટી.

૧૨. થાઈરોઈડની તપાસ. આટલી બધી તપાસ કરીને ડોક્ટર તાવનું નિદાન કરી શકે અને પછી સારવાર કરવાનું નક્કી કરે.

તાવની મેડીકલ ટ્રીટમેન્ટ

૧. તાવનું કારણ ખબર પડે તો ચોક્કસ સારવાર કરી શકાય. આમ છતાં ૧૦૧ ફે. થી શરીરનું ઉષ્ણતામાન વધારે હોય તો બરફના પોતા માથા ઉપર રાખવા જોઈએ અને ‘એસીટામીનોફેન’ અથવા આઈબુપ્રોફેન ગોળીઓ તાવનું પ્રમાણ ઓછું કરવા આપવી જોઈએ.

૨. વાઈરલ ફીવર મોટે ભાગે એની મેળે સારવાર વગર એક અઠવાડિયામાં નોર્મલ થઈ જાય છે. આમ છતાં લક્ષણો પ્રમાણે સારવાર કરવી જરૂરી છે. તાવ ઓછો કરવની જવા, ગળાને સુંવાળું રાખવાની દવા આપવી જોઈએ. જો વાઈરસને કારણે ઝાડા કે ઉલટી થયા હોય તો આઈ.વી. ફ્‌લુઈડ (બાટલા ચડાવવા) આપવી જોઈએ. નવી એન્ટીવાઈરલ દવાઓ પણ ડોક્ટરની સલાહ લઈને આપવી જોઈએ.

૩. બેક્ટેરીયલ ઇન્ફેક્શનમાં જેવા બેક્ટેરીયા હોય તેવી ચોક્કસ દવા આપવી જોઈએ. કલ્ચર સેન્સીટીવીટીથી વધારે ખબર પડે.

૪. ફન્ગલ ઇન્ફેક્શન માટે હવે એન્ટી ફન્ગલ દવાઓ મળે છે. નિદાન ચોક્કસ થયા પછી આ દવાઓ લઈ શકાય.

૫. દવાઓથી આવેલા તાવ માટે જે દવા આપતા હો તે બંદ કરી દેવાથી તાવ ઉતરી જશે.

૬. બ્લડ ક્લોટથી તાવ આવ્યો હોય તો દર્દીને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરી સારવાર કરવી જોઇએ.

૭. રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાને કારણે જે કોઇ ચેપ કે રોગે શરીરમાં પ્રવેશ કર્યો હોય તેની સારી સારવાર માટે તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો જોઇએ.

૮. વાતાવરણની ગરમીને કારણે ‘હીટ સ્ટ્રોક’ લાગ્યો હોય તો દર્દીને એસીમાં કપડા કાઢીને સુવાડવો જોઇએ. મોટે ભાગે દર્દી આનાથી સાજો થઇ જશે.

મેલેરીઆ- વાયરલ ફીવર અને ચેપથી થએલા તાવના લક્ષણો

૧. મેલેરીઆમાં ઠંડી લાગે, શરીર ઘુ્રજે, ગોદડા ઓઢાડવાથી પણ ઠંડી જાય નહીં, ટેમ્પરેચર ૧૦૧ં ફે. કે તેથી વધારે જાય. આ તાવ એક દિવસ આવે એક દિવસ ના આવે.

૨. વાયરલ ફીવરમાં ઘડીમાં ૯૯ં ફે. કે ૧૦૦ં ફે. તાવ રહે અને ઘડીમાં ૧૦૧ં ફે. જેટલો થઇ જાય. અઠવાડીએ એમને એમ મટી જાય.

૩. ટાઇફોઇડ તાવ ૧૦૦ં ફે. ૯૯ં ફે. જેટલો રહે વધે નહીં ૧૫થી ૨૦ દિવસ રહે.

૪. ચેપથી લાગેલા તાવમાં ૧૦૧ં ફે. કે તેથી વધારે રહે.

તાવ ના આવે માટે અગમચેતીના ઉપાયો કયા?

૧. બહારથી આવો ત્યારે હાથ અવશ્ય ધોઇ નાખો.

૨. શરદી ઉધરસ વાયરસથી થાય છે માટે ટીસ્યુ પેપર રાખો, જેથી વાયરસથી બીજાને ચેપ ના લાગે.

૩. ખુલ્લો રાખેલો ખોરાક કે રસ્તા પર મળતા ફળોના ને શેરડીના રસ ના પીશો.

૪. શહેરમાં જે પ્રકારના તાવના સમાચાર હોય તે પ્રકારના અગમચેતીના પગલા લેશો.

૫. બનાવટી કે એક્ષપાયર થઇ ગએલી દવાઓ ના વાપરશો.

૬. વાયરસના ચેપથી બચવા નાક અને કાનમાં વેસેલાઇન લગાડો. ગરમ પાણીના કોગળા કરો. આંખ ઉપર પાણી છાંટો.

૭. ખુલ્લો વાસી ખોરાક ખાશો નહીં.

૮. લેબોરેટરી તપાસ કરી ચોક્કસ નિદાન કરી અને પછી તેની સારવાર કરો.

૯. જો તાવ ઉતરે નહીં અને તેને કારણે આખા શરીર ઉપર અસર થાય તો ડોકટરની સલાહ લઇને જરૂર લાગે તો હોસ્પિટલમાં દાખલ થઇ જશો.

૧૦. તાવ ના આવે માટે ઉપરના પગલા લેવા સાથે તમારો રેઝીઝટન્સ (રોગ પ્રતિકારક શક્તિ) વધારો. આ માટે હિમોગ્લોબીન ૧૦૦ ટકા રાખો. નિયમિત કસરત કરો. થોડું ખોરાકનું ઘ્યાન રાખો અને શરીરનું વધારે વજન હોય તો ઓછું કરો.

Saturday, April 21, 2012

જીવન શું છે ?–

જીવન શું છે ?– જીવન એક ખેતર છે. તેજૂઠું નહીં બોલે. તમે એને જેટલુંઆપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપોતો એની પાસેથી તમને કશું નહીંમળે. જીવન ખોટું લગાડતું નથી અનેખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે,જેવું આપો તેવું મળે. જીવનનેતમે શું શું આપ્યું છે? સાચુંકહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે,કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપોપછીજીવનમાં સારા પાકની આશા કેમ રખાય ? /span>
તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ,જીવન ફળ્યું નહિ, તમે છેતરાયા છો, ભરમાયા છો,પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે ?તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી, જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે ? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. જીવન જૂઠું બોલતું નથી.
જીવન જીવવાની જડીબુટ્ટી:
૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો..

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલીવસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ .

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો,રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને(Unconditional)માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, મ ાટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો,તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો. (3) નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.‏

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે
આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવામળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.
__._,_.___

Friday, April 20, 2012

THE GREAT GUJARAT

THE GREAT GUJARAT

THE GREAT GUJARAT

[1] Our State of GUJARAT Situated in western India and bordering Pakistan, Gujarat is among Indias most prosperous states.

[2] Its per capita GDP is 2.4 times the Indian average.
Gujaratis GDP growth rate is 10.6% and India can not achieve 8 percent Growth rate without Gujarat getting closer to 12% growth rate.


[3] If it was a nation it would have been 67th richest nation in the world above many European and Asian economies like Taiwan and Ukraine .
Gujarat holds many records in India for economic development:
20% of India 's Industrial Output
80% of India 's Diamond Production
9% of India 's Mineral Production
50% of India 's Natural Gas Production
54% of India 's Crude Oil Production
22% of India 's exports
24% of India 's textile production
45% of India 's pharmaceutical products
35% of India 's Sponge Iron Production
47% of India 's petrochemical Production

[4] The world's largest ship breaking yard is in Gujarat near Bhavnagar at Alang. Reliance Petroleum Limited, one of the group companies of Reliance Industries Limited founded by Dhirubhai Ambani operates the oil refinery at Jamnagar which is the world's largest grass roots refineries.


[5] Gujarat ranks first nationwide in gas-based thermal electricity generation with national market share of over 8% and second nationwide in nuclear electricity generation with national market share of over 1%.
[6] Over 20% of the S&P CNX 500 conglomerates have corporate offices in Gujarat Over 35% of the stock market wealth of India is with Gujarati People.

[7] In recent Forbes magazine list of 10 richest Indian people four are Gujarati - Mukesh Ambani, Anil Ambani, Azim Premji and Tulsi Tanti Over 60% of Indian Population in North America is Gujarati.

[8] An average income of a Gujarati family in North America is three times more than the average income of an American family.

[9] Gujarat is having the longest sea shore compared to any other Indian state
Gujarat is having the highest no. of operating airports in India (Total 12).
India 's 16% of Investment are from Gujarat.

[10] Gujarat is having highest no. of vegetarian people compared to any other state in India ..

[11] The first ALL VEG PIZZA-HUT was opened in Ahmedabad

[12] Ahmedabad “ the commercial capital of Gujarat is the seventh largest city in India.

[13] Surat is the fastest growing city in the world.

[14] Gandhinagar is the Greenest Capital City in whole Asia

[15] Indian Institute of Management, Ahmedabad(IIMA) is Asia 's 1st and world's 45th ranked management college located in Ahmedabad, Gujarat .

[16] Gujarat is the safest state as the Crime rate of it is 8.2 which is the least in India stated by India Today 2005 report.

[17] Gujarat is having least crime against women among all Indian states where AP is 1st, Delhi is 2nd , Bihar is 3rd , Zarakhand is 4th and UP is 5th.

[18] Ahmedabad which is the seventh largest city in India is the lowest in crime rate among all Tier-I and Tier-II cities of India as per National Crime Records Bureau (NCRB) report.

[19] Ahmedabad is ranked 2nd in Real Estate - Ahead of Bangalore, Chennai, Hyderabad, Mumbai & Delhi.

[20] Ahmedabad is ranked 3rd in Policy Initiatives - Ahead of Bangalore, Chennai, Calcutta, Mumbai & Delhi.

[21] Ahmedabad is ranked 4th in Manpower - Ahead of Bangalore, Chennai, Mumbai & Delhi. Percent of man-days lost in Gujarat due to labor strike are lowest in country - just 0.52%

[22] It is the first state to implement the BOT law for encouraging private sector participation

[23] The first state to have to fully functional LNG terminal

[24] Gujarat has 33 approved SEZs

[25] Gujarat is the first state to interconnect 20 rivers

[26] It is the first state to provide uninterrupted 24hr 2 phase electricity to all villages

[28] It is the only state with statewide gas grid

[29] It is currently implementing statewide water distribution grid that will connect all 14,000 villages and all cities

[30 ]It has largest e-governance network in Asia Pacific

[31] Its agricultural production has been increased four-fold in five years (from USD 2 Billion in 2001-2002 to 7.5 Billion in 2005-2006)

[32] In every corner of Gujarat , within the range of 25 KMs there is a development going on.

[33] Operation WHITE FLOOD (MILK) was initiated in Gujarat by Dr. Kurien which took India in 1998 to become highest milk producer in the world.

[34] Consumption of GOLD in Gujarat is highest in India.

[35] Largest number of immigration & emigration is done from Gujarat.
Also highest Numbers of passports are issued from Gujarat .

[36] Baroda gas project - bringing natural gas to every home - More than 35 years ago they installed pipelines to bring natural gas to every kitchen.

[37] AMUL - NDDB another achievement for Gujarat - it was just fantastic to see how they collected milk early morning from every village in Gujarat . The villagers would line up at 3 in the morning at the milk collection centers!!! What a sight!

[38] According to a recent study by the Reserve Bank of India, the country's central bank, Gujarat stood first in the country with investments of US$17.8 billion in 2006-07 or 25.8% of India 's total investment of $69 billion during the year.The southern state of Andhra Pradesh stood a distant second having attracted $6.1 billion in 2006-07.

[39] Gujarat moved up from second place in 2005-06 having tripled its investments in a year. A report in Times of India describes the Gulf of Kutch as India 's ' Gulf of Riches '. Four top business houses - Reliance Industries, Essar Group, Adani Group and Tata Group, have invested about $34 billion along the Gulf of Kutch's 700-kilometer long coastline. Other corporate, which had invested over $3.26 billion since the 2001 earthquake have investments worth another $19.5 billion in the pipeline.

[40] Ten special economic zones (SEZs) near Jamnagar , a 4000-megawatt power project and five private shipyards are coming up. And massive expansion is being undertaken of the Mundra and Kandla ports.

[41] Gujarat 's 41 ports handle 80% of India 's port traffic and 20% of its cargo. It is estimated that by 2015, Gujarat 's ports will handle 39% of India 's cargo.

[42] Not only has Gujarat unseated Maharashtra as India 's number one investment destination but also, it is threatening to dislodge Mumbai, Maharashtra 's capital and the financial and business capital of India , as the trade gateway to the country.

[43] Mundra port where Indian Oil Corporation and Hindustan Petroleum are setting up giant oil storage capacities has already emerged as India 's largest private oil storage tank farm. Sixty percent of India 's coal imports enter via Mundra port. Mundra's importance is likely to soar further with the completion of mega power plants being set up by Adanis and Tatas.


[44] The volume of cargo handled by Mundra and Kandla ports alone has outstripped that handled by Mumbai's ports - the Mumbai Port Trust and the Jawaharlal Nehru Port Trust. And now Gujarat is nursing ambitions of dislodging Mumbai as India 's financial hub. Its government recently announced the setting up of an international financial services center, the Gujarat International Finance Tech-City with an investment outlay of $6 billion in Ahmedabad.


[45] Forbes Magazine published list of Top 20 Self-Made Business-Men from Asia The list includes 6 men from India and out of 6 three are Gujarati - Tulsi Tanti, Gautam Adani and Uday Kotak. -Posted by Lignesh Gandhi on April 20, 2012

Top cricketers' earnings over 60 years

Top cricketers' earnings over 60 years--V ery interesting

1950s
Playing Fee per Test Rs. 250
Brand endorsements: None, except G. S. Ramchand, the first cricketer to endorse a brand. But he was paid no cash for his modeling.
1960s
Playing Fee per Test Rs. 400.
Brand endorsements:
Mansur Ali Khan Pataudi for jewellery, Taj Mahal Tea.
Farokh Engineer, who got Rs.25 for Brylcream ad.
1970s
Test Fee Rs. 500 - 700.
ODIs Rs. 500 per match.
Brand Endorsements:
Sunil Gavaskar, Eknath Solkar for Philips cycles. An ad fetched roughly Rs. 2,000.00
1980s
PLAYING FEE PER TEST RS.7,500.00
ODIs Rs. 5,000 per match
Brand Endorsements:
Sunil Gavaskar, Kapil Dev for BSA SLR cyccles, Palmolive cream. An ad fetched about Rs.3,000.00
1990s
Playing fee per Test Rs. 3 lakh
ODIs Rs.50,000 per match.
Brand Endorsement:
Kapil Dev, Sachin for Boost, Hero Honda. An ad fetched about Rs.50,000.
2000s
Annual Contract:
Grade A Rs. 1 crore
Grade B Rs. 50 lakh
Grade C Rs. 25 lakh
Playing fee per Test Rs. 4 - 7 lakh
ODIs Rs. 1.8 - 4 lakh
T20 Rs. 1 - 2lakh

Brand Endorsements:
Sachin Tendulkar Rs.180 crore deal with Iconic in 2006.
M.S.Dhoni Rs.210 crore deal with Rhiti Sports Management in 2010.

RUN MACHINES OR MONEY MACHINES??

M. S. DHONI
BCCI annual contract Rs.1 crore
Match fee Rs.1.86 crore
Endorsements Rs. 150 crore from 23 brands
IPL Rs. 9 crore

SACHIN TENDULKAR
BCCI annual contract Rs. 1 crore
Match fee Rs. 85 lakh
Endorsements Rs. 60 crore from 17 brands.
IPL Rs. 9 crore

GAUTAM GAMBHIR
BCCI annual contract Rs.1 crore
Match fee Rs. 94 lakh
Endorsements Rs. 5 crore from three brands.
IPL Rs.11 crore

All information according to India Today of 13 Feb, 2012.

Thursday, April 19, 2012

શબ્દો વગર સમજે તે જીવનસાથી

શબ્દો વગર સમજે તે જીવનસાથી

લગ્ન્ જીવનમાં મેળવવા કરતા આપવાની ભાવના જ સંબંધને પરિપકવ બનાવે છે. એના માટે તમારા પાટર્નરની પસંદ નાપસંદનું પણ ધ્યાન રાખો. મોટે ભાગે દરેક લોકો એવુ જ ઈચ્છે છે કે તેમને એવા લાઈફ પાર્ટનર મળે જે તેમની ભાવનાઓ અને ઈચ્છાઓને સમજે, પરંતુ લાઈફ પાર્ટનરની પણ કેટલીક ઈચ્છાઓ હોય તે પણ એવા જ સપનાં જોતા હશે કે તેમના પાર્ટનર પણ તેમને સમજે. મૌન પણ ભાષા બને છે કોક દિ જોજો, શબ્દ પણ જ્યારે સાવ ચીલો ચાતરે. લગ્ન્નો સંબંધ એ આખા જીવનભરનો સંબંધ છે. તેમાં પ્રેમ અને વિશ્વાસ મેળવવા માટે પણ સામે પ્રેમ અને વિશ્વાસ આપવો પડે છે. શું ધ્યાન રાખશો સંબંધને વધુ મજબૂત કરવા માટે ? જ્યારે પણ કોઈ અણગમતી વાત બને તો તરત જ રીએક્ટ ના કરતા સામેના વ્યક્તિની બધી જ વાત પૂરી સાંભળો પછી શાંતિથી વિચારીને જવાબ આપો. તમારા જીવનસાથીને નાની નાની કઈ વાતથી ખુશી મળે છે તે વસ્તુઓને મહત્વ આપો અને તે કરો, આ જીણી જીણી વાતો ઘાઢ આત્મીયતા બાંધી આપશે આપની વચ્ચે… એકધાર્યુ જીવન ના જીવતા અમુક અમુક સમયે લાઈફ પાર્ટનર માટે સરપ્રાઈઝનું આયોજન પણ કરતા રહો. તમારા બિઝી શિડ્યુલમાં પણ દિવસનો ચોક્કસ સમય તમારે લાઈફ પાર્ટનર માટેનો રાખવો જોઈએ, જેમા તમે તેમની સાથે તમારી અંગત પળો શેર કરી શકો. જો લાઈફ પાર્ટનરથી કંઈ ભૂલ થાય તો તેને જાહેરમાં ના જણાવતા એકાંતમાં એ બાબત પર તેમનું ધ્યાન દોરો અને જાહેરમાં જે તે પરિસ્થિતિને સંભાળી લો. દરેક વખતે ફરિયાદ ન કરતા, તે જ સમયે શાંતિથી તેની સમક્ષ પોતાની વાત રજુ કરો. સામેના વ્યક્તિની ખુશી માટે થોડુ જતુ કરવાની ભાવના રાખો, તમારા વિચારો બીજા પર થોપવાની કોશિશ ના કરો. દરેક વ્યક્તિમાં સારા અને નરસા ગુણ હોય છે, તેથી તમારા લાઈફ પાર્ટનરનાં સારા ગુણોને મહત્વ આપો અને બીજાની આગણ તેની અવગણના ન કરો. આવી નાની નાની લાગતી બાબતો પણ જીવનને ઘણી ઉંચાઈ પર લઈ જતી હોય છે.

Sunday, April 15, 2012

પુરતી ઉંઘ નહીં લો તો કેટલા બધા નુકશાન થશેઃ--

પુરતી ઉંઘ નહીં લો તો કેટલા બધા નુકશાન થશેઃ--


૧. તમારા વિચારો ‘કુંઠીત’ થઈ જશે. તમારે માટે અથવા બીજાને માટે તમે ‘સારું’ (પોઝીટીવ) વિચારી જ નહીં શકો ‘ખોટું’ (નેગેટીવ) વિચારશો. આ પરિસ્થિતિ ખરાબ ગણાય. ખાસ કરીને તમને તમારે માટે ભવિષ્ય ખરાબ અને અણગમતું બનવાનું છે. એવા જ વિચારો આવશે. આ ઉપરાંત તમારી પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ-નાક-જીભ-કાન અને ત્વચા)ના કાર્યોમાં ૫૦ થી ૬૦ ટકા જેટલો ઘટાડો થઈ જશે. તમારી એકાગ્રતા જતી રહેશે. નાની મોટી રોજની બાબતોમાં તમે ભુલ કરી બેસશો કશું યાદ નહીં રહે. અંગ્રેજી શબ્દ પ્રમાણે તમે ‘ડમ્બ’ અને ‘‘ઈડીયટ’’ બની જશો.


૨. ઉંઘ ઓછી લેવાથી તમારો ‘‘રીએક્શન ટાઈમ’’ અને ‘‘રીફલેશીસ’’ ઓછા થઈ જશે એટલે જો તમે ડ્રાઇવીંગ કરતા હશો ત્યારે એકસીડંટ થશે. તમે કોઈ નોકરી કરતા હશો તો તમારું કામ ચિવટથી નહીં કરી શકો અનેક ભૂલો કરશો કદાચ આને કારણે નોકરી પણ જાય.


૩. જો પુરતી ઉંઘ નહીં લો તો તમારી જાતીય શક્તિ ઓછી થશે. તમારા લોહીનું (પુરૂષોમાં) ‘ટેસ્ટોસ્ટરોન’ લેવલ ઓછું થઈ જશે જેની અસર તમારી જાતીય શક્તિ ઉપર પડશે. સ્ત્રીઓમાં માસિક ધર્મ (પીરીઅડ)ના પ્રોબ્લેમ થશે. બાળકનો જન્મ થવામાં અને ગર્ભધારણ કરવાની શક્તી ઓછી થશે. તમારી ચામડીમાં કરચલી પડશે અકાળે ઘરડા બની જશો.


૪. પુરતી ઊંઘ નહીં લેવાથી તમારો ‘માનસિક તનાવ’ (સ્ટ્રેસ) વધી જશે. જલદી ગુસ્સે થઈ જશો. શારીરિક અને માનસિક રીતે થાકી જશો. કામમાં ઘ્યાન નહીં રહે ડીપ્રેશન (હતાશા) આવશે.


૫. બે-ચાર દિવસ ઊંઘ નહીં આવી હોય તો તમે વહેલા ઉઠી નહીં શકો. ઉઠો ત્યારે જાતા (ફ્રેશ) નહીં ‘‘ઉંઘરેટા’’ લાગશો. મોં ઉપર સોજા (થેથર) આવી ગયા હશે. ચામડી ઢીલી કરચલીવાળી થઈ જશે સ્ટ્રેસ હોર્મોન વધારે નીકળવાને કારણે તમારા હાડકા અને સાંધા ઢીલા થઈ જશે. ઉંઘી જાઓ છો ત્યારે શરીર નવા કોષ ઉત્પન્ન કરી અંગોને ‘રીપેર’ કરે છે. આ વખતે શરીરને નુકશાન કરનારા તત્વો (ટોક્સીન્સ) શરીરની બહાર કાઢી નાખવાનું કામ શરીર સારી રીતે કરી શકે છે.


૬. તમારી યાદ શક્તિ ઉપર જો તમે પૂરતી ઊંઘ નહીં લો તો ખૂબ અસર પડે છે. મગજના કોષને પૂરતું લોહી નથી મળતું માટે તે કામ કરી શકતા નથી.


૭. પૂરતી ઉંઘ નહીં લો તો મૃત્યુ વહેલું આવશે કારણ ેક એને લીધે તમારી રોગ પ્રતિકારકશક્તિ ઓછી થઈ જાય છે અનેક ચેપી રોગોનો તમે ભોગ બનો છો. શરદી ઉધરસ, ઝાડા, ઉલટી, તાવ, ટી.વી., કમળો, જેવા રોગો તમને થાય છે.


૮. ઉંઘ ઓછી આવશે તો તમારૂં વજન વધશે શરીરમાં ‘લેપ્ટીન’ નામનો પદાર્થ વધશે અને ‘ધે લીન’ નામનો પદાર્થ ઘટશે. ‘લેપ્ટીન’ વધે તો ભુખ વધારે લાગશે અને વધારે ખાવાથી વજન વધશે. ‘ધેલીન’ ભુખને કાબુમાં રાખે છે તે ઓછો હોવાથી ગળ્યા અને ચરબીવાળા પદાર્થો ખાવાની ખૂબ ઇચ્છા થશે. બીજી બાજુ ઉંઘ ઓછી હોવાને કારણે તમને શરીરમાં એટલી બધી સુસ્તી લાગશે કે જેને લીધે તમે કોઈ પણ શારીરિક શ્રમ કે કસરત નહીં કરી શકો અથવા તો કરવાનું મન નહીં થાય પરીણામે વજન વધશે.


૯. તમારી નિશ્ચય શક્તિ (ડીટરમીનેશન) અને દરેક વસ્તુ સરળતાથી કરી શકવાનો આત્મવિશ્વાસ (કોન્ફીડન્સ) ઉંઘ ઓછી લેવાથી જતો રહેશે અને તમારો પ્રોગ્રેસ અટકી જશે.


૧૦. ઉંઘ ઓછી લેવાથી તમને મોટા રોગો-હાર્ટડીસીઝ ડાયાબીટીસ-બ્લડપ્રેશર-કેન્સર થવાની શક્યતા ખૂબ વધી જશે અને તમારૂં અકાળે મૃત્યુ થશે.
યાદ રાખો ઃ


પુખ્ત વયના સ્ત્રી-પુરૂષને છથી આઠ કલાક સાઉન્ડ સ્લીપ (પૂર્ણનીન્દ્રા) લેવી જરૂરી છે ભૂખ લાગવી-ઉંઘ આવવી - બીક લાગવી અને મૈથુન (સેક્સ) આ ચાર આવેગ છે. જેમાં ઊંઘ એ શારીરિક અતી આવશ્યક બાબત છે તેમાં અવરોધ કરવાનું જાણી જોઈને કરશો નહીં.

Saturday, April 14, 2012

Gujarati - Suvichar

સુવિચારોનું વૃંદાવન ... ૧ (સુરેશ દલાલ)
કેટલાક માણસો ફરિયાદ કર્યા વગર જીવી શક્તા નથી. હોઠ પર લીપ્સટીક ચોપડી હોય, એમ ફરિયાદનો ઘેરો રંગ જ હોય છે.
આ ફરિયાદ કરનારા માણસો મૂળથી અસંતોષી હોય છે.
સ્વીકૃતિની કોઈ ભૂમિકા નથી હોતી, એને પલાંઠીય વાળવી છે અને ચાલવું પણ છે.
એને ગોળ ગરમ પડે છે અને ખાંડથી શરદી થાય છે.
*
દરેક વાતની ફરિયાદ કરવી એ જ્યારે સ્વભાવ થઈ જાય છે ત્યારે માણસે પોતે પોતા વિષે વિચારવું જોઈએ.
*
જીવદયા ઉઘરાવવી એ જાતનું અપમાન કરવા જેવી વાત છે.
*
શારીરિક પીડા કે માનસિક યાતનાનું જાહેરમાં લિલામ ન કરાય.
*
ઈશ્વરના વર્ચસ્વ આગળ મનુષ્યના સર્વસ્વનો કાંઈ અર્થ નથી
*
નામ એ તો આપણું ઓળખપત્ર, પણ આપણા નામની પાછળ આપણી વાસના અને અહંકાર સંકળાયેલા છે.
*
ઈશ્વરે સૃષ્ટિ સર્જી અને છુપાઈ ગયો. ક્યાંય એણે પોતાનું નામ લખ્યું નથી.
નામ વિના પણ એનું સ્મરણ થયા કરે: ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની.’
નામને વસ્ત્રની જેમ ઉતારી નાખવું એના જેવો કોઈ મોટો ત્યાગ નથી.
*
માણસ મરણ પામે પછી પચાસ વરસે એની કૃતિ કોઈને યાદ રહે એ કીર્તિ. બાકી નામ એનો નાશ છે અને
એટલે જ માણસે પોતાના નામને ભૂલીને, ભૂંસીને અ–વિનાશ તરફ જવું જોઈએ.
*
આપણે ભગવાનને આપણા અહમ્ ને અનુકૂળ આવે અને આપણી સગવડો સચવાય એવા ચમત્કારોની સરહદમાં બાંધી દીધા છે.
*
ટૂંકા અને સગવડિયા રસ્તાની શોધમાં બધા જ નીકળી પડ્યા છે.