Monday, May 21, 2012

This can Affect more than just your heart..!!

This can Affect more than just your heart..!! Most heart patients already know high blood pressure can mean disaster for their heart health.? But here's what they don't know?? Having high blood pressure can also wreak havoc on your brain, kidneys, and eyes?? Here's the scary part... High blood pressure can quietly damage these vital organs for years before you see any symptoms. If left unchecked, this silent killer can leave you with a disability. Or worse, it can lead to a heart attack or stroke. That's because your heart, brain, eyes, and kidneys all depend on blood flow. It supplies them with life-giving nutrients and oxygen?? Healthy arteries are strong and flexible. They're smooth on the inside. This lets blood flow freely. With high blood pressure, however, it's a different story. The increased pressure can damage the lining of your arteries' walls. This can lead to atherosclerosis (hardening of the arteries), heart disease, and stroke. The constant pressure can also cause a section of the arterial wall to enlarge, causing an aneurysm in the aorta or brain. It's the same story with the kidneys and eyes. High blood pressure is the most common cause of kidney failure. And in the eyes, this arterial damage can cause serious vision problems due to fluid buildup or nerve damage. Unfortunately, mainstream medicine's solution to this is side-effect laden drugs like beta blockers, ACE inhibitors, calcium-channel blockers, and diuretics. Some of the unpleasant effects of taking these medications include: - Constant fatigue - Weakness - Shortness of breath - Depression - Impotence - Chronic dry, hacking cough - Swollen ankles - Kidney damage Fortunately, you don't need medications to protect your heart or even reduce your blood pressure. You can do it naturally, with inexpensive foods and supplements. For starters, you should get your blood pressure measured. Most grocery stores and pharmacies have a station where you can get it checked for free. Otherwise see your doctor.? Once you know your scores, take a look at the chart below and see where you fall between the normal and high blood pressure (hypertension) range: Blood Pressure Stages Systolic Diastolic Normal <120 <80 Pre-Hypertension 120-139 80-90 Stage One Hypertension 140-159 90-99 Stage One Hypertension 160+ 100+ Next, you can use any one of these four natural alternatives to reduce or even prevent high blood pressure: Garlic ¬ This tasty herb contains sulfides that help relax your arteries. This lets blood flow more freely. In fact, a study in the Proceedings of the National Academy of Sciences found that garlic can relax blood vessel tension by an amazing 72 percent.1 For maximum benefit, eat one to two cloves of fresh garlic per day. If you'd rather use a supplement, choose one that gives you at least 3,600 mcg of allicin, ¬garlic's active compound?? Hawthorn : This herb has been used for centuries as a heart tonic. Just like garlic, it works to relax the blood vessels. It does this by inhibiting enzymes called angiotensin-converting enzymes. (They are what cause your blood vessels to constrict.) Prescription drugs like ACE inhibitors work the same way ¬ with far more dangerous side effects. In one clinical trial, hawthorn effectively reduced diastolic blood pressure. I recommend you take 1,000 mg of hawthorn extract daily. CoQ10:¬ About 50 percent of patients that come to me on high blood pressure meds have stopped taking them just by supplementing with CoQ10. A study published in the European Journal of Clinical Nutrition confirms what I've seen in my own practice. Researchers gave CoQ10 to diabetic patients. Not only did their blood sugar improve, so did their blood pressure.3 This powerful and amazing antioxidant works by supplying your heart with the critical energy it needs to pump blood throughout your body. Without CoQ10, your heart would literally stop beating. I suggest you take 50 to 100 mg of the potent form of CoQ10 known as ubiquinol. Quercetin ¬: This powerful antioxidant is off most doctors' radar screens. It's a "flavanoid" that's found in foods like apples, onions, red grapes, and leafy greens. In one study, researchers gave 22 people with high blood pressure quercetin for four weeks. At the end of the study, they showed significant improvement.4 The easiest way to get more quercetin is to eat more fruits and leafy green veggies. Otherwise, you can get a supplement at your local health-food store. I recommend 300 to 750 mg per day. My friends have put together a special report that covers these and many other natural high blood pressure remedies most people ¬ even most doctors ¬ have never even heard of. It's called "The High Blood Pressure Remedy Report: How to Cure Your High Blood Pressure Naturally Without Drugs."� I've never seen a more comprehensive report on how to naturally: - Prevent and reduce high blood pressure - Protect your heart, kidneys, eyes, and brain - Wean yourself off costly and harmful drugs like beta blockers - Reduce your risk of heart attack or stroke If you're at all concerned about your heart health and overall health, I highly recommend you check it out.

Tuesday, May 15, 2012

માતૃદિને વહાલી માને વંદન કરીએ

માતૃદિને વહાલી માને વંદન કરીએ જય ગજજર, C.M., M.A. ‘માતૃદેવો ભવ’ એ શબ્દો’ અંતરના ઊંડાણમાંથી ઉચ્ચારી બે હાથ જોડી વંદન કરી આપણને આ ધરતી પર એક માનવ તરીકે જન્મ આપનાર એ માને યાદ કરીએ. એના સદા સુખ માટે એક સાચા સંતાન બની રહેવાનો સંકલ્પ કરીએ. મા તે મા બીજા બધા વગડાના વા. મીઠા મધુ ને મીઠા મેહૂલા રે, લોલ, એથી મીઠી મોરી માત રે, જનનીની જોડ જગે નહિ જડે રે લોલ. આવા તો કેટલાય શબ્દોમાં કવિઓએ માનું મહત્ત્વ સમજાવ્યંુ છે. મા નિર્મળ વહેતી સરિતાને શોભાવે એવા પ્રેમનું અખૂટ ઝરણું છે જે સદા પળે પળે પ્રેમની ગંગા વહાવે છે. માની સરખામણી કોઈ સાથે કદી ન થઈ શકે. માનવ હોય કે પશુ હોય કે પંખી હોય મા એના સંતાન માટે જીવન ખર્ચી નાખે છે. મા એના સંતાનને સ્તનપાન કરાવે છે, ઉછેરે છે, પળે પળે કાળજી લે છે, સંસ્કારોનું સિંચન કરે છે, પોતે ભૂખી રહી દીકરા કે દીકરીને ખવડાવે છે. ‘ઓ મા, તારું ૠણ અમે કેવી રીતે અદા કરી શકીએ?’ હે મા! પુરાણ કાળથી તારા મહત્ત્વને સમજાવતાં ‘માતૃ દેવો ભવ’ કહી તને દેવ સાથે સરખાવી છે. ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ કહેનાર ઋષિમુનિઓએ માને દેવ ગણવા, દેવ જેવો આદર આપવા જણાવ્યું છે. જેણે નવ નવ મહિના દુઃખ વેઠી સંતાનને જન્મ આપી, દિવસ કે રાત જોયા વિના જાતને નિસ્વાર્થ પણે ઘસી નાખી સંતાનોના જીવનને ઘડયાં છે એ સંતાનો માબાપને ધુત્કારે કે હડસેલી મૂકે એવા દાખલા સમાજમાં જોઈએ છીએ ત્યારે એવા લોકો પ્રત્યે સ્વાભાવિક જ તિરસ્કાર જાગે છે. એક સંસ્કારી અને સુધરેલી માતા સો શિક્ષકોની ગરજ સારે છે એ સત્ય કદી ન ભૂલીએ. માને કોઈ વૃધ્ધાશ્રમમાં ભૂખી, તરસી મોતના દિવસો ગણતી વિલાપ કરતી હતપ્રાય દશામાં દિવસો ગુજારતી હોય ત્યારે એના મુખમાંથી શબ્દો સરી પડે, ‘જનની જણે તો જણજે કાં દાતા કાં સૂર નહિતો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર.’ ત્યારે એ માને દોષ ન દેવાય, બલ્કે દય ખવાય. એવાં સંતાનો માટે ધિકકારની લાગણી સર્જાય તો સમાજ ખળભળી ઉઠે કે ધરતીકંપના આંચકાઓથી ધરતી ધ્રૂજે નહિ તો બીજું થાય પણ શું? આખરે આપણા પુરાણોમાં ધરતીને એક માતા કહી છે. એક મા બીજી માનું દુઃખ જોઈ શકતી નથી. આ મા એટલે શું? સંતાન માટે જીવનનું બલિદાન આપે તે મા. બાળકને જન્મ આપી મા એનું જીવન ઘડે છે. સમાજ સામે ઝઝૂમવા તૈયાર કરે છે. સમાજ સામે રક્ષણ કરે છે. સ્વરક્ષણ માટે તૈયાર કરે છે. ધર્મના અને આદર્શના મહામૂલા પાઠ ભણાવે છે. સુંદર હોય કે કદરૂપો હોય, ડાહ્યો હોય કે ગાંડો હોય, શિક્ષિત હોય કે અભણ હોય, ગરીબ હોય કે તવંગર હોય- માના ઉછેરમાં કે દષ્ટિમાં કોઇજ ફેર નથી પડતો. એક સંતાન હોય કે સાત સંતાન હોય, માને મન બધાજ સરખા. ભગવાને માનું દિલ ઘડી એક મહાન સર્જન કર્યું છે. સર્જનહારે પ્રેમનો મહાસાગર સજર્યો છે. એટલે જ યુગોથી માનું મહત્ત્વ એક દેવ સમાન ગણાયું છે. આવી માને યાદ કરી જાહેરમાં આદર કરવાનું મહત્ત્વ છેલ્લાં કેટલાંક વર્ષોથી પશ્ચિમના દેશોના પ્રભાવ અને અનુકરણને પરિણામે આપણે ત્યાં અસ્તિત્વમાં આવ્યું છે. વર્ષો પહેલાં ગ્રીસમાં અને પછી ઈંગ્લેન્ડમાં ‘મધર્સ ડે’ એટલે કે માતૃદિનની ઉજવણીની શરૂઆત થઈ હતી. નોર્થ અમેરિકામાં જાહેરમાં સન્માનનો પ્રારંભ આજથી લગભગ સો વર્ષ પહેલાં થયો હતો. ધીરે ધીરે માના સન્માન અને આદરની વાતો બહુ પ્રચલિત થઈ એટલે જ મધર્સ ડે જેવા દિવસે માને પૂજનીય ગણી સન્માનવાની પ્રથા અમલમાં આવી. આ વર્ષે ‘મધર્સ ડે’ રવિવાર તારીખ ૧૩મેએ આવે છે. ઉત્તર અમેરિકામાં ‘મધર્સ ડે’નો આરંભ ૧૯૦૮માં થયેલ એટલે આ વર્ષે એને ૧૦૪ વર્ષ પૂરાં થાય છે. અન્ના રેવિસ જાર્વીસના અવસાન પછી એની દીકરી અન્ના રેવિસે એની માની સ્મૃતિમાં માતૃદિન ઉજવવાની ઝુંબેશ શરૂ કરી. જેણે ચર્ચની સન્ડે સ્કુલમાં વીશ વર્ષ શિક્ષણ આપવા માટે ગાળ્યાં હતાં તેના પાદરીએ એના આવા સરસ વિચારને આવકાર્યો. અને પ્રથમ માતૃદિનની ઉજવણી વેસ્ટ વર્જિનિયાના ગ્રેફટોનના એન્ડૃ મેથડિસ્ટ ચર્ચમાં અને પેન્સિલવાનિયાના ફિલાડેલ્ફિયાના ચર્ચમાં ઉજવવામાં આવેલ. એ વખતે વેસ્ટ વર્જિનિયાના મહોત્સવમાં ચારસોને સાત લોકોએ ભાગ લીધો હતો અને તે દરેકને અન્નાની માને ગમતા સફેદ પુષ્પની લહાણ કરવામાં આવી હતી. આજે ‘મધર્સ ડે’ના દિવસે સફેદ પુષ્પ મૃત માના સન્માર્થે અપાય છે અને જીવંત માનું સન્માન ગુલાબી અથવા લાલ પુષ્પથી કરાય છે. આ મેથડિસ્ટ ચર્ચ આજે પણ અસ્તિત્વમાં છે પણ ૧૯૬૨થી એ આંતરરાષ્ટ્રિય માતૃદિન મંદિર તરીકે ઓળખાય છે. ૧૯૦૮માં અમેરિકાની સેનેટે માતૃદિનને રાષ્ટ્રિય રજાના દિવસ તરીકે ઉજવવા અને ચર્ચમાં માતાઓને સન્માન આપતાં ભજનો કરવા ઠરાવ કરેલ પણ એ દરખાસ્ત પસાર ન થઈ. જો કે ૧૯૦૯મા અમેરિકાના ૪૮ રાજયો, કેનેડાના કેટલાક રાજયો અને મેકિસકોએ આ દિન ઉજવવામાં ભાગ લીધો. આમ વેસ્ટ વર્જિનિયાને આ દિનના પ્રારંભ માટે યશ જાય છે. ૧૯૧૪થી નોર્થ અમેરિકામાં મે મહિનાના બીજા રવિવારે માતૃદિન ‘મધર્સ ડે’ તરીકે ઉજવવાનો પ્રારંભ થયો. જે માને કુખેથી આપણે જન્મ લીધો છે તે મા પરમ વંદનીય છે. આપણી સંસ્કૃતિમાં ધરતીને પણ માતા કહેવાય છે. ધરતીમાતાના આપણે સંતાન છીએ. આજના માતૃદિને આપણી માતાને વંદન કરી હરખભેર ગાઈએ, ‘પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાઉં તો ઘણું.’ અને આપણી માને સદા સન્માનીએ. કદી એની આંખોમાં આંસું ન આવે તે જોવા એક સાચા સંતાન બની રહીએ અને ઉદાત્ત જીવન જીવવાનો ગર્વ થાય એવા સંતાન બની રહીએ. એ સાથે માતૃદેવો કહી એ વહાલી માને હૃદયપૂર્વક વંદન કરી સદા સન્માનીએ અને પૂજીએ. અમારાં બા ડાહીબેનને આજે યાદ કરી અમે ગર્વ અનુભવીએ છીએ. ખૂબ પરિશ્રમ વેઠી અમારામાં સંસ્કાર રેડી આ ધરતી પર લાવનાર હે મા તારું ઋણ કેવી રીતે અદા કરી શકીએ? આજ તું સામે નથી પણ અમારા અંતરમાં તો છે અને સદા રહેશે એક દેવની જેમ. માતૃદેવો ભવઃ

Sunday, May 13, 2012

ઈશ્વર અને પૂજાઃ હિન્દુઓમાં શું છે?

ઈશ્વર અને પૂજાઃ હિન્દુઓમાં શું છે? શંકરાચાર્ય, તે અગાઉના આચાર્યો અને તે પછીના આચાર્યોએ આ બાબતમાં અનેક ચર્ચાઓ અને તે ચર્ચાઓ માટે યાત્રાઓ કરી છે. વેદોના સમયમાં અગ્નિની ઉપાસના થતી, યજ્ઞો થતા. તે પછી રુદ્ર અને શિવલિંગની, શાલીગ્રામ લિંગ અને મૂર્તિમાન પ્રતિકોની પૂજા થવા માંડી. અવતારો આવ્યા, અને અવતારી પુરુષોની મૂર્તિઓ બનવા માંડી અને પૂજા થવા માંડી. અગાઉની પૂજાઓ પણ ચાલતી અને નવું પણ ચાલતું. વિવાદો પણ થતા. સંઘર્ષ તો દૂર્ભાગ્યે અને ક્વચિત જ થતો. સૂર્યની પૂજા થઈ. તો સૂર્યની પાછળ રહેલા અદૃશ્ય દેવ વિષ્ણુની પણ પૂજા થઈ. કૃષ્ણની થઈ અને રામની પણ થઈ. આ સૌની અને બધાની પૂજા ચાલુ રહી. જેને જે ગમ્યું તે કર્યું. ન થયો કોઈ વિરોધ કે કંકાશ. તે પછી પરમ બ્રહ્મ સહજાનંદ સ્વામી આવ્યા. અને સાંઈબાબા પણ આવ્યા. સત્યસાંઈ બાબા પણ આવ્યા. કોઈ વિસંવાદ કે વિખવાદ કે જુદાઈ નહીં. તમે તમારી રુચિ પ્રમાણે ઈશ્વરના જે સ્વરુપને પૂજવું હોય તેને પૂજો. કારણકે ઈશ્વર તો "નેતિ નેતિ" છે. તે નિર્ગુણ નિરાકાર છે. એટલે કે તે કોઈની ઉપર ઉપકાર કરતો નથી. તેણે એવી ગોઠવણ કરી છે કે કર્મના ફળ મળે. કર્મ ફળ મનુષ્યયુક્ત સમાજને મળે અને સમાજયુક્ત મનુષ્યને મળે. માનવું હોય તો માનો. ન માનવું હોય તો ન માનો. ઋણં કૃત્વા ઘતં પિબેત, (દેવું કરીને પઠ્ઠા થાઓ) કે ઘૃષ્ટં ઘૃષ્ટં પુનઃ અપિ પુનઃ ચંદનં ચારુ ગંધં. ચંદનની જેમ ઘસાઈ ઘસાઈને સુવાસિત બનો. રવિશંકર મહારાજના શબ્દોમાં કહી તો ઘસાઈને ઉજળા થાઓ. એટલે કે ભોગ આપીને બીજાને સુખી કરો. બીજા ધર્મોમાં શું છે?જ્યારે બીજા ધર્મોમાં જુઓ. યહુદીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમોના ઈશ્વર તો એક જ છે. યહોવાહને (ઈશ્વરને) સૌ કોઈ માને છે. પણ યહુદીઓ ઈશુને ઈશ્વરના પૂત્ર ન માને. અને આ બાબતનો મોટો ઝ્ગડો છે, અને પરિણામે યુદ્ધો અને કતલો પણ છે. મુસ્લિમો ઈશુને પયગંબર માને પણ ઈશ્વરના પૂત્ર ન માને. તે ઉપરાંત મુસ્લિમો, મોહમ્મ્દ સાહેબને છેલ્લા પયગંબર માને. ખ્રીસ્તીઓ મોહમ્મદ સાહેબને પયગંબર ન માને અને કુરાનને પણ ન માને. આ ત્રણ મુદ્દાઓ ઉપર વિખવાદ, યુદ્ધો અને કતલો થઈ. આ બધાનું કારણ શું? કારણકે તેમના ધર્મની વ્યાખ્યા ભારતીયોની વ્યાખ્યા કરતાં જુદી જ છે. પાશ્ચાત્યની ધર્મની વ્યાખ્યા ધર્મમાં ભેદ પાડે છે. આ ધર્મોમાં ઈશ્વર "આ'વો અને આ'વો જ છે" આ માનશો તો જ ઈશ્વર ખુશ થશે. અને જો ઈશ્વરને ખુશમાં રાખશો તો તે તમારું બધું માફ કરી દેશે. કારણ કે તે નહેરુવીયન કોંગ્રેસી અને તેમના મળતીયા અને રાજકારણીઓની જેમ દયાળુ છે. તે તમારી સાત પેઢીને તારી દેશે. ઈશ્વર કંઈ કૌટિલ્યની જેવો જડ નથી કે પોરસરાજા જેવા રાષ્ટ્રભક્ત રાજાના દિકરાને દગો કરવા બદલ,તેના બાપની શેહ શરમ રાખ્યા વગર, હાથીના પગ નીચે કચડાવી નાખે. પૂજા પદ્ધતિઓહવે બીજી એકવાત. પૂજા પદ્ધતિઓ પણ બદલાતી રહી. પહેલાં કુદરતી તત્વો અને વિશ્વદેવના,વિશ્વ હિતના જ યજ્ઞો થતા. પછી જનહિત ના યજ્ઞો થવા લાગ્યા. પછી સ્વ હિતના યજ્ઞો થવા લાગ્યા. જનહિતના યજ્ઞોને, સ્વહિતના યજ્ઞો કરવાવાળાઓ જ્યારે ધ્વંશ કરવા માંડ્યા ત્યારે સંઘર્ષો થયા. પણ પછી સંધિ સમાધાન થયાં. અને અત્યારે કોઈ તે બાબતનો ઝગડો ઉભો કરતું નથી. એટલું જ નહીં, પણ આ વાત કોઈને યાદ પણ નથી. જ્યોતિષીઓ જ કહે છે કે તમારી યોની રાક્ષસ છે અને તમારી યક્ષ છે. તમારી દેવ યોની છે અને તમારી ગાંધર્વ છે. અને તેમાં કોઈને ખોટું પણ લાગતું નથી. આમ તો મનુસ્મૃતિ માન્ય ગણાય છે. પણ કોઈ એ પ્રમાણે વર્તતું નથી. એક કાળે ઋષિઓ મનુને પૂછવા ગયા કે માંસ ખવાય કે નહીં?મનુએ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમાય અને તે ઋષિઓથી ખવાય? પછી આ મનુને ઈશ્વરની વઢ ખાવી પડી. ઈશ્વરની વઢ ઋષિઓએ પણ ખાધી કારણ કે તેમણે અયોગ્ય વ્યક્તિને પૂછ્યું. આ વઢની જેમને ખબર પડી તેમણે માંસ છોડ્યું અને બાકીનાએ ચાલુ રાખ્યું. વાત પૂરી. જોકે નોન વેજ ખાવું કે ન ખાવું તેની ચર્ચા આજે પણ ચાલે છે. પણ તલવારો ખેંચાતી નથી. તોરાટ, બાયબલ અને કુરાન વિષે આમ નથી. કંઈક વાંકુ પડ્યું એટલે તમે કોણ અને અમે કોણ?તમે જુદા અને અમે જુદા. તલવારો હબોહબ ખેંચાણી હતી અને કતલો થઈ હતી. આજે પણ બોંબ ફુટે છે અને ફૂટશે. ધર્મનો અર્થહવે જો તમે પાશ્ચાત્ય સંસ્કારોમાં ઉછર્યા હો એટલે ધર્મનો અર્થ તેઓના સંસ્કાર પ્રમાણે કરો અને તેને વળી યુનીવર્સલ ગણો. યુનીવર્સલ (સર્વવ્યાપક) ગણો અને વળી હિન્દુધર્મને પણ ઉંડાણમાં ઉતર્યા વગર લપેટમાં લઈ લો તે અન્યાય જ નહીં, અનાચાર જ નહીં પણ દુરાચાર પણ ગણાવી શકાય. હાલ જોકે હિન્દુઓમાં બાબાઓએ વાડાઓ કર્યા છે અને એકબીજાને જુદા પાડે છે પણ કોઈ ધર્મિક વૈચારિક સંઘર્ષ થતા નથી. સંપત્તિની બાબતમાં થાય છે. પણ તે કંઈ હિન્દુ ધર્મના સંસ્કારમાં ન આવે. હિન્દુધર્મ લયબદ્ધ કરે છેહિન્દુધર્મ એ તત્વજ્ઞાન, જગતની પ્રકૃતિ અને ઈતિહાસનો સમન્વય છે. જેમ પદ્ય એ સંવાદને લયબદ્ધ કરેછે, તેમ હિન્દુ સંસ્કાર કહો તો સંસ્કાર અને ધર્મ કહો તો ધર્મ, સમાજને લયબદ્ધ કરે છે. હાલની બ્રીટીશ - નહેરુવીયન કોંગ્રેસે સર્જેલી ભારતની પરિસ્થિતિ પરોઠના પગલાં જેવી છે તે વાત જુદી છે. તેનું મૂખ્ય કારણ નિરક્ષરતા (ભણેલાઓની નિરક્ષરતા પણ આવી જાય), ગરીબી,અને પરિસ્થિતિજન્ય સ્વકેન્દ્રીપણું છે.

Friday, May 4, 2012

નિર્દોષ સારવાર પદ્ધતિ એસીડ અને આલ્કલાઈન ડાયેટ

નવી નિર્દોષ સારવાર પદ્ધતિ એસીડ અને આલ્કલાઈન ડાયેટ ફિટનેસ - મુકુંદ મહેતા તમને કોઈ વખત કાંઈ ગમતું નથી. નાના મોટા દુખાવા શરીરમાં થાય છે. કોઈવાર ગભરામણ થાય છે. ખોટા વિચારો આવે છે. કોઈ વાર તાવ આવે, વજન વધતું જાય. કોઈવાર એસીડીટી થાય અને કોઈ વાર ચક્કર પણ આવે. ડોક્ટરને બતાવો કે બધી જાતની તપાસ કરાવો ત્યારે બઘું નોર્મલ નીકળે. તમે એ બધી તકલીફો માટે અનેક જાતના અખતરા પણ કરો. થોડો વખત સારું પણ લાગે. વળી પાછા હતા ત્યાંના ત્યાં. તમને એમ પણ થાય કે તમને જ એકલાને આવું કેમ થાય છે. તમે આજે આવી બધી નાની મોટી તકલીફોનું કારણ જાણવા માગો તો જાણી લો કે આમાં તમારા શરીરના ‘પી.એચ.’નો વાંધો છે. પી.એચ. એટલે શું ? પી.એચ. એટલે ‘પાવર ઓફ હાઈડ્રોજન’ જે તમારા શરીરની આલ્કલીનીટી અને એસીડીટી માપવા વપરાય છે. પી.એચ.-૭ એ ન્યુટ્રલ (તટસ્થ) કહેવાય. તમે જે ખોરાક ખાઓ છો તેનું પાચન (મેટાબોલીઝમ) થયા પછી જે કચરો (એશ) વધે તેનું પી.એચ. ૭ નીચે હોય તો તે એસીડીટી કહેવાય અને પી.એચ. ૭ ઉપર હોય તો આલ્કલાઈન કહેવાય. જે ખોરાક આપણે ખાઈએ છીએ તેના બે પ્રકાર આ રીતે નક્કી થાય. એક પ્રકાર આલ્કલાઈન ખોરાક અને બીજો પ્રકાર એસીડીક કહેવાય. ડોક્ટરો અને ડાયેટીશીયનો દર્દીને વજન ઓછું કરવા અથવા કોઈ રોગ માટે જે ખોરાક લેવાની સલાહ આપે છે. તે કોઈ વાર પુરેપુરો એસીડીક હોય અથવા પુરેપુરો આલ્કલાઈન હોય જેનાથી શરીરમાં ફાયદો થવાને બદલે નુકસાન થાય. જો એકલો એસીડીક ખોરાક તમે લો તો ‘એસીડોસીસ’ થાય અને એકલો આલ્કલાઈન ખોરાક લો તો ‘આલ્કલોસીસ’ થાય. પી.એચ.જાણીને ખોરાકનું સાચું બેલેન્સ કેવી રીતે કરવું તે જાણો કોઈપણ પ્રવાહી એસીડીક હોય કે આલ્કલાઈન હોય. વળી આલ્કલાઈનને પ્રયોગશાળાની ભાષામાં બેઝીક કહેવાય. શરીરમાં રહેલા બધા જ પ્રવાહી જેવા કે લોહી-હોજરીમાંથી નીકળતો એસીડ-પાચકરસો-પેશાબ અને પ્રવાહી તરીકે લેવામાં આવતા પાણી, દૂધ, દાળ, સુપ, ફળના અને શાકભાજીના રસો, સોફ્‌ટ ડ્રીંક, લીંબુનું પાણી, નારંગીનો રસ, નદી અને સમુદ્રનું પાણી બધાને પી.એચ.ના સ્કેલ (માપ) પર માપવામાં આવે તો ૦ થી ૧૪ સુધી ગણાય. ૦ એટલે ખુબ એસીડીક અને ૧૪ એટલે ખુબ આલ્કલાઈન. હોજરીના એસીડનું પી.એચ. ૧ ગણાય. સોફ્‌ટડ્રીંક ૩.૫ ગણાય પાણીનું પી.એચ. ૭ (ન્યુટ્રલ) ગણાય. લોહીનું ૭.૪ ગણાય, દરીયાનું પાણી ૮.૫ અને ખાવાના સોડાના પાણીનું ૧૨ પીએચ ગણાય. આદર્શ ખોરાકનું પી.એચ. ૭.૩૫ થી ૭.૪૫ હોવું જોઈએ. આગળ જણાવ્યું તે પ્રમાણે ખોરાક એસીડ ઉત્પન્ન કરનાર છે કે આલ્કલી તે ખોરાકની શરીર પર શું અસર થાય છે તે જાણીને નક્કી કરવામાં આવે છે એટલે કે પાચન થયા પછી બાકી રહેલ કચરાના પી.એચ.થી નક્કી કરવામાં આવે છે. દા.ત.લીંબુનો રસ કે નારંગીનો રસ એસીડીક (ખાટો) ગણાય પણ શરીરમાં જાય ત્યારે આલ્કલાઈન ‘એશ’ રહે. એસીડ ઉત્પન્ન કરનાર ખોરાક શરીને એક હાઈડ્રોજન ‘આયન’ આપે ેએટલે શરીર વધારે એસીડીક બને જ્યારે આલ્કલી ઉત્પન્ન કરનાર ખોરાક એક હાઈડ્રોજન ‘આયન’ શરીરમાંથી લઈ લે એટલે શરીર વધારે આલ્કલાઈન બને. આલ્કલાઈન ડાયેટની પૂર્વભૂમિકા જોઈએ આપણા વડવાઓ અત્યારે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના કરતાં સાવ જુદા પ્રકારનો ખાતા હતા. તે વખતે ‘પ્રોસેસ’ કરેલો બજારમાં મળતો ખોરાક ખાવાનો રિવાજ નહોતો. એ જ રીતે પ્રાણીજ ખોરાક - માછલી, ઈંડા, મીટ, ચીકન પણ બને તેટલા ઓછા પ્રોસેસ કરેલા લેવામાં આવતા હતા. અનાજ આખું ખાવાનો (લોટ ચાળ્યા વગરનો, કઠોળ તેના ફોતરા (કવર) સાથે રીવાજ હતો. દૂધ-ચીઝ વગેરે પણ ખોરાકમાં પ્રમાણસર લેવામાં આવતા હતા. મીઠું અને ખાંડનું પ્રમાણ ખોરાકમાં ઓછું લેવાતું હતું. આ બધા જ ખોરાક જે શરીરમાં જાય ત્યારે એસીડ ઉત્પન્ન કરે. તાજા ફળો અને લીલા શાકભાજી ખાવાનો રીવાજ ઓછો થઈ ગયો. આ પણ એક કારણ છે. આલ્કલાઈન ડાયેટ શા માટે લેવો જોઈએ અમેરિકાના ‘નેચરોપથી’ પ્રેક્ટીસ કરનારા ડોક્ટર પાર્વાએ ટોલાએ ‘હાઉ ટુ ગેટ વેલ’ પુસ્તકમાં લખ્યું છે કે જો આજનો ખોરાક જે મુખ્યત્વે એસીડીક છે તે લેવાથી ૧. ખુબ અશક્તિ લાગે, ૨. મોમાં ખુબ લાળ ઉત્પન્ન થાય, ૩. નાક વારેવારે ભરાઈ જાય, ૪. ગળું બેસી જાય, ૫. તાવ આવે, ૬. સુસ્તી લાગે, ૭. વારેવારે શરદી અને ઉધરસ થાય. ૮. માનસિક તનાવ વધે. ૯. ગુસ્સો વધે, ૧૦. ચક્કર આવે. ૧૧. સાંધાનો વા થાય, ૧૨. ફરતો વા થાય, ૧૩. માથું દુખે, ૧૪. કેન્સર થાય, ૧૫. સ્ત્રીઓમાં ઓવરીના સીસ્ટ થાય. આ સિવાય અનેક પ્રકારની તકલીફો પણ થાય નહી માટે જ ડૉ. પાર્વા આલ્કલાઈન ખોરાક લેવાની સલાહ આપે છે. આ સિવાય અમેરિકાના બીજા નેચરોપેથ ડોક્ટરો - ડૉ. મેરી રૂથ અને ડૉ. યોથીહીડા પણ પોતાના દર્દીઓને ખુબ ચરબીવાળો, ખૂબ ખાંડવાળો, ખૂબ તળેલો અને તીખો મરી મસાલાવાળો ખોરાક ખાવાની સલાહ નથી આપતા. આ બધા ખોરાક એસીડીક છે અને તેથી શરીરમાં અનેક પ્રકારના રોગો થાય છે. ખોરાકમાં એક ભાગ એસીડીક અને ચાર ભાગ આલ્કલાઈન હોય તે આદર્શ છે. એમ ડૉ. પાવો જણાવે છે. આ ઉપરાંત જે લોકો કસરત કરતા હોય તેમના શરીરમાં એસીડ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય માટે આવા લોકોએ વિશેષ કરીને આલ્કલાઈન ખોરાક લેવો જોઈએ. આલ્કલાઈન ખોરાક લેવા માટેની બીજી નવી માહિતી ૧. ઉંમર લાયક વ્યક્તિઓને પગ દુખવા, નસ ચઢી જવી, પગ ઉપર સોજા આવવા, સાંધા દુખવા, અને થાક લાગવો આ બધા લક્ષણો ઉંમરને કારણે થાય છે તેવું તેઓ માને છે પણ આ વાત બરોબર નથી. તેમનો ખોરાક એસીડીક વધારે છે અને આલ્કલાઈન ઓછો છે. ૨. સમાજના મોટા ભાગની વ્યક્તિઓને આલ્કલાઈન ખોરાકની વાત ખબર જ નથી. ડોક્ટરો આ વિષે જાણે છે પણ તેઓ આ કામ ‘નેચરોપથી’ પ્રેક્ટીસ કરનારાનું છે માટે આ અંગે મોટે ભાગે દર્દીઓને પુરી સમજ આપવાનું ટાળે છે. ૩ દવાની કોઈ પણ સીસ્ટમ હોય (એલોપથી, હોમિયોપથી, આયુર્વેદ) તે દવા ઉપર આધાર રાખે છે જ્યારે આ નવી જાતની પદ્ધતિમાં ફક્ત ખોરાકની એસીડીટી અને આલ્કલીનીટી નક્કી કરીને દર્દીની નાની મોટી તકલીફ દુર કરવાની હોય છે અને આ પદ્ધતિમાં નુકસાન થવાનો કોઈ પણ જાતનો ભય નથી. ૪. મોડર્ન મેડીસીનના પ્રેક્ટીસ કરનારા ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ નવી જાતની પદ્ધતિમાં હજુ પ્રયોગ કરવાના બાકી છે. સો ટકા વિશ્વાસ થાય એવી વાત નથી. ૫. જો ખોરાક એસીડીક હશે તો તમારું શરીર (આંતરડા) મીનરલ્સ અને વિટામિન અને બીજા પૌષ્ટિક તત્વો એબ્સોર્બ નહી કરી શકે. આની અસરથી ઘસારો થયેલા અંગોના કોષ રીપેર નહીં થાય. અને શરીર દુષીત પદાર્થો બહાર કાઢી નહી શકે અને તેને કેન્સર થવાની શક્યતા વધી જશે. ૬. હવે તમારી પાચન શક્તિ ઓછી થઈ હોય. વજન વધતું હોય, શરીરમાં વારે વારે રોગ થતા હોય તો આ નવી થીયરીનો પ્રયોગ કરવો જોઈએ. આલ્કલાઈન અને એસીડીક ખોરાકની યાદી આલ્કલાઈન શાકભાજી ૧. મુળાની ભાજી ૨. બીટ ૩. બ્રોકોલી ૪. કોબીજ ૫. ગાજર ૬. ફલાવર ૭. સેલરી ૮. રીંગણા ૯. લીલાવટાણા ૧૦. લીલા ચણા ૧૧. લીલી ભાજી૧૨. લસણ ૧૩. લેટુસ ૧૪. મશરૂમ ૧૫. ડુંગળી ૧૬. મુળા ૧૭. કોળુ ૧૮. પાલખની ભાજી ૧૯. ઉગાડેલા કઠોળ ૨૦. શક્કરીયા ૨૧. ટમેટા ૨૨. જ્વારા આલ્કલાઈન પ્રવાહી ૧. એપલ સાઈડર ૨. તાજો ફળનો રસ ૩. તાજો શાકભાજીનો રસ ૪. લસ્સી આલ્કલાઈન ફળો ૧. સફરજન ૨. જરદાલુ ૩. કેળા ૪. બોર ૫. ટેટી ૬. ચેરી ૭. લીલા નાળીયેર ૮. ખજુર ૯. અંજીર ૧૦. દ્રાક્ષ (લીલી) ૧૧. ફણસ (ગ્રેપ ફ્રુટ) ૧૨. લીંબુ ૧૩. નારંગી ૧૪. તરબુચ ૧૫. પીચ ૧૬. પેર ૧૭. પાઈનેપલ ૧૮. સુકી દ્રાક્ષ ૧૯. રાસ્બરી ૨૦. સ્ટ્રોબેરી ૨૧. લીલી આમલી ૨૨. આંબલા આલ્કલાઈન પ્રોટીન ૧. બદામ ૨. બાજરી ૩. ટોફૂ આલ્કલાઈન મસાલા ૧. લીલા મરી ૨. તજ-તમાલપત્ર ૩. આદુ ૪. રાઈ-મેથી આલ્કલાઈન મિનરલ્સ ૧. કેલશ્યમ પીએચ ૧૨ ૨. મેગ્નેશિયમ પીએચ ૯ ૩. પોટાશ્યમ પીએચ ૧૪ ૪. સોડિયમ પીએચ ૧૪ એસીડીક શાકભાજી ૧. મકાઈ ૨. લીલી તુવેર ૩. ઓલીવ ૪. શંિગોડા એસીડીક ફળો ૧. જાંબુ ૨. ડબાના ફળો ૩. પ્લમ એસીડીક અનાજ ૧. જવ ૨. ઓટમીલ ૩. ઘઉંનું થુલુ ૪. મકાઈનો લોટ ૫. ઘઉંનો લોટ ૬. મેંદો ૭. મેંદાની બ્રેડ ૮. નુડલ્સ ૯. ચોખા ૧૦. ચોખાની વાનગી ૧૧. સ્પગેટી ૧૨. ઘઉંના કોટા (વ્હીટ જર્મ) ૧૩. ઘઉં એસીડીક ડેરી પ્રોડક્ટ ૧. માખણ ૨. ચીઝ ૩. આઈસક્રીમ એસીડીક કઠોળ ૧. સુકા વટાણા ૨. સુકા ચણા ૩. સુકા વાલ ૪. સુકા રાજમા ૫. સુકા ચોળા ૬. તુવેરની દાળ ૭. સોયાબીન ૮. સોયા મીલ્ક ૯. સુકા મગ એસીડીક સુકોમેવો ૧. કાજુ ૨. મગફળી ૩. ચિલગોજા ૪. અખરોટ એસીડીક એનીમલ પ્રોટીન ૧. મીટ ૨. બીફ ૩. માછલી (કોડ) ૪. ચીકન ૫. લોબસ્ટર ૬. ઓઈસ્ટર ૭. ઇંડા ૮. શેલફીશ ૯. શ્રીંમ્પ ૧૦. ટ્યુના માછલી ૧૧. સારડીન માછલી ૧૨. સાલમન માછલી એસીડીક પ્રવાહી ૧. બીયર ૨. વાઈન ૩. કોકાકોલા ૪. કોફી એસીડીક દવાઓ ૧. એસ્પીરીન ૨. ઉંઘની દવા ૩. તમાકુ ૪. જંતુનાશક દવાઓ ૫. બધી જ દવાઓ એસીડીક તેલ અને ચરબી ૧. માખણ ૨. કેનોલા ઓઈલ ૩. મકાઈનું તેલ (કોર્ન ઓઈલ) ૪. અળસીનું તેલ ૫. ઓલીવ ઓઈલ ૬. સેફલાવર ઓઈલ ૭. તલનું તેલ ૮. સનફલાવર ઓઈલ એસીડીક પ્રોસેસ ફૂડ ૧. કેચઅપ ૨. કોકો ૩. કોફી ૪. સોફટડ્રીંક ૫. વિનેગર ૬. કોર્ન સીરપ ૭. સફેદ ખાંડ ૮. આર્ટીફીશ્યલ સ્વીટનર્સ આટલું જાણ્યા પછી આલ્કલાઈન (આલ્કલીનાઈઝીંગ) અને એસીડીક (એસીડીફાઈંગ) ખોરાક વિશેની નીચેની સુચનાઓ ઘ્યાન રાખશો. ૧. પરમેશ્વરે વિપુલ પ્રમાણમાં અનાજ, કઠોળ, લીલા શાકભાજી, તાજા ફળો માનવ જાતના અસ્તિત્વને ટકાવી રાખવા આ પૃથ્વી પર આપેલા છે. બને ત્યાં સુધી તે બધાનો ઉપયોગ કુદરતી ફોર્મમાં કરો. ૨. બજારમાં મળતા તૈયાર (પ્રોસેસ્ડ) ખોરાક, ઘણીવાર તળેલા, તીખા, ખાટા, ખારા, મીઠા જંકફૂડ સ્વાદમાં ભાવે પણ તેનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરો. ૩. ઉપરની યાદી જોઈ એક ભાગ એસીડીફાઈંગ અને ચાર ભાગ આલ્કલાઈનાઈઝીંગ ખોરાકનું પ્રમાણ જાળવીને તમારા રોજના ખોરાકનું આયોજન કરશો. ૪. કોઈપણ સામાન્ય શારીરિક તકલીફ માટે જાતે ડોક્ટર બની ધરમાં રાખેલી દવાઓ લેવાની અથવા ડોક્ટરને ત્યાં દોડીને જવાની ટેવ કોઈકવાર જોખમકારક નીકળે નહીં તેનું ઘ્યાન રાખો. ૫. આ નવી પદ્ધતિ નિર્દોષ વૈકલ્પીક સારવાર (ઓલ્ટરનેટીવ થેરેપી) છે. જાતે પ્રયોગ કરી શકશો.

Thursday, May 3, 2012

"દિકરી વ્હાલનો દરીયો" -- krishnkant m. dave

“પ્રકાશ, આમ આકાશ તરફ મીટ માંડીને શું જોઈ રહ્યા છો, આ તમારી દવા અને દૂધ પી લો. રાતના અગિયાર વાગ્યા છે એટલે જલ્દી સુઈ જઈએ” જ્યોતિબેને કહ્યું. પ્રકાશભાઇએ આકાશને નિહાળતા નિહાળતા જવાબ આપ્યો, “જ્યોતિ, આ આકાશને જો તો ખરી ! આજે અમાસ છે, ચન્દ્ર વિના પણ આકાશ ઝમઝગતું લાગે છે!” તમે પણ શું આ ફિલોસોફી લઇને બેઠા છો. અરે! આદિત્ય, શશાંક દિકરા તમે! તમને આજે જોઇને અમને બહુ ખુશી થઇ. આજે ઘણા દિવસ પછી રાત્રે બધ! સાથે બગીચામાં બેસીને વાતો કરીશું. પણ આ શ્વેતા અને ચાંદની ક્યાં ?” મોટા દિકરા આદિત્યએ કહ્યુ, “મમ્મી એ લોકો હમણા આવતા જ હશે અને અમારે એક અગત્યની વાત કરવી છે, વાત એમ છે કે હુ, શ્વેતા, શશાંક અને ચાંદની અમે સહુએ મળીને એક નિર્ણય લીધો છે કે અમે પોત-પોતાના સ્વતંત્ર મકાનમાં જતાં રહીએ.” આ સાંભળતા જ પ્રાકાશભાઇના હાથમાંથી ગ્લાસ સારી પડ્યો ને આંખો સામે જાણે ક્ષણવાર અંધકાર છવાઈ ગયો અને પછી કંઈક રુંધતા સ્વરે કહ્યું, “બેટા, અહિંયા પણ તમને સ્વતંત્રતા તો છે તો પછી આ રીતે…” ત્યાં વચ્ચેથી જ વાત કાપીને નાના દિકરા શશાંકે કહ્યું, “પપ્પા અમે રૂમની સ્વતંત્રતાની વાત નથી કરતા. તમે સમજો, અમને પણ કંઇક ઇચ્છા હોય કે અમારું એક સ્વતંત્ર ઘર હોય, અમારી દુનિયા અમે પોતે બનાવીને એમાં ખુશીથી રહીએ.” જ્યોતિબેનના હ્રદયના ધબકારા બે ઘડી થંભી ગયા અને આંખોમાંથી પરાણે રોકેલા આંસુઓ આપમેળે નીકળી ગયા અને માંડ એટલું બોલી શક્યા કે, “અમારા તમને આશીર્વાદ છે, તમે જ્યા પણ રહો ખુશ રહો. તમારી ખુશીમાં જ અમારી ખુશી છે.” શશાંકે કહ્યું : “મમ્મી, પપ્પા તમે ખોટા ઇમોશનલ થાઓ છો. તમારે ગર્વ કરવો જોઇએ કે તમારા દિકરા જાતે પોતાની રીતે સેટલ થવા માંગે છે.” મોટા દિકરાની વહુ શ્વેતાએ આદિત્યને કોણી મારીને વાત જણાવવા ફોર્સ કર્યો એટલે તેણે જણાવ્યું, “પપ્પા અમે બંગલો તો જોઇ રાખ્યો છે. બસ અમારી પ્રોપર્ટીનો હિસ્સો અમને આપી દો એટલે કાલથી જ અમે રહેવા જતા રહીએ.” “હવે તમે બધું નક્કી જ કરી લિધું છે તો મારે શું કહેવાનુ હોય! હું કાલે જ સહી કરી આપીશ.” શશાંક તરત જ હરખ થી બોલ્યો, “પપ્પા યુ આર ગ્રેટ. તમે વાતને આટલી સરળતાથી સ્વિકારી લીધી? થેંક્યુ વેરી મચ.” આમ છોકરા-વહુ તો ગુડ નાઇટ કહીને ચાલ્યા ગયા, પણ એકલા દંપતિ માટે આ રાત્રી વધુ અંધકારમય બની અને બન્ને પોતાના આત્મસુરને આખી રાત રેલાવતા રહ્યા. પ્રકાશભાઇ : “જ્યોતિ, આ ચંન્દ્ર વગરની રાત્રીમાં હવે કાંઇ જ સુઝતું નથી. પહેલા જેવો ઝગમગાટ કે શીતળતા પણ અનુભવાતા નથી.” જ્યોતિબેનઃ”ચન્દ્ર ન હોય ને ચન્દ્રની ખોટ સાલે તોય ત્યાં ફ!નસ થોડું ટીંગાડાય છે? અને આપણા જીવનનો ઉજાસ તો આપણી દિકરી છે, હા, વિજેતા આપણી દિકરી એ જ આપણા જીવનની આશા છે, એ જ આપણો સહારો છે.” આ જ આશાએ રાત્રી વીતી ગઇ દિકરા-વહુ તો પ્રોપર્ટી લઇને સ્વતંત્ર થઇ ગયા ને કેટલાક દિવસો પણ વીતી ગયા અને એક સવારે અચાનક જ ડોરબેલ વાગી. પ્રકાશભાઇએ બારણું ખોલ્યું તો સામે વિજેતા ઉભિ હતી. વિજેતાઃ “પપ્પા કેમ ચોંકી ગયા ને? એટલે જ તો મેં તમને સરપ્રાઇઝ આપી. મમ્મી ક્યાં છે?” અવાજ સાંભળીને જ્યોતિબેન તો દોડીને રસોડામાથી બહાર આવ્યા. જ્યોતેબેનઃ “અરે! વિજેતા, તુ તો સાવ દુબળી થઇ ગઇ છે. તારી ફાઇનલ પરીક્ષા કેવી ગયી?” પ્રકાશભાઇ કહે, “આપણી દિકરી હવે પાયલટ બની જ ગઇ છે. પણ અમને પ્લેન માં ક્યારે બેસાડે છે હે?” વિજેતાઃ “બહુ જ જલ્દી. પપ્પા મને બરાબર યાદ છે, તમને પહેલેથી જ પ્લેનમાં બેસવાનો બહુ શોખ છે. મારા હાથમાં પ્લેન આવે એટલે સૌથી પહેલા હું તમને બન્નેને જ બેસાડીશ.” “હા બટા, આમેય અમારા અરમાનોને પહેલેથી તું જ તો પુરા કરતી આવી છે.” વિજેતાઃ “મમ્મી, આદિત્યભાઇ, શશાંકભાઇ અને ભાભી બધા અલગ રહેવા જતા રહ્યા ને? મને એ જાણીને ખુબ દુઃખ થયું, ને એમના પર ગુસ્સો પણ આવ્યો. પણ તમે તો ખુશ છો ને?” મમ્મીઃ “કેમ નહી? આ ઉંમરે હવે અમારી રીતે જીવવાનો આનંદ છે. અને એમની ખુશી એ જ અમારી ખુશી છે.” “ધેટ્સ લાઇક એ ગુડ પરેન્ટ્સ, મમ્મી, બોલો શુ રસોઇ કરવ!ની છે? આજ્થી તમે કોઇ પણ કામ નહી કરો. હવે હું આવી ગઇ છું” “અરે પણ તુ હજી થાકીને આવી છે, થોડો આરામ તો કરી લે.” “મમ્મી હું આકાશમાં ઉડતા શીખી છું, પણ જમીનમાં રહેવાનુ ભુલી નથી.” – આમ વિજેતાના આવવાથી રોનક છવાઇ ગઇ. એક મહિના પછી વિજેતાને પયલોટ સન્માન-સમારોહનું આમંત્રણ મળ્યું. ત્યા તેણે પોતાની સફળતાનો બધો યશ તેના માતા-પિતાને આપ્યો. પ્રકાશભાઇએ વિશાળ જન સમુદાય તરફ દ્રષ્ટિ કરીને કહ્યુઃ “નમસ્કાર, હું આજે મારી દિકરી વિજેતા ન પિતા તરીકે અહીં સંબોધું છું. દિકરી અમારું ગૌરવ છે. એ નાનપણથી જ અમારી બધી વાતનું ધ્યાન રાખતી આવી છે. પપ્પા તમારા સ્વાસ્થ્ય માટે આ સારું છે. પપ્પા તમારી બધી વસ્તુઓ તૈયાર છે, મમ્મી લાવો હું તમને મદદ કરું. આજે એ પાયલટ બની ગઇ છે અને અમને ગૌરવ અપાવ્યું છે. દિકરી તો અમારો કિનારો છે.” “ઘણી વખત સાંભળુ છું કે દિકરીની ગર્ભમાં જ હત્યા કરી નંખાય છે, આવુ પાપ કરતાં કેમ જીવ ચાલતો હશે? દિકરી તો બે ઘરને ઉજાળનાર ફળ દિપક છે. દિકરો અમારો દિકરો, બૈરી લાવે ત્યાં સુધી…. દીકરી અમારી દિકરી, અમે જીવીએ ત્યાં સુધી” “સ્ત્રી તો આ સંસાનો આધાર છે. સ્ત્રી વિહોણી દુનિયાની કલ્પના પણ કંપાવી દે છે. તમે એને નહીં ભણાવો તોય એની મેળે ભણશે, જાતે આગળ વધશે અને તમારું નામ રોશન કરશે.” “હું તો કહું છું કે તમારે દિકરો હોય દિકરી ન હોય તો ઇશ્વરને માનતા કરજો. મારી દિકરી મારું ગૌરવ છે જ. તમે પણ આવું ગૌરવ પામશો. આથી અંતરની લાગણીથી કહું છું કે, “શબ્દ હ્રદયથી સર્યો- દિકરી વ્હાલનો દરીયો.”