Sunday, December 30, 2012

દાન આપવું, દાનનો મર્મ …


દાન આપવું, દાનનો મર્મ …


નદી ખુદ પોતાનું પાણી નથી પીતી, વૃક્ષો ખુદ પોતાના ફળો નથી ખાતા, ફૂલો સ્વયં પોતાની સુવાસ નથી લેતા, વર્ષા ઋતુ પોતે પોતાની વર્ષાથી ઉગાવેલ અનાજ નથી કારણ કે સદગૃહસ્થ અને સજ્જનોનો સ્વભાવ છે કે પોતાની પાસે પોતાનું જે કાંઇ સર્વોત્તમ છે તે પ્રકૃતિના અન્ય પરિબળોને આપી દેવાનું. પ્રકૃતિની જેમ માણસે પણ દેવાનું શીખવું જોઈએ. 

પરંતુ દેવું એ સારું છે તેમ છતાં પણ દેવા માટે મનુષ્ય નકાર કરતો રહે છે. દાન શબ્દ યુગો યુગોથી ભારતીય સંસ્કૃતિમાં વણાયેલો છે. ઋષિમુનિઓના શિક્ષાદાન, મહારાજા શિબિના દેહદાનથી લઈ આજ દિવસ સુધી અનેક પ્રકારના દાનનું પ્રતિબિંબ સમાજદર્પણમાં પડતું રહે છે તેમ છતાંયે દાન એટ્લે શું? શું કંઇ દાન દેવાની પણ કલા હોય શકે કે તેવા અનેક પ્રશ્નો સદાયે આપણાં મનમાં ઉઠતાં હોય છે. આપણાં સમાજમાં, આપણાં ધર્મમાં, આપણાં શાસ્ત્રોમાં દાન દેવાનાં અને દેવાનાં અનેક પ્રકારો બતાવ્યાંમાં આવ્યાં છે.        

જેમ કે કન્યાદાન, અન્નદાન, લક્ષ્મીદાન, શિક્ષા દાન, ગૌદાન.......ગુપ્ત દાન એમ ગણ્યા ગણાય નહીં તેટલા દાન આપણાં વેદો અને ઉપનિષદમાં વર્ણવેલા છે. આપણે પણ અનેક પ્રકારના દાન એક યા બીજી રીતે કરીએ પણ છીએ તેમ છતાં જો દાન શબ્દનો અર્થ શું છે તે સામાન્ય રીતે આપણને ખબર હોતી નથી. ઉપનિષદમાં દાનનો શાબ્દિક અર્થ બતાવતાં કહેલું છે કે દા એટ્લે કે દેવું અને ન એટ્લે કે નકારવું. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું દઈને નકારવાનું છે? સંતો અને વિદ્વાનો કહે છે કે મનુષ્યમાં સુસુપ્ત એવી એક અહંકારની વૃતિ રહેલી છે જ્યારે દેનાર કંઇ દેવા માટે નીચે નમે છે ત્યારે તેનામાં રહેલી અહંકારની વૃતિ જાગૃત થઈ ઊઠે છે જેને કારણે તે મનુષ્ય ગર્વિત થઈ ઊઠે છે આથી આપણાં ધર્મ પુસ્તકો કહે છે કે દાન દઈને પોતાનામાં રહેલા ગર્વ અને અહંકારને નકારવાનો છે. હિન્દુ ધર્મ સહિત અન્ય ધર્મોમાં પણ સુપાત્રને દાન કરવાનું મહત્વ રહેલું છે, પરંતુ અહીં એક પ્રશ્ન એ પણ થાય કે કોને દેવું જોઈએ અને કોને ન દેવું જોઈએ, તેમજ દેવું હોય તો ક્યારે દેવું જોઈએ?

દાન દેવાની બાબતમાં મહાભારતમાં એક પ્રસંગ બતાવેલો છે. જેમાં મહારાજ યુધિષ્ઠિર પાસે મોડી બપોરે એક યાચક દાન લેવા માટે આવ્યો ત્યારે મહારાજ યુધિષ્ઠિરે બીજે દિવસે આવવાનું કહ્યું જ્યારે ભીમે આ વાત જાણી ત્યારે તે અત્યંત હર્ષિત થઈ કહેવા લાગ્યો કે આજે મોટાભાઈએ કાલ પર વિજય મેળવી લીધો છે કારણ કે આવતી કાલે તેઓ દાન દેવા માટે તેઓ હાજર રહેશે તે વાતની તેમને જાણ થઈ ગઈ છે. ભીમની આ વાત મહારાજ યુધિષ્ઠિરની સમજમાં આવી ગઈ કે દેવા માટે આવતી કાલે તે વ્યક્તિ અને પોતે પણ જીવિત હશે કે નહીં તે વાત તેઓ જાણતાં નથી, માટે આજનો જ દિવસ દેવા માટે, અને આપવા માટે સૌથી સરસ છે.

કોને દેવું જોઈએ …

શાસ્ત્રો કહે છે કે વ્યક્તિને પોતાના જીવનમાં કોને શું દેવું અને કેટલું દેવું તે વ્યક્તિના પોતાના પર નિર્ભર રહેલું છે જ્યારે મનુષ્ય પોતાની આસપાસ રહેલા કોઈ વ્યક્તિને આપે છે ત્યારે તેમાં સૂક્ષ્મ અંશ રૂપે સ્વાર્થ રહેલો હોય છે પરંતુ શાસ્ત્રો નિઃસ્વાર્થી બનીને દીધેલાં દાનને અનમોલ અને અમૂલ્ય માને છે. આપણાં સમાજમાં એક નિયમ છે પિતા પોતાનો વારસો પોતાના સંતાન ને સોંપે છે પરંતુ શાસ્ત્રો પૂછે છે કે આપણે આપણાં સંતાનોને કેટલું દેવું જોઈએ? વિદ્વાનો કહે છે કે તમે એટલું તમારા સંતાનોને આપી જાઓ કે તેઑ કંઇ કરી શકે, પરંતુ એટલો વારસો આપીને ન જાઓ કે તેઓ કંઇ જ ન કરે. આજે આપણાં સમાજમાં દાન દેનારા તો ઘણાં જ મળી આવે છે પરંતુ શું આપણે ક્યારેય આપણી આસપાસ નજર ફેરવીને જોયું છે? કારણ કે હજારો કે લાખોનું દાન કરનારા કે દેવાવાળાની આજુબાજુ પણ એવા ઘણા લોકો રહેલા છે જેને તેઓ મદદ કરી તેમના ખરાબ સમયમાંથી તેમને બહાર લાવી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજમાં કરેલી માખણચોરી અને દાણલીલાનો આજ સંદર્ભ છે કે વ્રજના માખણ, દૂધ, દહીં વગેરે પર સૌ પ્રથમ વ્રજના બાળકો, અને વાછરડાઓનો અધિકાર છે. જ્યારે સૌ પ્રથમ વાછરડાઑ અને ત્યાર બાદ બાળકો અને ગામના અન્ય લોકો સંતુષ્ટ હોય ત્યાર પછી જ વધેલું દહીં, દૂધ, માખણ મથુરા વેચાવા જશે. ભગવાન શ્રી કૃષ્ણનો અહીં કહેવાનો અર્થ એ છે કે કોઈને કંઇ દાન કરો તે પૂર્વે તમારી આસપાસ જ નજર ફેરવીને જુઓ કે આપના સગા સંબંધીઓમાં જ કોઈ એવું વ્યક્તિ તો નથી ને જેને મદદની જરૂર હોય પરંતુ તે શરમના માર્યા કહી શકતાં ન હોય? એક કહેવત છે કે ગરીબોને મદદ કરવા માટે સૌ આગળ આવશે અને સાથે ગરીબને મદદ જોઈશે તો તે હાથ આગળ કરતાં શરમાશે નહીં, ધનિકોને મદદની જરૂર નથી પરંતુ જે મધ્યમ વર્ગ છે તેઓને મદદની જરૂર હોવા છતાંયે તેઓ સંકોચને કારણે હાથ લાંબો કરી શકતાં નથી જેને કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી જ વિદ્વાનો કહે છે કે દેવાની શરૂઆત કરતાં પહેલા તમારા કુટુંબની સમસ્યાઓને દૂર કરો જેથી કરીને એક સ્વસ્થ પરિવાર એક સ્વસ્થ સમાજનો ભાગ બની શકે. એ જ રીતે કોને દેવું જોઈએનાં સંદર્ભમાં બીજી એક અન્ય વાત પણ રહેલી છે કે ઘણીવાર એવું બને છે કે જ્યારે આપણે દેવાનો સમય આવે છે ત્યારે આપણે સામી વ્યક્તિને અને તેના વ્યવહારને ખરાબ માનીને તેને દેવાની ના કહી દઈએ છીએ અથવા તેને દેવાની પ્રક્રિયાથી બચવા માગે છીએ. કારણ કે આપણે સ્વયં માની લઈએ છીએ અથવા સ્વયંને મનાવી લઈએ છીએ કે સામી વ્યક્તિ લેવા માટે પાત્રતા ધરાવતી નથી. પરંતુ શાસ્ત્રો કહે છે કે કારણ કે પોતાની માન્યતા પર જ નિર્ણય લેનાર વ્યક્તિ જીવનમાં થનાર પ્રત્યેક બદલાવની પ્રક્રિયાનો નકાર કરી દે છે જે દેવાવાળા માટે બરાબર નથી માટે પોતાના પૂર્વાનુમાન ઉપર સ્વયં નિર્ણય લેવો યોગ્ય નથી કે પોતાના નિર્ણય પર જ તે વ્યક્તિનો અસ્વીકાર કરી દેવો તે પણ યોગ્ય નથી.

કેટલું દેવું જોઈએ? …
જેમ દાન દેવા માટે વર્તમાન જ શ્રેષ્ઠ છે તેમ માનતાં હોવા છતાં કોને દાન દેવું જોઈએ તે પ્રશ્ન ઊભો થાય છે તેમ કેટલું દેવું તે પ્રશ્ન પણ ઊભો થાય છે. ઇતિહાસમાં પ્રસંગ છે કે મોગલોની સામે લડતા લડતા પોતાની સંપતિ અને શક્તિ હારી ગયેલા મહારાણા પ્રતાપનાં ચરણોમાં સંકટના સમયે શેઠ ભામા શાહે પોતાની તમામ સંપતિને મૂકી દીધી જેના કારણે મહારાણા પ્રતાપમાં ખોવાયેલું બળ પાછું આવ્યું. અહીં મુખ્ય વાત એ છે કે મહારાણા પ્રતાપને તેમની મુશ્કેલીના સમયમાં ફક્ત ભામા શાહ તરફથી ફક્ત સંપતિ જ નહીં પરંતુ માનસિક સાથ પણ મળ્યો છે જેના કારણે તેમને ફરી ઊભા થવાની તાકાત મળી. બીજા શબ્દોમાં કહીએ તો આપ કેટલું દઈ શકો છો તે જરૂરી નથી, પણ ક્યા સમયમાં કેટલું અધિક, કેટલા પ્રેમથી અને કેવા મનથી દઈ શકો છો તે જોવું જરૂરી છે.

શું દેવું જોઈએ? …

જગતમાં જરૂરી નથી કે આપ શું દઈ રહ્યાં છો આપ કેવળ ધૂળ પણ દઈ શકો છો પરંતુ એ ધૂળ પણ ક્યા ભાવથી દઈ રહ્યાં છો. ચપટી એવી એ ધૂળ પણ આપ સાચા મનથી અને હસીને દો છો ત્યારે એ ધૂળનું મહત્વ પણ વધી જાય છે, અને બની શકે કે મનથી આપેલી એ ચપટી ધૂળ પણ ચરણરજ બની જાય જેનું મૂલ્ય અનમોલ હોય.

વ્યક્તિનો આપ્યા બાદનો અનુભવ અને પીડા …

મહાભારતનાં એક પ્રસંગમાં ભીલપુત્ર એકલવ્ય પાસેથી ગુરુ દ્રોણે ગુરુદક્ષિણામાં તેનો અંગુઠો માંગી લીધો અને એકલવ્યએ અંગુઠો આપી પણ દીધો. ઇતિહાસની જેમ આપણે પણ એમ જ જાણીએ છીએ કે અંગુઠો દાન દીધા બાદ પણ એકલવ્ય સદાયે એજ સંતોષમાં રહ્યો કે ગુરુ આજ્ઞાનું તેણે માન રાખ્યું છે. પરંતુ ઇતિહાસકારો કહે છે કે ઉત્તમ ગુરુભક્તિના પ્રમાણરૂપ આ પ્રસંગની આગળની આખી વાત અજ્ઞાત બનીને ઇતિહાસમાં ખોવાઈ ગઈ. જે પ્રસંગને આપણે એકલવ્યના જીવનમાં સંતોષરૂપ પ્રસંગ માનીએ છીએ તે જ પ્રસંગ એકલવ્યના મનમાં પીડા બનીને સદાને માટે ઘર કરી ગયો. એકલવ્યને હંમેશા દુઃખ રહ્યું કે ગુરુ દ્રોણની અર્જુન ને શ્રેષ્ઠ બાણાંવળી બનાવવાની ઘેલછાને કારણે તેણે પોતાનો અંગુઠો સદાને માટે ગુમાવવો પડ્યો એટલું જ નહીં જે ધનુષ વિદ્યા શીખવા માટે તેણે આટલો પ્રયત્ન કર્યો તે જ ધનુષ વિદ્યાથી તે સદાને માટે દૂર થઈ ગયો. જેને કારણે અર્જુનનો દોષ ન હોવા છતાં તેને હંમેશા અર્જુન સાથે વૈમનસ્ય રહ્યું. આ જ પ્રસંગને અનુરૂપ એક અન્ય વાત પણ છે કે કુરુક્ષેત્રનાં યુધ્ધમાં ધૃષ્ટદ્યુમ્નનાં હસ્તે નિઃશસ્ત્ર એવા ગુરુવર દ્રોણનું મૃત્યુ થયું ત્યારે દુર્યોધને એકલવ્યને પૂછ્યું કે તારી હાજરી હોવા છતાં ગુરુ દ્રોણની હત્યા શી રીતે થઈ? ત્યારે એકલવ્ય કહે કે મિત્ર આજે આટલા વર્ષ પછી પણ મને એ પીડા છે કે મે ગુરુવરની ઈચ્છા પૂર્ણ ન કરી હોત તો આજે હું દૂરથી જ મારા બાણ દ્વારા ધૃષ્ટદ્યુમ્નનો અંત કરીને ગુરુદ્રોણની રક્ષા પણ કરી શક્યો હોત પરંતુ સચ્ચાઈ એ છે કે મારી પાસે મારા ધનુષને ટેકો આપવા માટે અંગુઠો નથી. આ કથાનો અર્થ એ છે કે એકલવ્યને દાન દીધા બાદની પીડા હંમેશા રહી છે, આથી જ કહેવામાં આવે છે કે દેનાર વ્યક્તિએ એકવાર દઈ દીધું ત્યારબાદ કોઈપણ પ્રકારની પીડા, દુઃખ કે અફસોસ ન કરવો જોઈએ.
કેવી રીતે દેવું? …
કોઈને કશું દેવું હોય તો કેવી રીતે દેવું જોઈએ? બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આપ કોઈને જમણા હાથે કંઇ આપો ત્યારે આપના ડાબા હાથને પણ જાણ ન થવી જોઈએ કે આપે કોઈને કંઈ આપ્યું છે અર્થાત કોઈપણ પ્રકારના પ્રચાર કે જાહેરાત વગર મૂક બનીને ગુપ્ત રીતે દેવું જોઈએ કારણ કે પ્રસાર, પ્રચાર કે જાહેરાત કરીને દેવાથી વ્યક્તિનો ખોટો અહંકાર વધે છે અને જે કાંઇ દઈ રહ્યાં છે તેનું મૂલ્ય પણ ઓછું થઈ જાય છે. સજ્જનો કહે છે કે કોઈને કંઈક દેવા માટે જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે, અથવા કોઈને ય કશુંયે દેતા પૂર્વે એ રીતે દેવું જોઈએ કે લેનાર વ્યક્તિને પોતે કંઈક લઈ રહ્યાં છે અને પોતે દેનાર વ્યક્તિથી ઊતરતી કક્ષાનાં છે તેમ તેઓને ન લાગવું જોઈએ. વળી લેનાર વ્યક્તિઓના માન સન્માન સચવાય તે રીતે અને દેનાર વ્યક્તિનો પોતાનો ગર્વ કે અહંકાર ન વધે તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. આથી જ સમાજના વિદ્વાનો કહે છે કે જ્યારે વ્યક્તિ ગુપ્ત દાન કરે છે ત્યારે વ્યક્તિઓમાં શાલિનતાં અને કૃતજ્ઞતાનો વધારો થતાં વ્યક્તિ વધુ વિનમ્ર બને છે.
દાન અને દેવાની બાબતે આપણાં શાસ્ત્રોનો અભિપ્રાય …
સંત કબીર કહે છે કે નાવમાં વધી ગયેલું પાણી નાવને ડૂબાડી દે છે તેમ ઘરમાં પણ આવી ગયેલા વધુ પડતાં ધનને કારણે વ્યક્તિ પણ પતનને માર્ગે ચડી જાય છે આથી જ્યારે જ્યારે નાવમાં પાણી અને ઘરમાં ધનનો વધારો થઈ જાય ત્યારે બંને હાથે ઉલેચી નાખવું તેજ ચતુર વ્યક્તિઓનું કામ છે. 

કવિ કાલિદાસ કહે છે કે જ્યારે કોઈ સજ્જન વ્યક્તિ પાસેથી માંગે છે ત્યારે સજજનો મુખથી કશુંયે કહેતા નથી બલ્કે બોલ્યા વગર જ કામ પૂરું કરી આપે છે. અથર્વ વેદમાં કહ્યું છે કે હજાર હાથે સંચય કરવું અને લાખો હાથોથી વહેંચવું કારણ કે વહેંચવાથી ઘટાડો નથી થતો બલ્કે આપના પુણ્યમાં વધારો થાય છે. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે દેવા માટે અને દાન દેવા માટે આજનો જ સમય અમૂલ્ય છે.

Monday, December 24, 2012

કયા ભગવાનની કેટલી પરિક્રમા કરવી જોઈએ? જાણો


કયા ભગવાનની કેટલી પરિક્રમા કરવી જોઈએ? જાણો


ભોળા શંભુ એવા શિવજીની આરાધનાનુ આપણી સંસ્કૃતિમાં વિશેષ મહાત્મય છે.આમ તો શિવજીને રિઝવવા માટે આમ તો બીલી પત્ર સૌથી શ્ર્ષેઠ માનવામાં આવે છે,પણ શાસ્ત્રો અનુસાર શિવજીને અડધી જ પ્રરિક્રમા કરવામાં આવે છે.


હનુમાનજીની શાસ્ત્રો અનુસાર ત્રણ પ્રરિક્રમા કરવાનુ વિધાન છે.જો કે આ પરિક્રમા મોટે ભાગે પુરુષો જ કરી શકે છે.


કોઈ પણ શુભ કાર્યની શરુઆત પૂજન અર્ચનથી કરવામાં આવે છે.પૂજન કર્મમાં કોઈ પણ દેવીની ત્રણ પરિક્રમા   કરવામાં આવે છે.તેવો ઉલ્લેખ છે.


પરિક્રમા દરમ્યાન કોઈની  પણ સાથે વાતચીત કરવી નહીં.જે દેવતાની પરિક્રમા કરી રહ્યા હોય ત્યારે તે જ દેવતાનુ સ્મરણ કરવુ જોઈએ.આ પ્રકારે પરિક્રમા કરવાથી પૂર્ણ લાભની પ્રાપ્તિ થાય છે.


ભગવાન વિષ્ણુજી અને તેમના દરેક અવતારો જેવા કે શ્રીરામ અને શ્રીકૃષ્ણની ચાર પરિક્રમા કરવામાં આવે છે.શાસ્ત્રોમાં ત્રણ પરિક્રમાનુ વિધાન પણ કરવામાં આવેલુ છે.


શ્રી ગણેશની પૂજા બાદ ત્રણ પરિક્રમા કરવામાં આવે છે.

Tuesday, December 18, 2012

Pushtimarg oath

all of vaishnav.... must read

Scientific reason to visit a temple


Scientific reason to visit a temple


 
 
 
 

Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/
Well, here is a scientific explanation..........just read on.
 
 
There are hundreds of temples all over India in different size, shape and locations but not all of them are considered to be in the Vedic way.
 Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/
 
        Generally, the temples are located in a place where earth's magnetic waves pass through. In simple terms, these temples are located  strategically at a place where the positive energy is abundantly available from the magnetic wave distribution of north/ south pole thrust.          
    
           Because of its location, where high magnetic values are available, the Main Idol is placed in the center, and also because they place a copper plate written with some Vedic scripts, which is buried, beneath the Main Idol's placement known as "Garbhagriha" or Moolasthan, the copper absorbs the earths magnetic waves and radiates to the surroundings. Thus a person who regularly visits a temple and makes clockwise pradakshina of the Main Idol's placement, automatically receives the beamed magnetic waves which get absorbed by his body. This is very slow and a regular  visit will make him absorb more energy, known as positive energy. In addition, the Sanctum Sanctorum is completely enclosed on three sides. The effect of all energies is very high in here. The lamp that is lit radiates the heat and light energy.           
  
            The ringing of the bells and the chanting of prayers gives sound energy. The fragrance from the flowers, the burning of camphor give out chemical energy. The effect of all these energies is activated by the positive energy that comes out of the idol. This is in addition to the north/south pole magnetic energy that is absorbed by the copper plate and utensils that are kept in the Moolasthan.
Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/
 
          The water used for the Pooja is mixed with Cardamom, Benzoine, Holy Basil (Tulsi), Clove, etc is the "Theertham". This water becomes more energized because it receives the positive-ness of all these energies combined. When persons go to the temple for Deepaaraadhana, and when the doors open up, the positive energy gushes out onto the persons who are there. The water that is sprinkled onto the people passes on the energy to all. That is the reason why, men are not allowed to wear shirts to the temple and ladies have to wear more ornaments because it is through these jewels (metal) that positive energy is absorbed in ladies. It is proved that Theertham is a very good blood purifier, as it is highly energized.
Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/
           In addition, temples offer holy water (about three spoons). This water is mainly a source of magneto therapy as they place the copper water vessel at the Garbhagriha. It also contains cardamom, clove, saffron, etc to add taste and Tulsi (holy Basil) leaves are put into the water to increase its medicinal value! The clove essence protects one from tooth decay, the saffron & Tulsi leave essence protects one from common cold and cough, cardamom and benzoine known as Pachha Karpuram,  acts as a mouth refreshing agents. This way, one's health too is protected, by regularly visiting Temples !

Sunday, December 16, 2012

Shiv in his first tuxedo won the consultant of the year award,

Shiv in his first tuxedo won the consultant of the year award, successfully organised a great party AND won Mr. James Bond. A great nite for us.


photo.JPG

Friday, December 14, 2012

આટલી જાતના હોય છે માણસો, વાંચતા વાંચતા હસી પડશો....!!!!

આટલી જાતના હોય છે માણસો, વાંચતા વાંચતા હસી પડશો....!!!! 

અવળચંડા, અકલમઠા, અદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળા, આઘાપાસિયા, 
એકલપંડા, ઓટીવાળ, કજીયાખોર, કદરૂપા, કરમહીણા, કવાજી, કસબી, કપટી,કપાતર, 
કકળાટીયા, કામી, કાળમુખા,કાવતરાખોર, કાણગારા, કાંડાબળિયા, કમજાત, કાબા, 
કબાડા, અધકચરા, અજડ, આળસું, અટકચાળિયા, ખટપટિયા, ખુંધા, ખાવધરા, 
ખટહવાદિયા, ખૂટલ, ખેલાડી, ખેલદિલ, ખોચરા, ખુવાર, ગરજુડા, ગપસપિયા, 
ગપ્પીદાસ, ગણતરીબાજ, ગળેપડું, ગંદા, ગંજેરી, ગાંડા, ગોલા, ગોબરા, ગમાર, 
ગુણગ્રહી, ગભરુ, ગુલાટમાર, ગાલાવેલિયા, જ્ઞાની, ઘરરખા, ઘરમુલા, ઘમંડી, 
ઘરઘૂસલા, ઘરફાળુ, ઘેલહાગરા, ઘોંઘાટિયા, ઘૂસણખોર, ચતુર, ચહકેલ, ચબરાક, 
ચોવટિયા, ચાપલા, ચાગલા, ચીકણા, છકેલ છોકરમતીયા, છેલબટાવ, છીંછરા, જબરા, 
જોરાવર, જબરવસીલા, જોશીલા, જીણા, ઠરેલ, ઠાવકા, ઠંડા, ડંફાસિયા, ડાકુ, 
ડરપોક, ડંખીલા, ડફોળ, તમોગુણી, તરંગી, તુકાબાજ, દયાળુ, દરિયાદિલ, દાતાર, 
દાણચોર, દુ:ખીયા, દિલદગડા, દોરંગા, દોઢડાયા, દિલદગડા, ધંધાદારી, ધમાલીયા, 
ધોકાપંથી, ધાળપાડું, ધુતારા, ધર્મનિષ્ઠ, ધૂળધોયા, ધિરજવાન, નવરા, નગુણા, 
નખોદીયા, નમાલા, નિડર, નિશ્વાર્થી, નિજાનંદી, નિષ્ઠુર, નિર્ણય, નિર્મોહી, 
પરોપકારી, પરિશ્રમી, પરાધીન, પહોંચેલા, પંચાતિયા, પાણિયારા, પાંગળા, 
પુરષાર્થી, પોચા, પોપલા, પ્રેમાળ, પાગલ, ફરતિયાળ, ફોસી, ફતનદિવાળીયા, 
ફાકાળ, ફાલતુ, ફુલણસિંહ, ફાટેલ, બહાદુર, બગભગત,બટકબોલો, બચરવાળ, બહુરંગા, 
બેદરકાર, બિચારા, બોતડા, બાયલા, બિકણા, બોલકણા, બળવાખોર, બુદ્ધિશાળી, 
ભડવીર, ભૂલકણા, ભલા, ભદ્રિક, ભારાળી, ભાંગફોડિયા, ભૂંડા, ભોળા, ભમરાળા, 
મરણિયા, મસ્તીખોર, મફતીયા, મનમોજી, મતલબી, મિંઢા, મિઠાબોલા, મિંજરા, 
મારફાડિયા, માયાળુ, માખણીયા, મારકણા, મુરખા, મરદ, રમુજી, રમતીયાળ, રસિક, 
રાજકારણી, રજવાડી, રિસાડવા, રોનકી, રોતી, રૂડા, રેઢલ, રેઢીયાળ, સુધરેલા, 
સમજદાર, શંકાશિલ, શાણા, સુરવીર, સરમાળ, સંતોષી, સગવડીયા, સાહસિક, સુમ, 
સુરવીર, સુખીયા, સ્વચ્છ,સંસ્કારી, સાધક, સાચાબોલા, સરળ, સ્વાર્થી, 
હરામખોર, હડકાયા, હલકટ, હરખધેલા, હેતાવળા, હરખપદુડા, હાજરજવાબી, હોશિયાર, 
હસમુખા, લૂચા, લફંગા, લોભીયા, લાલચૂ, લાગવગીયા, લબાડ,લાખેશ્રી, લંપટ, 
લૂણહરામી, વેવલા, વિવેકી, વાયડા, વંઠેલ, વાતડાયા, વેરાગી, વાતુડિયા, 
વેપારી, વિકરાળ અને વેધૂ.......:)

Friday, December 7, 2012

એક બાપનું હૈયું


 એક બાપનું હૈયુંઢબૂકતો ઢોલ આંગણે મારે આજ,
પાનેતરમાં ઢબૂરાઇ છે મારી ઢીંગલી,માથે સજ્યો છે મોડ
,ને મીંઢળ બાંધ્યું છે હાથ…..પગમાં ઝાંઝર રણઝણેહાથમાં મેંહદી ને ચૂડીઓનો શણગાર,ભાલે સોહે ચાંદલો ને આડ,ને વદને મઢ્યો પીઠીનો ઉજાસ……..

કાલે તો તું મારી આંગળી ઝાલીનેમારી સાયકલે બેસીને જતી’તી નિશાળ,આજે કેમ રહેતો મારો જીવ ઝાલ્યો???કેમેય જીવીશ

તારા વિના !!!!!જાય જ્યારે તું પિયુ સંગે પરદેશ!!!!જીવનની આ રીત છે,તારી હો કો સંગ પ્રીત,સોણલાનું સજાવી કાજળ આંખોમાં

આજ,પોતાનાને પારકા કરી, પારકાને પોતાના કરવા કાજ,જુઓ ! ત્યાં મંડપનો થાંભલો પકડીએક બાપનું હૈયું રોઇ રહ્યું છે ચોધાર આંસુએ આજ...

Wednesday, December 5, 2012

દીકરી વહાલ નો દરીઓ જીગર નો ટુકડો !!!આભાર

દીકરી વહાલ નો દરીઓ
જીગર નો ટુકડો !!!આભાર

એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં. દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું હતું: ‘આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે. ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં !’

એક પરિણિત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે વહેતી નદી જેવી હોય છે. એ પતિને કહી શકતી નથી કે તમે મારી સાથે મારા પિયરમાં આવીને વસો, અને પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરામાં આવીને રહો. એથી દીકરી જ્યારે પોતાના પતિ સાથે પિયરમાં થોડા દિવસ રહેવા આવે છે ત્યારે એક છત તળે પિતા અને પતિના સાનિધ્યમાં તેને એવી તૃપ્તિ મળે છે માનો કોઈ શ્રદ્ધાળુને એકીસાથે રામ અને કૃષ્ણના દર્શન થયા હોય !

‘હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણો છો કેમ ? એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતાં કહ્યું હતું : ‘પપ્પા, તમે રડો નહીં….. તમે રડો છો તેથી મને પણ રડુ આવે છે !’ આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે પત્ની ઘણીવાર આંસુનું કારણ બની રહે છે પણ દીકરી તો હંમેશા આંસુનું મારણ બની રહેતી હોય છે.

કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે. કેમ કે મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી. દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે. દીકરી ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે. જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળનેત્રે એ કહે છે : ‘પપ્પા, હું જાઉં છું….. મારી ચિંતા કરશો નહીં…. તમારી દવા બરાબર લેજો….’ અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી. કવિ કાલિદાસના ‘અભિજ્ઞાન શકુંતલ’માં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે : ‘સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ?’

અમારા એક અન્ય મિત્રને એકની એક દીકરી છે. મિત્રે એને ખૂબ લાડકોડથી ઉછેરી હતી. દુર્ભાગ્યે એને પતિ સારો મળ્યો નથી. નાની નાની વાતમાં હાથ ઉપાડે છે. કોકવાર તો પિતાની હાજરીમાંય હાથ ઉપાડી બેસે છે. એકવાર એ દશ્ય નજરે જોયા પછી મિત્રને એવો આઘાત લાગ્યો કે એટેક આવી ગયો. એ દિવસે ડાયરીમાં એમણે લખ્યું જમાઈના હાથે બાપ પોતાની દીકરીને માર ખાતી જુએ છે ત્યારે ગાય પોતાના વાછરડાને કતલખાને વધેરાઈ જતાં જોતી હોય એવું દુઃખ થાય છે ! એમણે એ ઘટના બાદ દીકરીને ત્યાં જવાનું છોડી દીધું. એક દિવસ એમને ત્યાં એમનો ભાણેજ એની પત્ની જોડે આવ્યો. ભાણેજને પણ એક જ દીકરી હતી, જે તેને ખૂબ વ્હાલી હતી. બન્યું એવું કે ભાણેજને કંઈક વાંકુ પડતાં તેણે તેની પત્નીને એક તમાચો મારી દીધો. મિત્ર અસ્વસ્થ થઈ ગયા. તેમણે ભાણેજને પાસે બોલાવી કહ્યું : ‘ભાઈ, તું તારી દીકરીને પ્રેમ કરતો હોય તો તને તારી દીકરીના સોગંદ છે, તારી પત્ની પર કદી હાથ ઉપાડીશ નહીં. આખરે એ પણ કોકની દીકરી છે. એના મા બાપ, ભાઈ-બહેનનો ભર્યો ભાદર્યો પરિવાર છોડી એ તારા ભરોસે આ ઘરમાં આવી છે. એના ચહેરામાં તું તારી દીકરીનો ચહેરો જોજે તારો બધો ગુસ્સો ઓગળી જશે !’

હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી : ‘અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી. તમે બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં. દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી. એક લગ્ન સમારંભમાં અમે મિત્રો વચ્ચે બેઠા હતા, ત્યાં એક પરિણીત યુવતીએ એક સ્વાનુભવ કહ્યો. એ યુવતીના પિતા મૃત્યુ પામ્યા હતા. પિયરમાં ભાઈ-ભાભી તરફથી ખાસ પ્રેમ મળતો નહોતો. એ યુવતીએ કહ્યું : ‘મેં ઘણે ઠેકાણે વાંચ્યું છે – માતા વિનાની દીકરી અને દીકરી વિનાનો બાપ કદી સુખી ના હોઈ શકે. આ સાચું હોય તો પણ મારા અનુભવ પરથી મને એવું લાગે છે કે બાપ વિનાની દીકરી પણ એટલી જ કમનસીબ ગણાય ! દીકરી વિનાનો બાપ લાખોપતિ હોય તોય વાત્સલ્યવંચિત હોય છે. પણ બાપ વિનાની દીકરી તો કરોડપતિ હોય તો પણ નિરાધાર જ ગણાય. કેમ કે સંસારમાં સૌનો પ્રેમ મળી શકે છે પણ બાપના પ્રેમની તોલે તો ભગવાનનો પ્રેમ પણ ના આવી શકે !’

સ્ત્રી જીવનનો પ્રાણવાયુ છે. સંસારનું ચાલક બળ છે. જીવનરથની એ એવી ધરી છે જેના પર દાંપત્ય જીવનની સફળતાનો મુખ્ય આધાર છે. સ્ત્રી-પુત્રી રૂપે, પત્ની રૂપે, મા કે બહેન રૂપે સંસારમાં છવાયેલી છે. સંસારમાંથી સ્ત્રીની બાદબાકી એટલે બાસુંદીમાંથી ખાંડની બાદબાકી…..!

દીકરી વહાલનો દરિયો નહીં માબાપ અને સાસરિયાઓ બંને માટે જીવવાનો જરિયો બની રહે છે. ખાંડ વિના કંસાર એટલો મોળો નથી લાગતો જેટલો દીકરી વિના સંસાર મોળો લાગે છે.