Sunday, December 29, 2013

ઉમર વધતી અટકાવનારાં તત્ત્વો કયાં?

ઉમર વધતી અટકાવનારાં તત્ત્વો કયાં?

ફિટનેસ - મુકુંદ મહેતા

દરેક જણને લાંબું જીવવાની ઈચ્છા હોય. મરવાનું કોને ગમે? આમ જુઓ તો રોજેરોજ 'લાંબું જીવીને શું કામ છે?'' એમ બોલનાર અનેક માનવીઓ તમને મળશે. આવા લોકોને ''ચાલો આપણે નદીમાં ભૂસકો મારીએ'' એમ કહેશો તો ના પાડશે. આટલું યાદ રાખવા જેવું છે કે જેમ માનવીનો જન્મ તેના હાથમાં નથી તેમ મૃત્યુ પણ તેના હાથમાં નથી. ધાર્મિક માન્યતાને બાજુમાં રાખીએ તો મૃત્યુ પામવાનાં કારણો આંગળીને વેઢે ગણાય એટલાં છે. જ્યારે જીવનરેખા એટલે કે ઉંમરને વધતી અટકાવનારાં તત્ત્વોની વાત કરીએ ત્યારે મનુષ્ય જાતનો નાશ કરનારાં તત્ત્વોને પહેલાં જાણી લઇએ તો આપણે થોડું આયોજન કરીને લાંબું જીવી શકીએ. 
૧. ખોરાક
મોટામાં મોટું કારણ લોકો 'ગમે ત્યારે', 'ગમે તેવું' અને ગમે તેટલું વગર વિચારે ખાધા જ કરે છે. આના પરિણામે હોવું જોઇએ તેના કરતાં વજન વધે છે. વજન વધે એટલે સાંધાનો વા, ડાયાબીટીસ, બી.પી., હાર્ટ એટેક અને કેન્સર જેવા રોગો થાય છે, જેને કારણે આયુષ્યરેખા ટૂંકી થાય છે. ખોરાક ખાતી વખતે એ ખોરાક ચોખ્ખો છે કે નહીં તેની ખબર નથી પરિણામે માનવી અનેક રોગોનો ભોગ બને છે. ખોરાક પૌષ્ટિક છે કે નહીં તેની ખબર નથી એટલે શરીરનાં હાડકાં નબળાં પડી જાય છે. હાડકાંના રોગો થાય છે. આને કારણે પાચન ક્રિયાના પણ પ્રોબ્લેમ થાય છે. પૌષ્ટિક ખોરાક કોને કહેવાય, કેટલા પ્રમાણમાં ખાવો જોઇએ આવી બધી ખબર નથી. આને લીધે તમારી આયુષ્યરેખા નાની થાય છે.
૨. ગુનાખોરી અને અકસ્માત
આજનો માનવી પૈસાને 'સીક્યોરીટી' માને છે. આને કારણે ''યેનકેનપ્રકારેણ'' વધારે પૈસા મેળવવા એ પ્રયત્ન કરે છે. ''ગરીબીરેખા નીચે'' રહેનારા લોકોની સંખ્યા વધતી જાય છે. જલદી પૈસાદાર થવાની વૃત્તિ ગુનાખોરીને વધારે ઉત્તેજન આપે છે. ઝડપથી ચાલનારાં વાહનો-સ્કૂટર-કાર-બસ- ટ્રેઇન-એરોપ્લેનની સંખ્યા વધે છે. કાર અને બસ ચલાવનારા અને રસ્તા બન્નેના ઠેકાણા નથી એટલે રોજેરોજ અનેક માનવીઓના અકાળે મૃત્યુ થાય છે. આનો કોઇ રસ્તો નથી. જાણેઅજાણે આને કારણે આયુષ્યરેખા ટૂંકી થાય છે.
૩. કેળવણી
સરકારના પ્રયત્નો છતાં સમાજના નીચલા વર્ગને યોગ્ય શિક્ષા મળતી નથી માટે તેમને ચોખ્ખું પાણી - ચોખ્ખો ખોરાક - સરકારના કાયદાકાનૂનની કાંઇ ખબર નથી. પરિણામે શું ખાવું - શું પીવું - કેવી રીતે વર્તવું - કેવો વ્યવહાર, કેવી વાણીની કોઇ જ ખબર નથી. પરિણામે બાળમૃત્યુનું પ્રમાણ વધે છે. આયુષ્યરેખા નીચી જવાનું આ પણ એક કારણ છે.
૪. ટેવો (વ્યસન)
સ્મોકીંગ - દારૃ પીવાની ટેવ - કેફી દ્રવ્યો લેવાની ટેવ જાણેઅજાણે સમાજના નીચલા વર્ગમાં અને કાંઇક અંશે ઉપલા વર્ગમાં વધતી જાય છે. નીચલો વર્ગ દુખ ભૂલવા અને કામચલાઉ શાંતિ મેળવવા જ્યારે ઉપલો વર્ગ મઝા અને વિકૃત આનંદ મેળવવા વ્યસન કરે છે. પરિણામે સમય કરતાં વહેલા મૃત્યુને શરણે થાય છે.
૫. મિથ્યાભિમાન અને અપેક્ષા.
સમાજ એકલપેટો થઇ ગયો છે. અપવાદ બાદ કરતાં લોકો સ્વાર્થી અને સમજશક્તિ વગરના થઇ ગયા છે. પરગજુપણું અને પરદુખભંજકતા સાવ અદ્રશ્ય છે. પરિણામે માનસિક રોગો - આપઘાત - ડીપ્રેશન વગેરે ખૂબ વધ્યા છે. અપેક્ષા વધી ગઇ છે. પોતાની પાસે છે તે શ્રેષ્ઠ છે તે માનવાને બદલે બીજાની પાસે છે તે મને મળે તો કેટલું સારું એવી ભાવના વધતી જાય છે. આને કારણે ડીપ્રેશન અને તેને લીધે આપઘાતના કિસ્સા વધ્યા છે.
૬. ચોખ્ખાઇ અને પોલ્યુશન.
સામાન્ય વ્યક્તિથી ભણેલા વર્ગમાં પણ ચોખ્ખાઇ વિષેના ચોખ્ખા ખ્યાલો બિલકુલ નથી. પોલ્યુશન સીમા બહાર જતું રહ્યું છે. ચોખ્ખી હવા દુર્લભ છે. જે કાંઇ બાકી હતું કે અત્યંત વધી ગએલા ઉદ્યોગીકરણને કારણે કારખાનાના ઝેરી ગેસ - કાર - બસના એકઝોસ્ટ, ગરીબ માણસો પાસે લાકડા કાપીને બાળવા વગર છૂટકો ના હોવાથી તેનું પોલ્યુશન, બેકટેરીઆ - વાયરસ - ફન્ગસ - એલર્જી કરનારા પદાર્થોએ માનવીના શરીરને બગાડી મૂક્યા છે. પોલ્યુશન સામે હાઇજીન બિલકુલ નહીં હોવાથી માનવી કાં તો બાળપણમાં અને કાં તો જુવાનીમાં મરણને શરણ થાય છે. કોણ કોનો વાંક કાઢે ? 'આભ ફાટે ત્યાં થીગડું કોણ' મારે ? મૃત્યુ - અનેક ગણું - સ્વભાવિક છે.
૭. દવાઓ માટેના ચોક્કસ પ્લાનનો અભાવ.
આખા જગતમાં અપવાદ બાદ કરતાં તંદુરસ્ત રહેવાના કુદરતી ઉપાયોની કોઇને ખબર નથી. જે થોડા ઘણાને ખબર છે તેમને તે અમલમાં મૂકવાની ફુરસદ નથી. પરિણામે સારી - સાચી - અસરકારક દવાઓ મળતી નથી- મળે છે તે મોંઘી છે. કોઇપણ રોગને કાબૂમાં લાવવાની શક્તિ ધરાવતી દવાઓની અછત છે અને દવા વગર પણ રોગને મટાડી શકાય કે કાબૂમાં લાવી શકાય તેવા જ્ઞાાનનો અભાવ છે. આ માત્ર એક કારણ છે.
૮. કુદરતી શક્તિ અને સોર્સનો વધુ પડતો વપરાશ.
પાણી હોય કે પ્રકાશ - શક્તિ મેળવવા બધા જ મૂળ સ્રોતને સાચવવાને બદલે તેનો વધુમાં વધુ ઉપયોગ માનવી પોતાના આરામ - આનંદ માટે કરી રહ્યો છે. પરિણામે કુદરત સંતુલન ખોઇ બેઠી છે. ભવિષ્યનું કોઇ પણ પ્લાનિંગ નથી. પરિણામે માનવી નાશ પામવાના રસ્તા શોધે છે. અને જલદી નાશ પામે છે.
ઉપરની વિગતો વાંચી હવેે, આયુષ્યરેખા વધારવા આટલું અવશ્ય કરો.
૧. કસરત: કસરત કરવી પડશે. પરમેશ્વરે હાથ અને પગ હલાવવા અને ચલાવવા આપ્યા છે. પણ ''આંગળીએ સ્વિચ અને પગે પૈડાં''ના જમાનામાં માનવી કસરત ભૂલી ગયો છે. અલબત્ત થોડી જાગૃતિ આવી છે પણ છતાં સમાજનો ૭૦થી ૮૦ ટકા વર્ગ આળસુ થઇ ગયો છે. પરિણામે ફેફસાં, હૃદય ધીમા પડયાં છે. લોહીનું પરિભ્રમણ ઓછું થયું છે. રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઇ છે. લોકો રોગના ભોગ બન્યા છે. એક વાક્ય કાયમ માટે ભલે તમને ખરાબ લાગે યાદ રાખશો ''કસરત કર્યા વગર કોઇના બાપનો પણ છૂટકો નથી.'' બે ડૉકટરો ડૉ. રાઇટ ફૂટ એ ડૉ. લેફ્ટ ફૂટનો ઉપયોગ કરો. તંદુરસ્તી - આજીવન તંદુરસ્તી મેળવવાનો અમોધ રસ્તો અજમાવો. લાંબું તો ઘણા જીવે. પણ એકેએક દિવસ મરતા મરતા જીવે એ કાંઇ જીવ્યું ના કહેવાય. તમારી ગમે તે ઉંમર હોય, તમારી રોજીંદી ક્રિયા  પથારીમાંથી ઉઠવાનું - બ્રશ કરવાનું - સ્નાન કરવાનું - કપડાં પહેરવાનું - જમવાનું, થોડુંઘણું ચાલવાનું કે દાદર ચડવા ઉતરવાનું કાર્ય તમારી જાતે મોટી ઉંમરે કરી શકો, જે વખતે રોગ માત્રનું નામ ના હોય એને જીવ્યું કહેવાય.
૨. ખોરાકમાં ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટીએસીડ લો.
વેજીટેરીઅન ખોરાક જેમાં ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટીએસીડ મળે છે તે ૧. અળસી (ફ્લેક્ષીડ) અને અળસીનું તેલ ૨. ચીઆનાં બી અને તલનું તેલ ૩. હેમ્પસીડ ૪. પેરીલા ઓઇલ ૫. કોલી ફ્લાવર ૬. હમસ જે તાહીનીમાંથી મળે છે. તાહીની સીસમ (તલ) સીડમાંથી બનાવવામાં આવે છે. ૭. પરસલેનનાં પાંદડા ૮. બ્રસેલ્સ સ્પ્રાઉટ અથવા ઈન્ડીઅન કોબીજ ૯. અખરોટ ૧૦. લાલ ચોળી ૧૧. સોયાબીન. જે લોકો નોનવેજીટેરીઅન ખોરાક લેતા હોય તેઓ 'કોલ્ડ વોટરફીશ' જેવી કે. સારડીનો, ટુના વગેરે. ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટીએસીડમાં હોર્મોન જેવો પાવરફૂલ પદાર્થ જેને 'ઈકોસીનોઇડઝ' કહે છે તેની અસરથી લોહી  ક્લોટ થતું નથી એટલે (પરોક્ષ રીતે) હાર્ટ એટેક આવતો અટકાવે છે. ફીશ કે ફીશ ઓઇલ લેવાનો વાંધો હોય તેઓ ફીશ ઓઇલ કેપ્સુલ લઇ શકે છે.
૩. સ્નાયુને મજબૂત બનાવો.
નં. ૧માં કસરત કરવી જોઇએ તે જણાવ્યું પણ કઇ કસરત કરવી એનો વિચાર આવે તો એરોબીક કસરત (ચાલવું - દોડવું - તરવું - સાયકલ ચલાવવી - દાદર ચડવો - ઉતરવો વગેરે) ૭૦ ટકા, સ્નાયુની કસરત (હેલ્થ ક્લબની કસરત ૧૫ ટકા)માં આખા શરીરના સ્નાયુઓ મજબૂત થાય અને બાકીના ૧૫ ટકા સાંધાની કસરત (આસનો) એમ કુલ ૪૦થી ૬૦ મિનિટની કસરત કરવી જોઇએ.
૪. ગમે અને ફાવે તો કૂતરા કે બિલાડી રાખો.
ફક્ત પોતાનું જ ધ્યાન ૨૪ કલાક રાખનારાને ડીપ્રેશન જલદી આવી જાય માટે પ્રાણી પાળવાથી, તમારૃં ધ્યાન સતત તેના તરફ રાખવાથી તમે વ્યથિત થશો નહીં અને તેને કારણે આરોગ્ય સારું રહેશે. કૂતરા વફાદાર હોય છે. તેની વફાદારીના અનેક દાખલા તમે જાણ્યા હશે. લાંબું જીવવામાં ખાસ કરીને પાર્ટનર (પત્ની કે પતિ)ના હોય ત્યારે તમને ડીપ્રેશન - આઘાતમાંથી મુક્ત કરે છે.
૫. પૌષ્ટિક ખોરાક લો.
આ માટે લીલા શાકભાજી ૨૫૦ ગ્રામ, ત્રણ ફળો, ૫૦૦ મી.લી. દૂધ, ૨૦ દાણા ડ્રાયફ્રુટ, તલ ૩૦ ગ્રામ, અળસી ૩૦ ગ્રામ અને બે અખરોટનો ભૂકો કરી બે ચમચી સવારે બે ચમચી સાંજે જમ્યા પછી લેવાનું રાખો. લીલી ચા, તુલસી, પીળી અને સફેદ હળદર - આદુ - કોથમીર અને શાકમાં બધા જ પ્રકારની ભાજી લો. રોજ ૧ વાટકી કઠોળ ખાઓ. ભાતનું પ્રમાણ એક વાટકીથી વધારે નહીં. ચા કોફી પ્રમાણસર - આ રીતે ખોરાકનું આયોજન કરો. જરૃર લાગે તો દવા તરીકે સપ્લીમેન્ટમાં ખાસ કરીને કેલ્શ્યમ, વિટામિન ડી-૩, વિટામિન બી-૧૨ લો.
૬. સિગરેટ, તમાકુ, કેફી પદાર્થો અને વધારે પડતો આલ્કોહોલ ના લેશો
આ બધી વસ્તુઓથી કેન્સર થવાની શક્યતા છે માટે જો લાંબું જીવવું હોય તો આટલું અવશ્ય કરો.
૭. મગજને સતેજ બનાવો - સતેજ રાખો.
ગમતાં પુસ્તકો વાંચો - શબ્દવ્યૂહ - સુડોકુ વગેરે ભરો. પરદેશી ભાષા શીખો - મોટી ઉમરે પણ નવા નવા ક્લાસ ભરો. કોમ્પ્યુટર શીખો. વાજિંત્ર વગાડતાં શીખો - ચિત્ર દોરતાં શીખો.
૮. હંમેશાં આશાવાદી બનો.
નાની નાની બાબતોમાં અકળાઓ નહીં. અદેખાઇ ના કરો. દરેક બાબતમાં નિરાશાનો સૂર ના કાઢો. એટીટયુડ હંમેશા પોઝીટીવ રાખો. ગુસ્સે ના થાઓ. મોટેથી બોલો નહીં. વાણી - વર્તન - વ્યવહાર તમારાં ઘરેણાં છે માટે તે ચોખ્ખાં અને ચળકતાં રાખો. તમારી પાસે છે તે શ્રેષ્ઠ છે તેમ માનો. તમારા જીવનમાં ચડતી પડતી જે આવે તેને સ્વીકારી લો. કોઇની નિંદા ના કરો. કોઇને નારાજ ના કરો. નિરાશ ના કરો. કોઇને તમારી શક્તિ પ્રમાણે મદદ કરો.
૯. ખૂબ મિત્રો બનાવો અને હસતા રહો.
ઘરમાં બેસી ના રહો. બહાર નીકળો. મિત્રોને મળો. નદી - દરિયાકિનારે ફરવા જાઓ. જાહેર કાર્યક્રમો, પ્રવચનો, આરોગ્યલક્ષી કાર્યક્રમો વગેરમાં ભાગ લો. મિત્રો સાથે બહારગામ ફરવા જાઓ.
૧૦. તમારાથી શક્ય બધાને મદદ કરો.
ફક્ત પૈસાથી નહીં પણ સેવાનાં અનેક કામ જે તમે કરી શકો તે ખંતપૂર્વક નિષ્ઠાથી કરો. અનાથાશ્રમ, ઘરડાઘર, આંગનવાડી, અંધશાળા, મંદબુદ્ધિનાં બાળકો, શારીરિક ખોડખાંપણવાળા લોકો બધાને મદદ કરો.
૧૧. જીવનમાં વ્યવસ્થિત બનો.
આર્થિક બાબતોમાં ચોક્કસ રહો. ભવિષ્યનો અંદાજ કાઢી જીવન સુખમય જાય માટે આર્થિક આયોજન યોગ્ય રીતે કરો. બેન્ક રેકોર્ડ વ્યવસ્થિત રાખો. સવારે નિયમિત ઉઠો. રાત્રે નિયમિત સૂઇ જાઓ. પૂરતી ઊંઘ લો. સમયસર જમો. દેખાવ સારો રાખો. સમયસર હાજતે જાઓ.
૧૨. ખૂબ આનંદમાં રહો
નાની મોટી તકલીફની બાબતો હસી કાઢો. ટેન્શન ના રાખો. હસવાની વાતો શોધી કાઢો. વધારે લોકોને મળો.
૧૩. સોશીઅલ કાર્યોમાં સાથ આપો.
વ્યસનમુક્તિના કાર્યક્રમ, કાયદા પાલનના કાર્યક્રમ, ટ્રાફિકના બંદોબસ્તના કાર્યક્રમ વગેરેમાં ભાગ લો.
જીવનરેખા લાંબી કરવાના અને નાની કરવાના તમારા હાથમાં છે તેટલા ઉપાયો અજમાવો અને લાંબું જીવો.

એમના જેટલી ભાગ્યે જ કોઈ પતિએ પોતાની પત્નીને ચાહી હશે


એમના જેટલી ભાગ્યે જ કોઈ પતિએ પોતાની પત્નીને ચાહી હશે
નામ: કસ્તૂર મોહનદાસ ગાંધી સ્થળ: અમદાવાદ
સમય: ૧૧ એપ્રિલ, ૨૦૧૩ ઉંમર : (હોત તો) ૧૪૪ વર્ષ 
કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય
એ જ્ઞાની છે, મહાત્મા છે, રાષ્ટ્રપિતા છે, નેતા છે, પણ માણસ તો ખરા જને? રાત્રે ખાટલામાં સૂતાં-સૂતાં કહેતા હતા, ‘બા વિહોણા જીવનની હું કલ્પના જ નથી કરી શકતો’
આજે મારા નામનું નાટક ભજવાયું. આપણા મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ અને મુંબઈના નૌશિલભાઈએ લખેલું નાટક... અદિતિબહેન દેસાઈએ આ નાટકનું દિગ્દર્શન કર્યું છે. કલ્પના ગાગડેકર એમાં મારું પાત્ર કરે છે. મેં જોયું. આ નાટકમાં મારા જીવનની ઘણી વાતોને વણી લેવામાં આવી છે. બાપુ પર તો ઘણાં નાટકો થયાં ને ઘણું લખાયું. મારા વિશે કોઈ આવી વાત કરે એનાથી જરાક શરમ પણ આવી મને. હું વળી નાટકને લાયક ક્યાં છું? હું તો રાષ્ટ્રપિતાની પત્ની ને બાપુની ‘બા’! સહુ મને ચાહે એ વાત સાચી... પણ એમણે જેટલી ચાહી એટલી તો ભાગ્યે જ કોઈ હિન્દુસ્તાની પતિએ પોતાની પત્નીને ચાહી હશે! સાચું કહું તો આંખ મીંચાય ત્યારે મારા મનમાં એટલું જ સુખ હતું. યાદ છે મને એ સાંજ... 
બાવીસમી ફેબ્રુઆરી, ૧૯૪૨. આગાખાન પેલેસની જેલમાં હું એમની સાથે જ હતી. સુશીલા નૈયર સવારે સાત વાગ્યે મારા રૂમમાં આવી, મારી તબિયત બહુ ખરાબ હતી. આગલી રાત્રે એમને પથારીમાં દસ્ત થઈ ગયેલો. દેવદાસભાઈ ખડેપગે એમની ચાકરી કરતા હતા. મગજ ધૂંધળું થઈ ગયું હતું મારું. યુરિમિયાનાં ચિહ્ન દેખાવા લાગ્યાં હતાં. દેવદાસને અને સુશીલાને ખ્યાલ આવી ગયો હતો કે મેં જવાની તૈયારી કરી લીધી છે. બધાને મૂકીને જવા તો તૈયાર હતી હું, પણ એમને મૂકીને જવાનું અઘરું. એ બાજુના ઓરડામાં જ હતા. મેં સુશીલાને કહ્યું, ‘એમને બોલાવજે.’
થોડી વારમાં એ આવીને ઊભા રહ્યા. એમને જોઈને મારી આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. કોણ જાણે એમનાથી સહન નહીં થયું હોય એટલે બોલ્યા, ‘હવે હું ફરવા જાઉં?’ મેં ચોખ્ખી ના પાડી દીધી. એ મારી પાસે ખાટલા પર બેઠા. મેંેં કહ્યું, ‘મને બેસાડો.’ મેં એની છાતી પર મારું માથું નાખી દીધું અને એમને ટેકે આંખો બંધ કરીને પડી રહી. મારી જિંદગીમાં કોઈ દિવસ બીજો એક માણસ હાજર હોય ત્યારે હું એમને સ્પર્શી નથી, એ બીમાર હોય તો પણ નહીં. આજે એમની છાતી પર મારું માથું મૂકીને બેઠી ત્યારે બધા હળવે પગલે દૂર ખસી ગયા. એ દસ વાગ્યા સુધી મારી પાસે જ બેઠા. વચમાં-વચમાં મને ખાંસી આવે તો મને પંપાળતા. મને રામનામનો આધાર લેવાનું કહેતા... ડૉક્ટર દિનશા મહેતા, દેવદાસ અને બધા મારી આસપાસ હતા. ગંગાજળમાં તુલસીનાં પાન કકડા કરીને નાખ્યાં, એમણે પોતાના હાથે મને ગંગાજળ પીવડાવ્યું. સંતોક, કેશુ, રામી, સુશીલા, દેવદાસ, મનુ બધાં મારી પાસે હતાં. કનુ મારા ફોટા પાડવા માંડ્યો... હું જાણું છું કે એને એના બાપુને મારી પાસે બેસાડીને ફોટા પાડવા હતા, પણ એમને કોઈ કશું કહે કેવી રીતે! ભારે જિદ્દી ને મનસ્વી... સુશીલાએ ધીમે રહીને કહ્યું, ‘તમે જરા બાની પાસે બેસો ને એમનો ચાર્જ લો.’
એમણે જવાબ આપ્યો, ‘ચાર્જ તો લઉં છું, પણ અહીં બેઠો બેઠો.’
કર્નલ શાહ અને કર્નલ ભંડારી પેનિસિલિન લઈને આવ્યા. ‘એમણે’ કહ્યું, ‘હવે શા માટે ઇન્જેક્શન ટોચો છો? એને ઈશ્ર્વર ભરોસે પડી રહેવા દો ને શાંતિથી જવા દો.’
બરાબર સાત ને પાંત્રીસે મેં પ્રાણ છોડ્યા.
વરંડામાં કનુ અને સુશીલા વાતો કરતાં હતાં, ‘બાપુજીએ ના ન પાડી હોત તો કેટલો સરસ ફોટો મળી જાત!’ પણ એમને કદાચ સમજાતું નહોતું કે દુનિયા માટે ‘રાષ્ટ્રપિતા’ કે ‘મહાત્મા’ કે ‘બાપુ’ હતા તે મારા માટે મારા પ્રાણાધાર, મારા ગુરુ, મારા ઈશ્ર્વર, મારા પતિ અને મારા જીવનસાથી હતા. જિંદગીનાં બાસઠ વર્ષ અમે એકબીજાની સાથે વિતાવ્યાં. હવે સાથ છોડવાની આ છેલ્લી ક્ષણો અમારે જાહેર નહોતી કરવી. એમની જગ્યાએ હું હોત તો મેંય ના જ પાડી હોત.
સાચું કહું? આંખો મીંચીને હું જ્યારે છેલ્લા શ્ર્વાસ લઈ રહી હતી, ત્યારે મારી નજર સામે કેટલાય પ્રસંગો આવતા હતા. સુખનાય... અને દુ:ખનાય... એમની સાથે જીવેલાં આ બાસઠ વર્ષમાં અમે એકબીજાની સાથે ચાલ્યા છીએ. જે જમાનામાં પતિ-પત્ની ભાગ્યે જ એકબીજાની સાથે જીવતાં. એવા સમયમાં એમણે મને એમની અર્ધાંગિની, જીવનસાથી અને સહધર્મચારિણી બનાવીને લગોલગ બેસાડી, સન્માન આપ્યું! એમનાં સંતાનોની તો મા બની પણ આ આખાય દેશની ‘બા’ બનાવી. એમણે એમની આત્મકથામાં મારા વિશે ઘણું લખ્યું છે, પરંતુ એમાંનો એક પ્રસંગ મને પણ જેવો ને તેવો યાદ છે. એ ડરબનમાં વકીલાત કરતા ત્યારની આ વાત છે. એક ખ્રિસ્તી મહેતાના પેશાબનું વાસણ ઉપાડતી વખતે મેં ના નહોતી પાડી, પણ મારી આંખમાંથી ટપક્તી ફરિયાદ અને આંસુ જોઈને એ ચિડાયા, ‘આ કંકાસ મારા ઘરમાં નહીં ચાલે.’ એમણે ઊંચા અવાજે કહ્યું.
હુંય એમના આ સત્યાગ્રહથી અને જીદ, દુરાગ્રહોથી થાકી હતી. મારાથી બોલાઈ ગયું, ‘ત્યારે તમારું ઘર તમારી પાસે રાખો, હું ચાલી.’ એમણે મારો હાથ ઝાલ્યો. મને ઘસડીને દરવાજા લગી ખેંચી ગયા. એમણે દરવાજો ઉઘાડ્યો. મને ધકેલવામાં જ હતાં કે હું રડતાં-રડતાં બોલી, ‘તમને તો લાજ નથી, મને છે. જરા શરમાવ. હું બહાર નીકળીને ક્યાં જવાની હતી? અહીં મા-બાપ નથી કે ત્યાં જાઉં. હું બાયડી થઈ એટલે મારે તમારા ધબ્બા ખાવા જ રહ્યા. લજવાવો જરા ને બારણું બંધ કરો. કોઈ જોશે તો બેમાંથી એકેય નહીં શોભીએ.’ એમણે બારણું બંધ કર્યું...
એ પછી એમણે જે લખ્યું છે, એ વાત હું જ્યારે વાંચું છું ત્યારે મારું હૃદય ભરાઈ આવે છે. હિન્દુસ્તાનનાં ઘરોમાં જ્યાં પત્નીની સામુંય જોવાનો પતિને વખત નથી ત્યાં આવા પતિને પામીને હું ધન્ય થઈ છું. એમના પડખે બેસીને, એમના સંગાથમાં પ્રાણ ત્યાગી રહી છું એથી વધુ મને શું જોઈએ? એમણે એમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં લખ્યું છે, ‘અમારી વચ્ચે કજિયા તો પુષ્કળ થયા છે, પણ પરિણામ હંમેશાં કુશળ જ આવ્યું છે. પત્નીએ પોતાની અદ્ભુત સહનશક્તિથી જીત મેળવી છે. આ વર્ણન હું આજે તટસ્થ રીતે આપી શકું છું, કારણ એ બનાવ તો અમારા વીત્યા યુગનો છે. આજે હું મોહાંધ પતિ નથી. શિક્ષક નથી. ઇચ્છે તો કસ્તૂરબાઈ મને આજે ધમકાવી શકે છે. અમે આજે ક્સાયેલાં મિત્ર છીએ. એકબીજા પ્રત્યે નિર્વિકાર થઈ રહીએ છીએ. મારી માંદગીમાં કશો બદલો ઇચ્છ્યા વિના ચાકરી કરનારી એ સેવિકા છે.’
યાદ કરું છું ત્યારે પ્રસંગોની વણજાર મારી સામેથી સડસડાટ પસાર થઈ જાય છે. મને યાદ છે. એક વાર આશ્રમમાં ચોરી થયેલી, છવ્વીસ કે સત્યાવીસની સાલ હશે. ‘બે ટ્રંક ભરીને કપડાં ગયાં.’ એવું મેં એમને કહ્યું ત્યારે એમણે મને પૂછેલું, ‘તમારી પાસે બે ટ્રંક ભરેલાં કપડાં આવ્યાં ક્યાંથી? ને શા માટે હોવાં જોઈએ? રોજ રોજ જુદી-જુદી સાડીઓ પહેરો એવું તો તમે કરતાં નથી.’ 
‘રામી અને મનુ (હરિલાલભાઈની દીકરી) મારી પાસે આવે ત્યારે બે લૂગડાં તો મારે એમને આપવાં જોઈએ કે નહીં? કોઈ વખતે ભેટમાં મળેલી સાડીઓ અને ખાદી મેં રાખી મૂકી હતી. એમની મા તો મરી ગઈ છે, પણ મારે એમને કંઈ આપવું હોય તો...’
એ વચ્ચે જ બોલી પડ્યા, ‘આપણને એવો વ્યવહાર ન પોસાય. છોકરીઓ આપણે ત્યાં આવે તો રહે ને ખાયપીએ, પણ આપણને આવી ભેટો આપવાનું ન પોસાય.’ એટલું ઓછું હોય એમ એ વાત એમણે સાંજે પ્રાર્થનામાં ચર્ચી. ઉપરાંત એવું પણ કહ્યું કે, ‘સાડીઓ અને ખાદી અંગત ભેટ હોય તો પણ તાત્કાલિક જરૂરિયાતની હોય તો રાખવાની, બાકી આશ્રમના કાર્યાલયમાં જમા કરાવવી જોઈએ.’
કોને ખબર એમના મનમાં આ બધું ક્યાંથી આવતું હશે! પણ સમય સાથે એક વાત સમજી ગઈ. જો એમની સાથે જીવવું હશે તો એમની ઇચ્છાને આધીન થવું પડશે. એમની કોઈ જોર-જબરજસ્તી નહોતી, પણ કહેતા જ એવી રીતે કે જાણે માન્યા વિના છૂટકો ન હોય!
પોતાની જાતને ગરીબ કહેતા, ને મને ગરીબની પત્ની!
મારા ગુજરી ગયા પછી શાંતિકુમારભાઈએ ચંદનના લાકડાનું કહ્યું ત્યારે બોલ્યા, ‘બા ગરીબની પત્ની હતી. ગરીબ માણસ સુખડ-ચંદન ક્યાંથી લાવે?’ સુપરિન્ટેન્ડેન્ટસાહેબે આગ્રહ રાખ્યો ત્યારે બોલ્યા, ‘સરકારને જે વાપરવું હોય તે વાપરે, બા સરકારી કેદી હતી.’
શરીરમાંથી પાણી બહુ છૂટ્યું એટલે દહનક્રિયા સાંજે ચાર વાગ્યે પૂરી થઈ, પણ એ ત્યાંથી ખસ્યા નહીં. મિત્રોએ, સગાંઓએ કહ્યું કે, આપ થાકી જશો ત્યારે 
હસીને બોલ્યા, ‘બાસઠ વર્ષની આ સાથીને આ ઘડીએ આવી રીતે હું છોડી શકું ખરો? બા પણ એ માટે મને માફ ન કરે.’એ જ્ઞાની છે, મહાત્મા છે, રાષ્ટ્રપિતા છે, નેતા છે, પણ માણસ તો ખરા જને? રાત્રે ખાટલામાં સૂતાં-સૂતાં કહેતા હતા, ‘બા વિહોણા જીવનની હું કલ્પના જ નથી કરી શકતો, ને તો પણ ઇચ્છતો હતો કે બા મારા હાથમાં જ ચાલી 
જાય. જેથી મને ચિંતા ન રહે કે મારી પછી એનું શું થશે? એ મારા જીવનની અવિભાજ્ય અંગ 
હતી. એના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે એ કદી ભરાઈ શકવાનું 
નથી.’
સાચું કહું તો મને પણ એ જ ચિંતા હતી, મારા ગયા પછી એમનું શું થશે! હરિલાલ અને એમની વચ્ચેના સંબંધો અને હરિલાલનાં દુ:ખો મારાથી જોવાતાં નથી... ખરું કહું તો આંખ મીંચાઈ ગઈ એય એક રીતે સારું જ થયું છે. હવે એ જાણે ને એમનું કામ જાણે. મારાથી થયું એટલું કર્યું છે. બહેન લીલાવતીએ મારા વિશે લખેલું, એમના અમુક આગ્રહો અને નિયમોને કારણે મારા પર ઘણી વીતતી હશે એમ માનીને! એટલે મેં એ વાંચીને લીલાવતીને એક પત્ર લખેલો,
‘અ.સૌ. લીલાવતી,
તમારો પત્ર મને બહુ ખૂંચ્યા કરે છે. તમારે ને મારે તો કોઈ દિવસ વાતચીત કરવાનો વખત બહુ નથી આવ્યો. તો તમે કેમ જાણ્યું કે મને ગાંધીજી બહુ દુ:ખ આપે છે? મારો ચહેરો ઊતર્યો હોય છે, મને ખાવા વિશે પણ દુ:ખ આપે છે, તે તમે જોવા આવ્યાં હતાં? મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં પણ નહીં હોય. સત્યથી આખા જગતમાં પૂજાય છે. હજારો તેની સલાહ લેવા આવે છે. હજારોને સલાહ આપે છે. 
કોઈ દિવસ મારી ભૂલ વગર મારો વાંક નથી કાઢ્યો. હા, તમારા જેવી આજકાલના જમાના જેવી હું નથી. ખૂબ છૂટ લેવી, પતિ તમારા તાબામાં રહે તો સારું, નહિ તો તારો અને મારો રસ્તો નોખો છે. પણ સનાતની હિંદુને તે ન છાજે. પાર્વતીજીને એવું પણ હતું કે જન્મોજન્મ શંકર મારા પતિ છે.’
લિ. કસ્તૂર ગાંધી

Friday, December 27, 2013

મનમંદિરમાં સાત સૂત્રોનું નિત્ય સ્મરણ રહે


મનમંદિરમાં સાત સૂત્રોનું નિત્ય સ્મરણ રહે
Morari Bapu

તુલસીદાસજીએ ભિન્ન ભિન્ન સંદર્ભોમાં મંદિર શબ્દનો સદુપયોગ કર્યો છે
રામચરિતમાનસમાં અરણ્યકાંડને બાદ કરતાં તુલસીદાસજીએ ભિન્ન ભિન્ન સંદર્ભોમાં મંદિર શબ્દનો સદુપયોગ કર્યો છે.હવે આપણે  વિચારવાનું કે તુલસીદાસજીએ ફક્ત અરણ્યકાંડમાં  શા માટે મંદિર શબ્દનો પ્રયોગ કર્યો નથી?અરણ્યકાંડમાં ભગવાન રામના વનવાસની કથા છેવનમાં વૃક્ષો હોય છેનદીઓ વહેતી હોય છેખૂલી હવા હોય છે.સમગ્ર વાતાવરણમાં પ્રકૃતિ વરસતી હોય છેહાઅરણ્યકાંડમાં સ્થૂળરૂપે મંદિર  પણ હોયપણ મને એમ લાગે છે કેઅરણ્યકાંડ સ્વયં એકમંદિર છે.

રામચરિતમાનસમાં કુલ અગિયાર મંદિરોના જુદા જુદા સંદર્ભે ઉલ્લેખ તુલસીદાસજીએ કર્યા છે. જેમાંમનમંદિરમણિમંદિરગુણમંદિરસુખમંદિરક્ષમામંદિરહરિમંદિરનિજમંદિરદિલમંદિરજનકમંદિર,નૃપમંદિર અને છેલ્લે હરમંદિરની ચર્ચા છે.

આજે હું તમારી સાથે સંવાદી સૂરમાં વાતચીતના રૂપમાં આપણા જીવનવિકાસ માટે તથા અંતરપ્રકાશ માટે ચર્ચા કરીશ.તો આજે અગિયાર મંદિરમાંથી મનમંદિરનું દર્શન કરીશુંજ્યાં મંદિર હોય ત્યાં સાત વસ્તુઓ હોવી ખૂબ જરૂરી છેજો  હોય તો હોવી  જોઇએ એવો મારો વિનમ્ર નિજમત છેમન આપણું મંદિર છે મનમંદિરમાં સાતવસ્તુઓ હોવી જોઇએ જેમાં મૂર્તિ‌, પૂજારીશિખરધજાઆરતીપ્રસાદ અને માનવતાનો સાર્વભોમ વિચારઆવી સાતવસ્તુઓ મંદિરમાં ખૂબ  જરૂરી છે.

હવે આપણા મનમંદિરમાં  સાત વસ્તુઓ કઇમન  સ્વયં આપણું મંદિર છે પણ પરમાત્માનું રૂપ  મનમંદિરનીમૂર્તિ‌ છે પછી  આપણા મનમાં નારાયણરૂપમાં હોયલક્ષ્મી-નારાયણના રૂપમાં હોયશિવના રૂપમાં હોયદુર્ગા,ગણેશજીરામસીતારાધાકૃષ્ણ-હનુમાનજી કે આપણા ઇષ્ટદેવની કોઇ પણ મૂર્તિ‌ હોયઆપણા માટે  સ્વરૂપમનમંદિરની મૂર્તિ‌ છેઇશ્વર પર રહેલી આપણી આસ્થાનો આકાર મનમંદિરની મૂર્તિ‌ છે. 'ગીતા’  તો 'ઇશ્વર’ શબ્દલગાવીને વાત સર્વભોમ કરી દીધી 'ઇશ્વરસર્વ-ભૂતાનામ’ એવી વાત કરીને વાતને વ્યાપક બનાવી દીધી તો આપણાઇષ્ટદેવ આપણા મનમંદિરની મૂર્તિ‌ છેબીજી વાત એવી છે કે મનમંદિરના પૂજારી કોણમનમંદિરના પૂજારી વિશેએટલું  કહીશ કે ભગવાનની સદૈવ સન્મુખ રહે  પૂજારી છે.
હું શ્રી હનુમાનજીને પૂજારી માનું છુંરામ મનમંદિરની મૂર્તિ‌ છેશ્રી હનુમાનજી સદૈવ રામની સન્મુખ રહે છેએટલા માટે કહ્યું કે, 'અગ્ર મારુત વસ્ય ત્વં વન્દે રઘુનંદનમ્’ શ્રી હનુમાનજી રામજીના અગ્રભાગમાં રહે છેબીજું કે હનુમાનજીને હુંએક વિગ્રહના રૂપમાં કહેવા માગતો નથીહનુમાન એટલે કે સેવાજે સેવા કરે છે  સાચા અર્થમાં પૂજારી છેઆપણેત્યાં વૈષ્ણવો ક્યારેય પૂજા શબ્દ  બોલાતા નથી  તો ઠાકોરજીની સેવા શબ્દ  બોલે છે અને સેવા પૂજ્ય હોતી નથીસેવ્ય હોય છેસેવા જેટલી વૈરાગી કરી શકે એટલી રાગી ક્યારેય કરી શકતા નથીસેવા કરનાર વૈરાગી હોવા જોઇએ.વૈરાગી એટલે કે સંસાર છોડીને સંન્યાસી બનવાની વાત નથી પણ વૃત્તિ વૈરાગી હોવી જોઇએ  ખૂબ  જરૂરી છે.
વૈરાગ બે પરિસ્થિતિમાં પ્રગટ થઇ શકે છેએક તો જીવનમાં બધું મળી જાય અને માણસ એનાથી ધરાઇ જાય ત્યારેવૈરાગ પ્રગટ થાય છેબીજું પૂર્ણતઅભાવમાં વૈરાગ પ્રગટ થઇ શકે છેત્રીજી વાત કે મનમંદિરનું શિખર કયુંજેનુંચિંતન નિરંતર ઊધ્ર્વગતિ કરે  મનમંદિરનું શિખર છેઆજના ચિંતન કરતાં આવતી કાલે ચિંતન થોડું વધુ ઉપર જવુંજોઇએમનના નિત્ય ઊધ્ર્વગામી શિવસંકલ્પો થાય  મનમંદિરનું શિખર છેમનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે જે માણસશુભચિંતન કરે છે તેને રોગ ઓછા થાય છે હું કહેતો નથીમનોવૈજ્ઞાનિકોનો મત છેરામચરિતમાનસમાંતુલસીદાસજીએ સુંદર પંક્તિ લખી છે:
ઊચ નિવાસુ નીચિ કરતુતી
દેખી  સકહિ‌ પરાઇ બિભૂતી
જેવી રીતે ગીધસમડી વગેરે પક્ષીઓ આકાશમાં ઊંચે જાય છે પરંતુ એની દૃષ્ટિ હંમેશાં નીચે હોય છે એવી રીતે આપણુંચિંતન ઊધ્ર્વગામી હોવું જોઇએચરકસંહિતા પણ કહે છે કે માણસ જેટલું શુભચિંતન કરે છે એટલું શરીર સ્વસ્થ રહે છેઅને જો હરિસ્મરણ સાથે શુભચિંતન થાય  તો ઔષધિની પણ ઔષધિ છે માટે શુભચિંતન  મનમંદિરનું શિખર છે.મનમંદિરની ચોથી વસ્તુ ધજા છેપ્રેમ  મારી દૃષ્ટિએ મનમંદિરની ધજા છેઆપણને બધાને ખ્યાલ છે કે ધજા હંમેશાંફરકતી રહે છેતેમ છતાં ક્યારેય સ્થાન બદલતી હતી.
પ્રેમ બધા  માટે પ્રગટ થશે પણ એનો પાયો ક્યારેય કમજોર  થવો જોઇએ.હું ઘણીવાર કહ્યા કરું છું કે સત્ય પોતાનામાટેપ્રેમ બીજાને માટેજ્યારે કરુણા સૌના માટે હોવી જોઇએસત્ય એકવચન છે જ્યારે પ્રેમ દ્વિવચન છે અને કરુણાબહુવચન છેપરમાત્માને પ્રેમ વધારે પ્રિય છેતુલસી રામચરિતમાનસમાં લખે છે:
રામ હિ‌ કેવલ પ્રેમુ પિઆરા
જાનિ લેઉ જો જાનનિહારા
પ્રેમતત્ત્વ પ્રભુને પ્રિય છેબસ બીજાને પ્રેમ કરો પરમાત્મા પ્રસન્ન થશેહવે મનમંદિરના પ્રસાદ વિશે દર્શન કરીએ.પ્રસાદનો અર્થ થાય છે કૃપાપ્રસાદ ક્યારેય થાળી ભરીને ખવાતો નથીતુલસીએ તો બહુ સ્પષ્ટ કહી દીધું છે કે 'જાકીકૃપા લવલેસ’ હે પ્રભુ આપની થોડી કૃપા  મારા માટે તો પ્રસાદ છેતો મનમંદિરની મૂર્તિ‌ સ્વયં હરિ છેમનમંદિરનાપૂજારી એટલે વૈરાગ્ય પ્રપન્ન હનુમાનજી છેમનમંદિરનું શિખર શુભચિંતન છેજ્યારે મનમંદિરની ધજા પ્રેમ છે અનેમનમંદિરનો પ્રસાદ સાક્ષાત્ ઠાકુરની કૃપા છેઇશ્વરની કૃપા આપણા માટે પ્રસાદ હોય છેબસ એને સમજવાની જરૂર છે.આપણા મહાપુરુષોજાગૃત ચેતનાઓને ઇશ્વરકૃપાના પ્રસાદનો ખ્યાલ આવી જાય છેકારણ કે મનમાં સતત હરિની મૂર્તિહોય છેવૃત્તિ વૈરાગી હોય છે.
વિચારોમાં શુભચિંતન તથા પ્રેમની ધજા સતત ફરકતી હોય છે જેના કારણે ઇશ્વરકૃપાનો પ્રસાદ પ્રાપ્ત થાય છેકોઇપણમાણસના મનમંદિરમાં હરિની મૂર્તિનું સ્મરણ રહેવૈરાગીવૃત્તિ રહેવિચારોમાં શુભચિંતન પ્રગટ થાય અને પ્રેમની ધજાફરકતી રહે તો ઇશ્વર સ્વયં કૃપાના રૂપમાં પ્રસાદ અર્પણ કરે છેછઠ્ઠી વાત આવે છે કે મનમંદિરની આરતી કઇઆપણાંબધાં  મંદિરોમાં જ્યોત પ્રગટાવીને ભગવાનની આરતી કરવામાં આવે છે પણ મનમંદિરની આરતીનું નામ શુંજ્યાંઅદ્વૈતભાવ એકભાવ હોય  મનમંદિરની આરતી છે.
અદ્વૈતનો સરળ ઉપાય આર્તભાવ છેજ્યાં આર્તભાવ હોય છે ત્યાં બધું એક  સરખું લાગે છેસુખમાં કદાચ જુદા પડે પણજ્યારે દુ: આવે ત્યારે બધા એક થઇ જાય છેઆર્તભાવ એટલે ગદ્ગદભાવ એક કશકએક પ્રકારની પીડા છેપરિવારમાંકોઇ કષ્ટ આવી પડે ત્યારે બધા ભેગા થઇ જાય  આર્તભાવ છે.
ભક્તિમાં પણ આવું છેસુરદાસજીએ ઘણાં પદો લખ્યાં છેજેમાં આર્તભાવની આરતીનાં દર્શન થાય છેઆર્તભાવમાંદીનતાનો ભાવ છેભક્તિમાર્ગમાં દીનતાનો બહુ મોટો પડાવ છેભક્તિમાં એક એવી દીનતા હોય છે કે જ્યાં ચૌદબ્રહ્માંડના નાથ એવા દીનબંધુને સ્વયં આવવું પડે છેકૃષ્ણનો પણ આર્તભાવ હતોગોમતીએ જ્યારે ઘૂંઘટ તાણિયો સમયે પ્રભુ રોયા હતાસુદામા જ્યારે દ્વારિકામાંથી વિદાય લઇ રહ્યા હતા ત્યારે દ્વારકાનો નાથ પિતામ્બરમાં પોતાનું મોંછુપાવીને થોડું રડયા હતાદ્રૌપદીના આર્તભાવે હરિને તત્ક્ષણ પ્રગટ કર્યાકૃષ્ણચરિત્રમાં સૌથી વધારે આર્તભાવનંદબાબામાં હતોઆર્તભાવ માણસને ભીડથી બચાવી લે છેદ્વૈતથી બચાવી લે છે તો અદ્વૈતભાવએકપણાનો ભાવમનમંદિરની આરતી છેછેલ્લે મંદિરમાં મૂર્તિ‌ હોયશિખર હોયધજા હોયપ્રસાદ હોયઆરતી હોય પણ મંદિરમાંમાનવતા  હોય તો એને મંદિર કેવી રીતે કહી શકાયકોઇપણ મંદિરમાં માનવતા હોવી જોઇએ.
આપણા મનમંદિરમાં પણ માનવતા હોવી જોઇએમંદિરમાં કોઇના પ્રત્યે ભેદ  હોવો જોઇએજ્યારે જ્યારે મંદિરોમાંધર્મને નામે ભેદ થયા છે ત્યારે ત્યારે સમાજે એના બહુ  કડવાં ફળ ભોગવ્યાં છેમંદિર તો હરિનું દ્વાર છેત્યાં કોઇપ્રકારના ભેદ  હોવા જોઇએફક્ત માનવતાનો ખયાલ રાખીને બધી  વ્યવસ્થા થઇ જોઇએઆપણે પણ ભગવાનનેપ્રાર્થના કરીએ કેહે પ્રભુ અમારા મનમંદિરમાં સાત સૂત્રોનું નિત્ય સ્મરણ રહે તેવી અમારી ઉપર કૃપા કરશોજયસીયારામ'
મનમંદિરમાં સાત વસ્તુઓ હોવી જોઇએ જેમાં:
મૂર્તિ‌, પૂજારીશિખરધજાઆરતીપ્રસાદ અને માનવતાનો સાર્વભોમવિચાર, આવી સાત વસ્તુઓ મંદિરમાં ખૂબ  જરૂરી છે.